સ્વર – આશા ભોસલેં, એ.આર.ઓઝા
ગીત-સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – પરણેતર (૧૯૫૧)
સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે
રઢીયાળી રાત માથે તારલાની ભાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે
નાવલિયા તને નિરખી
મારે નૈને નર્તન જાગે
ઉરના સથવારે ઓ સજની
વીણા હૃદયની વાગે
હાથોમાં હાથ સાથે
મનને ગમતો નાથ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે
દૂર દૂર ડુંગરની કોરે
ટહુકે મીઠો મોર
ટહુકે જીવનવનમાં કોયલ
કાળજડાની કોર
વગડાની વાટ માથે હીંડોળા ખાટ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે
સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે
– અવિનાશ વ્યાસ
(ગીતના શબ્દો માટે આભાર – માવજીભાઈ ડોટ કોમ)
ઘણા લાં…બા સમય બાદ મીઠું..મધુરૂ પ્રણય ગીત માણ્યું.
ઉરના સથવારે ઓ સજની
વીણા હૃદયની વાગે..
પ્રણયની સુંદર અભિવ્યક્તિ..!!
સખી મુને બહુ વ્હાલી.
આભાર.
દૂર દૂર ડુંગરની કોરે
ટહુકે મીઠો મોર
ટહુકે જીવનવનમાં કોયલ
કાળજડાની કોર..
કુહુ કુહુ બોલે કોયલિયા…!!!
જયશ્રી બેન…ગાયીકા આશા ભોસલે જ છે ને ?
ભાઈ શ્રી હસનભાઈ સલામ
આ ગીત્ માં આશાજી અને એ. આર. ઓઝા નો જ સ્વર છે. (રેકોડ નંબર H. M. V. N- ૨૫૪૭૮ આપની જાણ ખાતર )
વધારે વિગત માટે શ્રી હરીશ રઘુવંશી સંકલીત ગુજરાતી ફિલ્મગીત કોશ જોઈ લેવા વિનંતી
આભાર સહ …..
મીઠી વાત નો ટહુકો આનંદ આપી ગયો,આભાર .
સરસ ગીત છે અને ગાયું પણ સરસ છે.