ગઈકાલે ચંદ્રગ્રહણ જોયું? મારી દીકરીએ મને પુછ્યું કે મને ચંદ્રગ્રહણ જોવું કેમ ગમે છે? ત્યારે એવો વિચાર આવ્યો કે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, આપણી Solar system, દૂધગંગા… આ બધી વાતો મને યાદ કરાવે છે કે – મારા માટે જેની કલ્પના પણ શક્ય નથી એવડી મોટી આ દુનિયામાં મારું અસ્તિત્વ કેટલું?
રમેશ પારેખની આ ગઝલનો પહેલો શેર એવું જ કંઈક યાદ કરાવે છે!
કવિશ્રીની પુણ્યતિથિ એ એમને યાદ કરી આ ગઝલ માણીએ!
આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં
તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે
માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં
એનું કારણ શું કે મન ઝંખે સતત વરસાદને
એનું કારણ શું કે મન છોલાય છે વરસાદમાં
મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી
હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં
ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં
અમેરિકાના San Jose (California) શહેર માં એપ્રિલ-19-2022 ના રમાયેલી NHL (San Jose Sharks vs Columbus Blue Jackets) વચ્ચેની વિશ્વ વિખ્યાત Ice Hockey ની રમતમાં એક ગુજરાતી દીકરી – 17 વર્ષ ની કુમારી શ્રાવ્યા અંજારિયાએ American National Anthemની શાનદાર રજૂઆત આપી હતી.
અમેરિકન આઈસ હોકી ની ગેમ ના ઇતિહાસ માં અમેરિકન નેશનલ એન્થમ રજુ કરવા વાળી શ્રાવ્યા અંજારિયા, ‘પ્રથમ Indian American Teenager’ અને ‘દ્વિતીય Indian American Woman’ બની છે.
આ માટે અનેક સ્થાનિક બાળકો ના ઑડિશન લેવામાં આવેલા, જેમાંથી કુ.શ્રાવ્યા અંજારિયા ની પસંદગી કરવામાં આવી હતી. તેના મધુર અને પડછંદ અવાજે, SAP CENTER ના વિશાળ ઑડિટોરિયમમાં પ્રેક્ષકોના રૂંવાડા ઉભા કરી દીધાં હતા, અને બધાએ તેને તાળિયોના ગડગડાટ થી વધાવી લીધી હતી.
અમેરિકા દેશમાં વસી, ભણી, અને એ દેશના ગૌરવને માન આપવાની સાથે-સાથે, ભારતીય સંસ્કૃતિ ને પણ હ્ય્દય માં ધબકતી રાખનાર કુ.શ્રાવ્યાએ બંને દેશની સંસ્કૃતિનું, અને ગુજરાતીઓનું પણ ગૌરવ વધાર્યું છે.
ગેમ માં હાજર રહેલા પ્રેક્ષકો માંથી અમુક ચાહકો એ જણાવ્યું હતું કે આ સિઝનની ગેમની અંથેમની રજુઆતોમાંથી તેમને શ્રાવ્યા નો અવાજ સૌથી પ્રભાવશાળી લાગ્યો હતો. સાન ઓઝે શાર્કસની ટીમેં પણ પ્રભાવશાળી રજૂઆતથી ગેમનો જુસ્સો વધારવા બાદલ કુ.શ્રાવ્યાને અભિનંદન આપ્યાં હતાં.
કુ.શ્રાવ્યા, અચલ અંજારિયા અને આણલ અંજારિયા ની દીકરી છે, તે સંગીતની તાલીમ તેની માતા આણલ અંજારિયા પાસેથી મેળવે છે. તેના માતા-પિતા કેલિફોર્નિયા માં અનેક સાંસ્કૃતિક, સંગીત અને માતૃભાષાને જીવંત રાખતા કાર્યક્રમો કરતી સંસ્થાઓ માં પ્રખર કાર્યરત છે અને નાનપણથીજ કુ.શ્રાવ્યાને, તેની નાની બહેનને, તથા બીજા અનેક બાળકોને આવા કાર્યક્રમો માં ભાગ લેવડાવી ભારતીય સંગીત, સાહિત્ય-સંસ્કૃતિ ની ધરોહર આપી રહયા છે. Bay Area, California માં વસતા સંગીત પ્રેમી ગુજરાતીઓ માટે આણલ – અચલ અંજારિયા જરાય અજાણ્યું નામ નથી, અને ટહુકો પરિવાર નું અભિન્ન અંગ એવા આણલ – અચલ – શ્રાવ્યા અને આરુષિ એ ટહુકોના અને બીજી કેટલીય સંસ્થાઓનો મંચ ગજાવ્યો છે, અને કાર્યક્રમ ના સફળ આયોજન માટે કલાકોની સેવા આપી છે.
કુ.શ્રાવ્યા જણાવે છે કે NHL આઈસ હોકી ની ગેમના મંચ પર ભારત અને અમેરિકા દેશનું પ્રતિનિધિત્વ કરતાં તેને અલૌકિક રાષ્ટ્રભાવ અને અત્યંત ગર્વની અનુભૂતિ થઇ હતી.
આમ તો એક ઘરેણાંની જાહેરાતના વિડીયો માટે લખાયેલું આ ગીત – પણ શબ્દો અને સંગીત એવા મઝાના છે કે ગુજરાત દિવસની થોડી મોડી પણ જરાય મોળી નહિ એવી ઉજવણી તરીકે આ રણના રણકારનું ગીત તમારી સાથે વહેંચવા ટહુકો પર હાજર છે !
આશા છે કે આપ સૌને એ સાંભળવું અને માણવું ગમશે.
હે….ધોળી એવી આ ભોમકા,
ને છે પચરંગી છાંટ.
એ ભાત ભાત ની જાત અહીં…
એ અને જાત જાત ની ભાત.
એ…આવે જે કોઈ અમારે આંગણે જી રે..
આવે આવે કોઈ અમારે આંગણે,
અને અમે ખુ્લ્લા મેલ્યા દ્વાર,
એ..પારેવા પારેવા હોય સરહદ પારના…
કે પછી પરદેસી સુરખાબ.
હે….રણ આ મારું સોળે સજી શણગાર
આજ આ મારું રણ કરે રણકાર
હે જી નોખી એવી આ ધરતીનો ધબકાર
આજ આ મારું રણ કરે રણકાર