તમારા સમ…. – મુકુલ ચોક્સી

ટહુકો પર હવે એક પછી એક ફરમાઇશ થયેલા ગીતો મુકવાની ઇચ્છા છે… તો ચાલો… શરૂઆત આજથી જ…

આજનું આ ગીત ખરેખર ઘણી રીતે સ્પેશિયલ છે…. આ ગીતને જો વાંચતા આવડતુ હોત, તો મેં એને જરૂરથી એક પ્રેમપત્ર લખી દીધો હોત… 🙂

સૌથી પહેલા તો… એનું સંગીત… ટહુકોના નિયમિત મુલાકાતીઓ માટે મેહુલ સુરતીનું સંગીત અજાણ્યું તો ક્યાંથી હોય…!! મેહુલભાઇના પોતાના સ્વર સાથે જ્યારે આ ગીત શરૂ થાય છે, ત્યારે છેડાતો આલાપ જ મન ડોલાવી જાય… ઝડપી સંગીતની સાથે સાથે શાસ્ત્રીય સંગીતનો ખૂબ જ સરસ સમન્વય કર્યો છે એમણે.

ગીતનું શિર્ષક : તમારા સમ…. આમ જોવા જાવ તો આ બે શબ્દો કોઇ વાક્યનો અર્થ બદલતા નથી, પણ શબ્દોના ભાવ પર આ બે શબ્દોનો શો પ્રભાવ છે, એ આ બે શબ્દો કાઢીને આખુ ગીત વાંચશો તો તરત ખ્યાલ આવશે.

ગીતમાં મને સૌથી વધુ ગમતી કડી :
તમારી યાદમાં વીતે… એક એક પળ… વરસ લાગે ..
અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….

અને હા… મારા માટે આ ગીત ફરી ફરીને સાંભળવાની વધુ એક લાલચ એટલે… મુકુલભાઇની જ કલમે લખાયેલી અને મારી ઘણી ગમતી ગઝલ ‘ચૂમી છે તને..’ ના બે શેર.. !! આમ એક ગીતની વચ્ચે બીજી ગઝલના શેર વાંચો તો કંઇક અજુગતુ લાગે કદાચ… પણ મેહુલભાઇના અવાજમાં એ સાંભળતી વખતે એટલી મજા આવે છે કે … વાહ વાહ….

અને હા… કોઇક વાર મેહુલભાઇને રૂબરૂમાં સાંભળવાનો લ્હાવો મળે, તો આ ગીતની ફરમાઇશ કરવાનું ભુલશો નહીં.

અને છેલ્લે, એક સંદેશ મેહુલભાઇ માટે :
તમારા સૂરની રેલાય છે મૌસમ….
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

tamara sam...

( બનું હું ફુલ, તો બનશો તમે શબનમ.. )

.

you gotta believe me…. !!!
liquid music with mehul….
તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ…..
તમારા સમ….
you gotta believe me…. !!!
come on ms….

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને

બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

————————–

ફરમાઇશ કરનાર મિત્ર : ડો. વિવેક ટેલર

વ્હાલા વિવેકભાઇ, Happy Birthday. 🙂

————————–

નીચે અભિપ્રાય વિભાગમાં ચિરાગની વાત વાંચીને યાદ આવ્યું…. આ ગીત ડાઉનલોડ કરવું છે ?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અને મેહુલ સુરતીના આ અને બીજા ઘણા ગીતો ડાઉનલોડ કરો, એમની વેબસાઇટ પરથી.

————————–
ગીતની લંબાઇને ધ્યાનમાં રાખીને રેકોર્ડ ન થયેલી પંક્તિ : ( આ પંક્તિની સાથે બીજી થોડી પંક્તિઓ પણ સાંભળવી હોય તો તક મળ્યે મેહુલભાઇના કોઇ કાર્યક્રમમાં અચૂક જશો. )
તમે પહેલા આગળ રહીને પછી નજદીક આવો છો,
રડાવેલી એ આંખોને જ ખુશીઓથી સજાવો છો,
તમે અમને ડૂબાડી પછી હોડી બચાવો છો,
ખરા માઝી તમે છો કેવા સંયમથી સતાવો છો,

જખમ પણ આપ છો ને આપ છો મરહમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
————————
ગઝલ ‘ચૂમી છે તને’ ના બધા શેર અહીં વાંચો

84 replies on “તમારા સમ…. – મુકુલ ચોક્સી”

  1. સુંદર શબ્દો અને તાલ થી શોભિત ગઝલ ને પરદેશીય સંગીત થી સજાવ્યું તો પણ મીઠું લાગ્યું. શબ્દો ની બેવડી અસર છે, એક બાજુ પ્રેમાલાપ, તો બીજી તરફ સુફી વાણી! ધન્યવાદ, મેહુલ્ ભાઈ.

  2. સમય સાથે સઘળુંય બદલાય. નવું સંગીત જુના કરતા અલગ જ હોય. આધુનિક ગીત-સંગીત ઘણા બધા નવા અને મધુર અને સુંદર રૂપો સાથે પ્રત્યક્ષ થયું છે.

    પરંતુ… અહી… એક સારા કાવ્યનો, અને સુંદર રીતે સ્વરાંકન થયેલ ગીત નો સંપૂર્ણ વિનાશ થયો છે. જે રીતે વાજિંત્રો અને audio effects ઉમેરાયા છે, એણાથી વધુ કર્કશ હોય કશું ? મસ્ત સ્વરાંકન અને કવિતાને આ રીતે કમ્પોઝ કરનાર ને ન તો સંગીત ની સમજણ છે, ન કવિતાની… અને વાહ વાહ કરનારને તો કહેવય ય શું ?

  3. ખુબ જ સરસ ,મેહુલ ભાઇ…..અત્યન્ત સુન્દર રજુઆત.અભિનન્દન…

  4. મુકુલ ભાઈ ના મસ્ત શબ્દો …
    મેહુલ ભાઈ નું મસર કોમ્પોઝીશન ….
    મજા આઈ ગઈ …..
    આભાર જય શ્રી બેન ….

  5. કવિશ્રીના શબ્દોને,સ્વરાંકન ના લયને અને ગઝલના તાલબધ્ધને…અરે કોના વખાણ કરુ…ફરી ફરીને પ્રેમમાં ડુબાડી દીધા અમને તમારા સમ..!!સુપર્બ, શુભાનઅલ્લાહ, બહોત ખુબ…શું ટેશડો પડી ગયો…ઉપર મેહુલભાઈએ પણ સુન્દર લખ્યુ છેને…તેમને પણ અભિનંદન..!keep up the good work.

    તમે સ્પર્શો તો સાથે થાય અનુભવ ટાઢ તડકાનો
    તમે વરસો તો ઝાંખો લાગે છે વૈભવ આ વર્ષાનો

    તમે ના હોત તો ન અર્થ રહેતે કોઇ ઘટના નો
    તમે ના હોત તો નકશો અલગ હોતે આ દુનિયા નો
    અને આથી જ જળવાતો નથી સંયમ
    તમારા સમ તમારા સમ તમારા સમ
    રેખા શુક્લ (શિકાગો)

  6. સુન્દ૨ મન નુ સ૨જ્ન સુન્દ્૨ હોય જ .
    Mehul realy you r great .
    How we can get your CD’s
    to listen this lovely songs.

  7. મેહુલ સુરતિ ના ગિત તમરા સમ અને પ્રિયતમા…. કયાથિ મલસે…..??

  8. ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
    બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
    સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
    બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને
    great mathametics mukulbhai only u can do this and great work mehul ,i am waiting when you and hariharan work to gether and came out with extraordinory music.good bless you ………

  9. Every time I listen to this song and each time I discover new overlappings in background!!…..mehulji….fakt ekj jagya a komal dhaiwat no prayog!!…pan adbhut che!!….it is giving depth and pain to the words.

  10. Speechless!!!…..Buttery flowing voice….and sargams and taan in miya malhar with a touch of megh!!…makes the song fresh forever. Cogratulations to Mehulji!! and Jayshreeji for sharing on tahuko!

  11. hi,mehulbhai n nutan….u did a fantastic job…gr8t song….whenever i m feel tired i m soing to listen this song n m feel peace in my mind n got energy to go back my work…thnk u…a waiting for next song.

  12. આ ગીતની સૌથી ખુબસુરત કડી એટલે….

    તમારી યાદમાં વીતે… એક એક પળ… વરસ લાગે ..
    અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….

  13. આટ્લી બધી કોમેન્ટસા વાન્ચ્યા પચ્હી શુ લખુ બસ આ ટઠુકો ઉચ્હેરવા માટે તમે જુગ જુગ જીવો.આ સમ્વેદનોને શબ્દમા, સુરમા સજાવીને હૈયા ડોલાવો.
    તમારા સમ જીવી જ્વાની મજ્જા આવે ૬

  14. Hi!
    Tamara Sam Mehulbhai & Mukulbhai Geet Khub J Saras Chhe…. Aavu biju koi Geet Banavone…..
    Rajesh Chhodwadia
    Surat-9

  15. તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
    ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.
    એક પ્રેમપત્ર
    તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

  16. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
    સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

    પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
    વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

    તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…
    વાહ મુકુલભાઈ…. યૌવન ના મુક્ત પ્રેમ ની અભિવ્યક્તિ,,,,!

  17. એમનીજ હાજરી ન હતી…..એમનાજ સ્મરણ મા…
    બાકી દુનિયા આખી હતી ….દીવાનિ એમના પ્રણયમા…

    એમની નજરો મા ઘાયલ થઈ ગયો…સનમ્…
    એમની પગલીઓ મા હ્રિદયનોજ ધબકાર ભુલી ગયો…સનમ….

    તમારા “સ્મિત” ને “ભોળી અદા” મા હુ આખિ જિદગી આખી જીવી ગયો..

    તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

  18. આખી જિદગી વિતિ જાય છે નિરખવામા સનમ્..
    ઈતેઝાર પછિ પણ મળી જાયે ..મઝિલે “એ સનમ્” …તો
    સ્વેત સોનેરી અક્ષરો થિ ….રુપેરી પાના પર્… કાજલ ને લખુ છુ….. પાપણ ના કિનારા પર
    તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

    ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
    બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
    સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
    બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને ……………સુભાન અલ્લાહ……

    અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
    તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ ………બેશક………

    તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
    સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે
    તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

    તમો ને જોઇને પાણીને પોતાને “તરસ લાગે”

    મેહુલભાઇના પોતાના સ્વર સાથે જ્યારે આ ગીત શરૂ થાય છે, ત્યારે છેડાતો આલાપ જ મન ડોલાવી જાય…
    તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

  19. મારે તમારા હમ્ મને બોવ વ્હાલા લાગો chho te geet sambhalvu che temaj download pan karvu chhe.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *