તારા વિનાનું મારું પહેલું ચોમાસું – એષા દાદાવાળા

બીજું તો કંઈ નહીં ખાસ
મારે તને આટલું જ કહેવાનું
તારા વિનાનું મારું પહેલું ચોમાસું…!

વરસાદી ટીપાં એમ સ્પર્શતા મને
જાણે તારી આંગળીઓનો જાદુ
ધોધમાર વરસાદ ને છત્રી જો એક
એક છત્રીમાં બેઉ કેમ માશું?
વાછટના સ્પર્શે એમ થાતું મને કે હવે આવીને અડકે છે તું…..!

અંદરથી ઉકળાટ થાતો મને
ને તોય આંખથી વરસે ના પાણી
તારા વિના આ વરસાદે પલળુમ
તો લાગું રાજા વિનાની કોઈ રાણી
આવી તું જાય તો ભીનાશ ઉકેલતાં એકમેકને સમજાશું….!

સૂની પથારી, બે-ચાર તમરાં ને
કાળું આકાશ બિવડાવે…
બ્હારથી રાખે મને સાવ કોરી
ને ભીતરે આખી પલળાવે
જલ્દી તું આવે એ આશાએ મેં તો ઊંધું મૂક્યું છે પવાલું…!

– એષા દાદાવાળા

13 replies on “તારા વિનાનું મારું પહેલું ચોમાસું – એષા દાદાવાળા”

  1. લખતા આવડે એટલે અવુ લખાઈ….
    જિવતા આવડે તો કાઈક જુદુ જ લખઈ….

  2. રેખાબહેના અને શિવાનીબહેનની સાથે સૂર પુરાવુઁ છુઁ.
    પવાલુઁ ઊઁધુઁ મૂક્યુઁ ….હવે પરિણામ જોવુઁ રહ્યુઁ !
    ઍષા બહેના !રાહ જોતાઁ રહીયે ને ?આભાર !

  3. આ કાવ્ય રસ થી સભર છે અને હૈયે વસી જાય એવું છે.
    બહારગામ જતા પહેલાં email check કરતા વાંચ્યું અને હૈયે જે response
    આપ્યો તે તરત જ લખી કાઢ્યો.(અવિવેક થયો હોય તો માફ કરશો.)
    હવે એમ વિચાર આવે છે કે આ કાવ્ય અને ઉપર લખેલી મારિ એની comment,
    એ બે છેડા વચ્ચે ઘણા જુદા જુદા બિંદુઓ હશે જેમાં રસ-વૃત્તિ અને આધ્યાત્મ નો
    જુદા જુદા પ્રમાણમાં સમન્વય થતો હશે.. દરેક વ્યક્તિ સમયાનુસાર જીવનમાં
    આગળ કે પાછળના બિંદુ તરફ પ્રયાણ કરતી હશે. આ કાવ્ય માણતા માણતા
    આપણે એ કલ્પિત રેખા પર ક્યાં છીએ અને કઈ તરફ જઈ રહયાં છીએ તે
    જોવાની મઝા આવે એમ છે.

  4. પાગલ પ્રેમી ની વ્યથા હણી લે મનની શાન્તિ…આ તે કેવી વ્યથા..હોય તોય ખરાબ ને ન હોય તોય ખરાબ..!! આ વાંછટ મુજને પજવે…
    અંદરથી ઉકળાટ થાતો મને
    ને તોય આંખથી વરસે ના પાણી
    તારા વિના આ વરસાદે પલળુમ
    તો લાગું રાજા વિનાની કોઈ રાણી
    આવી તું જાય તો ભીનાશ ઉકેલતાં એકમેકને સમજાશું….!

    ખુબ સુંદર..!!

  5. ખુબજ સુન્દર કાવ્ય્
    વરસાદિ તિપા એમ સ્પર્શતા મને
    જાને તારિ આગલિ યોનો જાદુ

  6. અંદરથી ઉકળાટ થાતો મને
    ને તોય આંખથી વરસે ના પાણી
    તારા વિના આ વરસાદે પલળુમ
    તો લાગું રાજા વિનાની કોઈ રાણી

    મારા દિલ ની વ્યથા જાણૅ શબ્દો મા વણૃવી હોય …..

  7. કવિ નિ વ્યથા દર્દ ભરિ પણ મનને લે છે હરિ અભિનન્દન

  8. “જલ્દી તું આવે એ આશાએ મેં તો ઊંધું મૂક્યું છે પવાલું”
    ખુબ જ સરસ રચના.

  9. જે તુજનો છે એ છે તુજ સાથે, હોય વર્ષા કે ઉનાળો,
    છોડ વલખાનો વરસાદ અને સંતાપનો ઉનો ધુમાડો,
    શ્રધ્ધાની પછેડી ઓઢી ઝાંકે જોતું નિજ અંતરમાંહી,
    વાત સરળ સમજાશે તુજને છોડી ઠાલી ખેંચાતાણી!

    આંગળીઓની રમઝટ જૂઠી, તું જોજે ‘Dirty Picture’
    છત્રી તો ગોવર્ધન ધરની , બીજી બધી છે illusion!

    ઇન્દ્રિયોના સુખની વાંહે જો ભાગે મન ના ઘોડા,
    સંયમની તું લગામ લગાવી રોકજે મિથ્યા ધોડા.
    મન-બુદ્ધિની ઉપર હંમેશા રાચે આતમ-છત્રી,
    એની શાશ્વત, શિતળ છાયા ઉગારશે હર દરથી.

    • શિવાની તારી વાત પણ છે સાચી..મેનકા એ કરાવ્યું તપભંગ,. ને અહીં તો વર-સાદ પણ છે..!!

  10. જે તુજનો છે એ છે તુજ સાથે, હોય વર્ષા કે ઉનાળો,
    છોડ વલખાનો વરસાદ અને સંતાપનો ઉનો ધુમાડો,
    શ્રધ્ધાની પછેડી ઓઢી ઝાંકે જો તું નિજ અંતરમાંહી,
    વાત સરળ સમજાશે તુજને છોડી ઠાલી ખેંચાતાણી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *