શંકાથી પર થવાય ને! ત્યારે જીવાય છે,
શ્રધ્ધા પૂરી સ્થપાય ને! ત્યારે જીવાય છે;
સાવ જ અજાણ્યા લોકના દુ:ખ-દર્દ જોઇને,
આ આંખ ભીની થાય ને! ત્યારે જીવાય છે,
હોવું નશામાં એકલું કાફી નથી હોતું!
પીડા બધી ભૂલાય ને! ત્યારે જીવાય છે;
ગમતું કોઈક આવીને પૂછી લે ‘કેમ છો?’
ડૂમો પછી ભરાય ને! ત્યારે જીવાય છે;
છૂટાં છવાયા શેર લખો, સાચવો ભલે!
આખી ગઝલ લખાય ને! ત્યારે જીવાય છે;
તારા થઈ જવાથી મને એ ખબર પડી!
તારા થઈ જવાય ને! ત્યારે જીવાય છે.
– હિમલ પંડ્યા ‘પાર્થ’
કોઈકને બસ પીડાયુક્ત જીવન જીવવું ગમે!
જીવવું હોતું નથી ને! ત્યારે ખાસ જીવાય છે.
વાહ…
પીડા બધી ભૂલાય ને! ત્યારે જીવાય છે
વાહ…મિત્ર કવિશ્રી,હિમલ પંડયાની “ટ્રેડમાર્ક”ગઝલ
@આભાર,ટહુકો
સાવ જ અજાણ્યા લોકના દુ:ખ-દર્દ જોઇને,
આ આંખ ભીની થાય ને! ત્યારે જીવાય છે,
Waah! Bahu j saras.