આ ગીત મોકલનાર ભાવેશભાઈ પટ્ટનીના શબ્દોમાં આ ગીત વિષે માહિતી…
ઘનશ્યામ ગગનમા ટમટમ તારા ટમકે – મુંબઈમાં ‘આ માસના ગીતો’ કાર્યક્રમમાં ગવાયેલું. સંગીતકાર અજીત મર્ચંટ. પછીથી 1976ની ફિલ્મ ‘ધરતીના છોરુ’ માટે એ ગીત ‘સ્થાયી’ના શબ્દોમાં આ ફેરફાર સાથે લેવાયેલું ‘ઘનશ્યામ નયનમાં, ગુપચુપ ભટકી ભટકી, રે આ વાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી’. બંને અંતરાના શબ્દોમાં કોઈ ફેરફાર ન્હોતો કરવામાં આવ્યો. ફિલ્મ માટે જગજીત સિંઘ અને સુમન કલ્યાણપૂરે ગાયેલું. કોઈને જોઈતું હોય તો મને ઈ મેઈલ કરજો. આ ગીત લા-જવાબ છે, શબ્દો અને સ્વર-રચના બંનેની દ્રષ્ટિએ. સ્થાયીના ફિલ્મના વર્ઝન ઉપરાંત પણ બે વર્ઝન્સ છે. ‘ઘનશ્યામ ગગનમાં ટમ ટમ તારા ટમકે, રે આ રાત અચાનક મલકે, મનની વાત અચાનક મલકે’ અને બીજું ‘ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટપકી, રે આ રાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી. અમે આજે પણ આ ગીત પ્રાઈવેટ બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં રજુ કરીએ છીએ, તે પણ મૂળ શબ્દો વાળા સ્થાયી સાથે, ફિલ્મમાં વપરાયેલા સ્થાયીના શબ્દો સાથે નહીં.
Devendrabhai Pattani – Ushaben Pattani (age above 80) and Late Sanatbhai Pattani kept this song alive through the years. Janmejaybhai Vaidya also sings this song.
સ્વર – જગજીત સીંગ, સુમન કલ્યાણપુર
સંગીત – અજિત મર્ચન્ટ
ગુજરાતી ફિલ્મ – ધરતીના છોરુ (૧૯૭૬)
ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન
મનનું મારૂં માનસરોવર
આવ આવ ઓ હંસી
ઘટગુંબજમાં બજે સુમંજુલ
સુખ વ્યાકુલ સ્વરબંસી
સુમરન જાગત ઝબકી ઝબકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન
પવન લહર આ પ્રીત બાવરી
નાચત હલકી હલકી
નિશિગંધાની સોડ તજીને
મઘમઘ સોડમ છલકી
ભરભર મિલન ગીતની મટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન
– વેણીભાઈ પુરોહિત
Need original song, sung by Sh Ajit Merchant couple… મનની વાત અચાનક મલકે’ અને બીજું ‘ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટપકી, રે આ રાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી. અમે આજે પણ આ ગીત …
વાહ
જગજિત and Suman Kalyanpurkar
Old memory . Great poetry.
Interesting details.
Hope now we have all versions.
બહુરૂપી ફિલ્મમા મારા દાદા શ્રી ભવાનીશંકર વ્યાસે ગાયક અને સંગીતકાર ની ભૂમિકા ભજવી હતી. તે ભવાઈ કલાકાર હતા.
અજીત શેઠ અને નિરુપમા શેઠના કંઠે આપે સાંભળેલું આ ૧૯૭૬ મા..
એક મિત્ર ને ઘરે કેલિફ્ર્નઆમા…
તેઓનુ ગાયેલુ ગેીત આપ અહિયા મુકિ શક્શો? આભાર્..
Though this song was composed in 1976, still in today’s date, it is as popular as it was in 1976.This is the Magical contribution to Gujarati Sugam Sangeet.
મુ.દેવેન્દ્ર પટ્ટણી ( દેવુભાઇ ) હાલ ભાવનગરમા દેરી રોડ પર પહેલે માળે ગૌતમ કુન્જ મા રહે છે.મુ.ઉશાબેનનુ અવસાન થયુ છે.
તેમનો ફોન નં ૦૨૭૮ ૨૨૦૧૨૫૦ છે.
ભાવેસ ભઈ મૈલ @ minalsdoshi@yahoo.co.in
સર્વ પ્રથમ જયશ્રીબહેન અને ટહુકો ટીમનો ખૂબ ખૂબ આભાર આ ગીત બહોળા વર્ગ સુધી પહોચાડવા બદલ.
મારું ઈ મેઈલ આઈ ડી foretelling@gmail.com
અપર્ણા બહેન,
હું અજિતભાઈ અને નિરુપમાબહેનના અવાજમાં જે ટ્રેક છે તેની તલાશમાં જ છું. એ મળી જશે એટલે જયશ્રીબહેનને જરૂર મોકલી આપીશ.
રેખાબહેન, કમલેશભાઈ,
આનંદ થયો કે આપણે ગીત ગમ્યું.
ઉદયનભાઈ,
તમારી વાત સાચી છે, આ ગીત ઘણા લોકોએ પછીથી ગયું છે. મને યાદ છે ત્યાં સુધી નયન પંચોલી (અમદાવાદ) પણ આ ગીત દેવેન્દ્રભાઈ અને ઉષાબહેન પાસે શીખેલા અને ક્યારેક કાર્યક્રમોમાં રજુ કરે પણ છે.
કૃતેશભાઈ,
આપણી પાસે જે માહિતી છે તેમાં થોડો સુધારો એ કરવાનો કે જગજીતનું પહેલું ફિલ્મ રેકોર્ડીંગ ‘લાગી રામ ભજનની લગની’ હતું, ઘનશ્યામ ગગન નહીં, સાલ માં દ્વિધા છે ૧૯૬૩ કે ૧૯૬૯, પણ લાગે છે કે ‘૬૯ જ હશે. ટહુકો પર આ ગીત છે જ, ગીતકાર વેણીભાઈ અને સંગીત અજીતભાઈ, ફિલ્મના પ્રોડ્યુસરના નામમાં પણ દ્વિધા છે. કાં તો વડોદરા વાળા સુરેશભાઈ અમીન હતા અથવા જુનાગઢના ઉમાકાંતભાઈ દેસાઈ અને શિવલાલભાઈ – ફિલ્મ ભવાઈની કળા પર આધારિત હતી. મને જુનાગઢના નિર્માતાઓ હશે એ વિગત વધુ સાચી લાગે છે, થોડા પુસ્તકોના પાનાં ફરી ઉથલાવી જોઇશ. ફિલ્મનું નામ (આ વિગત પાકી છે) ‘બહુરૂપી’.
અશ્વિનભાઈ આપનો પણ આભાર, કોમેન્ટ માટે
અતુલભાઈ,
તમે હેન્રીભાઈ અને અનુપમભાઈના ભાઈ ને? હું નરેશભાઈ તાનીબેનનો દીકરો છું. આપે જે માણ્યું છે એ મેં પણ દેવુમામા ઉષામામી અને સનતમામા પાસે માણ્યું છે. એક વાર ઉષાબેન શાસ્ત્રી (આપના મમ્મી) અમદાવાદ આવેલા અને હું ગ્રામોફોન અને રેકોર્ડ લઇને એ લોકોને જુના ગીતો સમ્ભાવવા ગયેલો, શરત એ હતી કે હું કયું ગીત વગાડીશ એ કોઈએ જોવાનું નહીં !
પીનાકીનભાઈ,
આપ મને ઈ મેઈલ કરી શકો છો, હું આપને દેવેન્દ્રભાઈ ઉષાબેનનો સંપર્ક આપીશ. અત્યારે ભાવનગરમાં છે. ગઈ દિવાળી મેં એમની સાથે પસાર કરેલી.
રવીન્દ્રભાઈ,
અજીત શેઠ અને નિરુપમા શેઠના કંઠે આપે સાંભળેલું તે જાણી હું ખુબ રાજી થયો. મને એ સદભાગ્ય નથી સાંપડ્યું.
વિજયભાઈ, આપને હું ગીત મોકલી આપીશ.
સપ્રેમ અને સાભાર,
ભાવેશ એન. પટ્ટણી
Bhaveshbhai, your e mail id is not mentioned here.
ભાવેશ ભાઈ, મને બન્ને ગીતો મોક્લી આપ્શૉ?email address vijaybhatt01@gmail.com
આભાર્!!
Shree Jayshreebahen/Amitbhai,
We had requested for contact no. of Shree Devendrabhai Pattani. Could you please help us to get the same through Shree Bhaveshbhai Pattani?
Thanks/Best Regards.
Pravin Goradia
અરે બહેના ! ગેીત વાઁચ્યુઁ પણ સઁભળાયુઁ નહીઁ….
ગેીત ગમવાનો તો પ્રશ્ન જ ક્યાઁ ?
નારાજી કેવી રીતે વ્યક્ત કરુઁ ?
ખરેખર લાજવાબ ગીત.જુના ગીતોની મઝાજ કૈ અજબ છે. દિલમા વસી જાય.અજીત શેઠ અને નિરુપમા શેઠ્ના કન્ઠે પણ સામ્ભળ્યુ છે.
Liked it so much.Shree Devendrabhai&Ushabahen were staying opp.to ourhouse in Ahmedabad and many a times we were having ‘BETHAKS’and enjoying REAL SANGIT.By the grace of God, we are also fond of singing. My wife, Veena has learnt Haveli Sangeet and she sings everyday in front of Thakorji.We will be obliged if Shree Bhaveshbhai can provide us their address and contact no. because after they left Ahmedabad, we have no contact.We are also 75 & 74.
Thanks/Best Regards.
Veena & Pravin Goradia
તમે આજે અતીતના સંભારણા કરાવ્યા. આનંદની અનુભુતી વર્ણવા માટે શબ્દો નથી મળતા. દેવેન્દ્રભાઈ, ઉષાબેન અને સનતભાઈ અમારા સંબંધી થાય,કાકા – કાકી. અમે તેમની પાસે Saigal , Pankaj Mullick . કાનનદેવી, Juthika Ray ને સાંભળીને મોટા થયા છે. અમારા ઘરે અવારનવાર સંગીત ની મેહફીલ થતી. ખુબ ખુબ આભાર.
અતુલ શાસ્ત્રી
વેણિભાઈના શબ્દૉની રમત!! આન્ખૉ મા અફિણ પાગલ બનાવે છે
આ ગીત વિશે વધુ માહિતી.
આ ગીત ગાયક જગજિતસિંહની કારકીર્દીનું પ્રથમ ફિલ્મી ગીત હતું. જગજિતસિંહની ફિલ્મી સફરનો પ્રારંભ આ ગીત થી થયેલ.
બહુરૂપી ફિલ્મમા મારા દાદા શ્રી ભવાનીશંકર વ્યાસે ગાયક અને સંગીતકાર ની ભૂમિકા ભજવી હતી. તે ભવાઈ કલાકાર હતા.
An everlasting,evergreen melody and a pioneering composition by late Shri Ajitbhai Merchant.This has been presented by several singers over at least five decades.
ખૂબ મઝાની રચના….સરસ ગાયકી……..
ભરભર મિલન ગીતની મટકી
રે આ વાત અચનાક મલકી,..
ક્લાસિકલ ને હુલામળા શબ્દો..સિમ્પલી સુપર્બ…ખુબ જ ગમ્યું આ ગીત..!!
ભાવેશભાઈ, મૂળ ગેીત મોકલી શકશો?
શ્રી વેણીભાઈના ગીતોનો કાર્યક્રમ કોલેજમા યોજેલો (૧૯૭૩)
તે વખત આ ગીત પણ હતુ એક વર્ઝન કદાચ નિરુપમા શેઠ – અજિત શેઠ
ના સ્વરમા છે.
In 1975-76 Ajit Sheth and Nirupama Sheth sang the original version in a private music party. Dr. Arun Sheth in Seal Beach California might have a cassette of their entire program….
Dear Girishbhai, thank you for the information. Can you please help us get in touch with Dr. Arun Sheth?
ભાવેશભાઈ
અજીતભાઈના “સંગીતભવન ટૃસ્ટનો સંપર્ક કરો તો કદાચ
કંઈક મળી આવે. મુમ્બઈ ફોર્ટમાં ઓફીસ હતી. ઈસ્માઈલ
બિલ્ડીંગમાં.
અપર્ણાબેન, સંગીતભવન ટૃસ્ટનો સંપર્ક કરેલો ચ્હે. કોઇ જવાબ નથેી. હા ઑફિસ તો ખ્યાલ છે. અજીતભાઈ અને નિરુપમાબેન વાળૂ વર્ઝન શોધેી કાઢશુઁ. આભાર
ભાવેશભાઈ,
રજત ધોળકીયાનો કોઈ સંપર્ક હોય તો કદાચ વાત બને.
માફી ચાહું છુ આટલો રસ લેવા બદલ પણ ગીત મળ્યા
બાદ બધી મહેનત લેખે લાગશે.
અપર્ણાબેન,
તમે રસ લઈ રહ્યા છો એ તો સારી બાબત છે, એમાં માફી માગવાની જ ન હોય ને? તમે તો મદદરુપ થઈ રહ્યા છો, હું આપનો આભારી છું. રજતભાઈના લગ્ન અજીતભાઈ શેઠ અને નિરુપમાબહેનના પુત્રી ફાલ્ગુનીબેન સાથે થયા છે એટલે એ મદદરુપ થઈ જરુર શકે. અત્યાર સુધી જે પ્રયત્નો કર્યા એની વિગત નીચે મુજબ છે.
1. સંગીતભુવનમાં વાત થઈ છે. એ લોકો ફાલ્ગુનીબહેન સાથે વાત કરીને જણાવશે.
2. અજીતભાઈ મર્ચન્ટના પત્ની સાથે વાત થઈ છે. એમને મારે આવતા સપ્તાહે ફોન કરવાનો છે.
3. ઉર્વિશભાઈ કોઠારી (પત્રકાર) જુના ગીતોનું કલેક્શન કરે છે, મારી જેમ જ રેકૉર્ડસના શોખીન છે – તેમની સાથે પણ વાત થઈ ગઈ છે. અજીતભાઈ મર્ચન્ટે એમનું બધું ઉર્વિશભાઈને સોંપેલું, કે તમને યોગ્ય જણાય તે કરજો – એટલે ઉર્વિશભાઈ પણ આ અજીતભાઈ શેઠ અને નિરુપમાબેન વાળો ટ્રેક શોધી આપવા મદદરુપ થશે.
તમને છતાંય બીજું કાંઈ સુઝે તો કહેજો. કોઈની પણ પાસે મુંબઈના ‘આ માસનાં ગીતો’ નું રેકૉર્ડિંગ હોય તો તેમાં આ ગીત હોવું જ જોઈએ.
આભાર અપર્ણાબહેન