સ્નેહભિની આંખે હસાવતું
ર૫ વર્ષના લગ્નજીવનના ડાયરીના પાનામાંથી વહેતું
નાટકના ફ્લાયરમાં આ શબ્દો વપરાયા છે.. પણ જોતી વખતે એવું અનુભવાય કે જાણે ડાયરીના પાનામાંથી નહીં – પણ ક્યાંક ને કશેક – આપણે જીવેલી ક્ષણો, અનુભવેલા સંવેદનો, હોઠથી સરી ગયેલા કે હોઠ સુધી આવીને અટકી ગયેલા શબ્દો – એ બધુ લઇને – આપણી સાથે જ વહેતું નાટક છે આ..!!
હું અને અમિત – અમે સાથે જોયેલું આ પહેલું નાટક. અને આમ ભલે અમારે સિલ્વર જ્યુબિલી ઉજવવાને ઘણી વાર છે – પણ ‘પ્રિયા અને પરમ’ ના કેટલાય સંવાદો પર અમે – એકમેક સામે જોઇ ને મલક્યા છે. અને સાથે જ મેં અમિતનો ખભો પણ કેટલો ભીનો કર્યો..! 🙂
અને નાટકના કોઇ એક મજબૂત પાસાની વાત કરવી શક્ય જ નથી..! દરેક કલાકારનું એકદમ powerful performance , કાજલબેનની એટલી જ દમદાર કલમ, વિરલભાઇનું Award Winning Direction, કવિ શ્રી મનોજ જોશી ‘મન’ ના હ્રદયસ્પર્શી ગીતો અને શૌનક પંડ્યાનું સાંભળતાજ ગમી જાય એવું સંગીત..!



