આમ તો એક ઘરેણાંની જાહેરાતના વિડીયો માટે લખાયેલું આ ગીત – પણ શબ્દો અને સંગીત એવા મઝાના છે કે ગુજરાત દિવસની થોડી મોડી પણ જરાય મોળી નહિ એવી ઉજવણી તરીકે આ રણના રણકારનું ગીત તમારી સાથે વહેંચવા ટહુકો પર હાજર છે !
આશા છે કે આપ સૌને એ સાંભળવું અને માણવું ગમશે.
હે….ધોળી એવી આ ભોમકા,
ને છે પચરંગી છાંટ.
એ ભાત ભાત ની જાત અહીં…
એ અને જાત જાત ની ભાત.
એ…આવે જે કોઈ અમારે આંગણે જી રે..
આવે આવે કોઈ અમારે આંગણે,
અને અમે ખુ્લ્લા મેલ્યા દ્વાર,
એ..પારેવા પારેવા હોય સરહદ પારના…
કે પછી પરદેસી સુરખાબ.
હે….રણ આ મારું સોળે સજી શણગાર
આજ આ મારું રણ કરે રણકાર
હે જી નોખી એવી આ ધરતીનો ધબકાર
આજ આ મારું રણ કરે રણકાર
હે છલકે છલકે છલકે છલકે છલકે…
છલકે છલકે…
કારીગરીથી છલકે એનો કણ કણ અપરંપાર…
કણ કણ અપરંપાર … કણ કણ અપરંપાર…
ધોરા ઇ રણમાં
ઝણકે ઝણકે ઝણકે ઝણકે ઝણકે
એવો ઝાંઝરનો ઝણકાર
છલકે છલકે છલકે છલકે છલકે…
કણ કણ અપરંપાર …અપરંપાર… અપરંપાર..
હે..રંગબેરંગી રંગબેરંગી રંગબેરંગી
એવો રંગોનો વિસ્તાર
ધોરા ઈ રણનો કોણ છે રંગીલો રંગનાર?
હે….રણ આ મારું સોળે સજી શણગાર
રણ આ મારું સોળે સજી શણગાર
આજ આ મારું રણ કરે રણકાર
નોખી એવી આ ધરતીનો ધબકાર રુડો રણકાર
હે રણ આ મારું આજ કરે રણકાર
હે શમણાને આંખ્યુંમાં આંજી ભાત્યુંને પ્રીત્યુંમાં ગૂંથી
પ્રીત્યુંમાં ગૂંથી.. શમણાને આંખ્યુંમાં આંજી
આંગણિયે લાગણિયું લીપી વાટ્યું જોતી નાર
લાગણિયું લીપી ગૂંપી વાટ્યું જોતી નાર
હે જોડિયા પાવા ઘડો ઘમેલો ને વાગે સંતાર
ભૂંગે ભૂંગે ભૂંગે ભૂંગે
હે ઝબકે ઝીણો ઝબકે ઝીણો
હે ભૂંગે ભૂંગે ઝબકે ઝીણો આભલાનો ઝબકાર
હે સોળે સજી શણગાર, રણ કરે રણકાર
સોળે સજી શણગાર, રણ કરે રણકાર
સોળે સજી શણગાર, રણ કરે રણકાર
સોળે સજી શણગાર, રણ કરે રણકાર
રણ કરે રણકાર
LYRICS: Manish Bhatt
LYRICS INPUTS: Rajat Dholakia, Sagar Goswami, and Aditya Gadhvi
MUSIC COMPOSER: Rajat Dholakia (Jhuku Sir)
SOUND DESIGN, MIXING & MASTERING: Bishwadeep Chatterjee
PROGRAMMING & MUSIC ARRANGEMENT: Rajiv Bhatt
MUSICIANS:
Dana Bharmal (Ghado Ghamelo & Morchang)
Noor Mohammad Sodha (Jodia Pawa)
Babubhai (Rhythm)
Hirabhai (Santaar & Manjira)
Daksh Dave (Other Percussions)
LEAD VOCALS: Aditya Gadhvi, Devraj Gadhvi (Nano Dero) and Vandana Gadhvi
CHORUS: Mausam Mehta, Malka Mehta, Isha Nair and Reema Gaddani
VOICEOVER: Saba Azad
MUSIC STUDIOS:
TreeHouse Studio, Ahmedabad (Darshan Shah)
Harmony Studio, Rajkot (Niraj Shah)
Octavius Studio, Mumbai
Orbis – The Studio, Mumbai
What a song ! Enjoyed listening to it. Unbelievable that it was composed as an advertising song
જયશ્રીબેન – અમારે મન ટહુકો એટલે ગુજરાતી કવિતા અને સંગીતનો સૌથી સૂરીલો અવાજ. અને લગભગ બે દસકાથી અમારા જેવા વિશ્વના અનેક ગુજરાતીઓના કાનોમાં મીઠુંમધુરું ગૂંજી રહ્યો છે.
અમારા રણકાર ને ટહુકાર બદલ તમારો ખૂબ ખૂબ આભાર !!
Jayshreeben – અમારે મન ટહુકો એટલે ગુજરાતી કવિતા અને સંગીતનો સૌથી સૂરીલો અવાજ. અને લગભગ બે દસકાથી અમારા જેવા વિશ્વના અનેક ગુજરાતીઓના કાનોમાં મીઠુંમધુરું ગૂંજી રહ્યો છે. અમારા રણકાર ને ટહુકાર બનાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !!