Category Archives: સંગીતકાર

રેડિયો ૨૩ – પ્રફુલ દવે (લોકગીતો)

સૌને નવરાત્રીનાં છેલ્લા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!! સાથે મજા લઈએ ગુજરાતના લોકલાડીલા લોકગાયક શ્રી પ્રફુલ દવેનાં અવાજમાં અમને ખૂબજ ગમતા આ લોકગીતો……

સ્વર – પ્રફુલ દવે, ભારતી કુંચલા અને વ્રુંદ
સંગીત – બ્રિજરાય જોશી
આલબ્મ – ગીત ગૂનજન ૧

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૦૧ હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે….
૦૨ કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો….
૦૩ હાલ્યા મીરાબાઈ દ્વારિકાને….
૦૪ એક રંગ ભર રસીએ પૂછ્યોજી….
૦૫ કાંકરીના માર્યા કદી મર્યે….
૦૬ રમો રમો ગોવાળીયા મારગડો મેલીને….

માતાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ….

નવરાત્રી હજી ચાલી રહી છે…..ગઇકાલે આપણ એક નવા જમાનાનો ગરબો સાંભળ્યો હતો. તો આ જે ગુજરાતનો એક પ્રાચીન અને બહુ જાણીતો લોકગીત ગરબો માણીએ….

સ્વર – પૂર્ણિમા ઝવેરી

સ્વર – મીના પટેલ અને વૃંદ
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબ્મ – ગરબાવલી

માતાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂઝડે દીવા બળે રે લોલ.

રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.

ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી,
હાથડીએ હીરા જડ્યા રે લોલ.

ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી,
પગડીએ પદમ જડ્યાં રે લોલ.

ત્યાં છે મારા ધીરસંગ ભાઇની ગોરી,
મુખડલે અમી ઝરે રે લોલ.

માતાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂખડે દીવા બળે રે લોલ.

રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.

આપો વીઝા રે – રઇશ મણિયાર

આજે ફરી એકવાર – રેડ રાસ (૩) માંથી આ માર્મિક ગીત..! કેટલાય ગુજરાતીઓની લાગણીઓને અહીં રઇશભાઇએ અક્ષરસ: વાચા આપી છે..!! 🙂

સ્વર : અમન લેખડિયા
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુનશી

આપો વિઝા રે...

રોટલો માંગે, કોઈ જગતમાં, કોઈ તો વળી, માંગે પીઝા રે
ગુજરાતી કે’, વેઠ કરીને, પેટ ભરીશું, આપો વીઝા રે

શક્તિથી હું, ભક્તિ કરું, માત ક્યારે, કળશ ઢોળે રે
એક દિવસ તો, જઈને પડું, હું લીબર્ટી-માના ખોળે રે
કેમ અમે રે આહીં પડ્યા, જઈ મહાસુખ માણે બીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

જર્સીના, ચોકમાં જોને, કેટલા બધા, પંખી ચણે રે
મા..માનું ઘર, કેટલે હજુ, દીવા બળે જો ને પણે રે
ઓલ્યા ઓબામા, મારા રે મામા, ઊંચકી લે! થઈ પગમાં ઈજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

મંગલ ફાઈલ, ખોલો દયામય, ખોલો ને વા’લા, જલદી ખોલો રે
હું ઘૂસું ને, મારી પાછળ, ખાનદાન આખું, કરે ફોલો રે!
ભાઈભત્રીજા, સાસુ સસરા, સાળા સાઢુ, બેન ને જીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

– રઇશ મણિયાર

અમે મહિયારાં રે ગોકુળ ગામનાં – નરસિંહ મહેતા

સ્વર – પ્રફુલ દવે અને ઉષા મંગેશકર
સંગીત – ગૌરાંગ વ્યાસ

સ્વર – હેમુ ગઢવી

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં, મહિયારાં રે….ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે….મારે દાણ દેવા, નહીં લેવા, મહિયારાં રે….ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વારો
દુ:ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે….મારે દુ:ખ સહેવા, નહીં કહેવા,મહિયારાં રે….ગોકુળ ગામનાં

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે….મારે જાગી જોવું ને જાવું. મહિયારાં રે….ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ-ભવનો ભાર જી
નિર્મળ હૈયાંની વાત કહેતા, મહિયારા રે….ગોકુળ ગામનાં

– નરસિંહ મહેતા

ચલ રાધીકે રાસે રમવા – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

સ્વર / સંગીત – કર્ણિક શાહ

ચલ રાધીકે રાસે રમવા આપણ સાથે જઈએ
ઘેરો ઘાઘર લલચુનરીયા માથે પહેરી લેજે

પીળું પીતાંબર માથે છોગુ ખેશ મને તું દેજે
પુષ્પોનો સણગાર વાળમાં તું વેણી લઈ લેજે

યમુનાસી મમ કાળી લટ પર મોરપીછતું દેજે
કેડ કંદોરો પગમાં પાયલ નથણી પહેરી લેજે

રસે રમવા ઘુઘરી દાંડીયા તું સાથે લઈ લેજે
રસવંતો કોઈ રાસ રમીશું સંગે તું ફુંદડિ લઈ લેજે

– રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

ગરબાની રીતે તું ગરબાને ગા – શ્યામલ મુનશી

ગયા વર્ષે નવરાત્રી વખતે ફક્ત શબ્દો સાથે પ્રસ્તુત કરેલો આ ‘માર્મિક, not ધાર્મિક’ ગરબો – આજે શ્યામલ-સૌમિલના સ્વરાંકન અને શ્યામલભાઇના અવાજમાં ફરી.. ગરબો પણ એવો મઝાનો છે કે મારા જેવાઓની હૈયાવરાળ નીકળતી તો લાગશે જ – પણ મસમોટા ગ્રાઉંડમાં અને કાનતોડ સાઉંડમાં ગરબે રમવાવાળાઓને પણ આના પર ગરબા રમવાની મઝા આવશે..!!! 🙂

સ્વરાંકન :  શ્યામલ-સૌમિલ
સ્વર :   શ્યામલ મુનશી

અને હા … આ ગરબો જે આલ્બમમાંથી લેવાયો છે – અમદાવાદના Red FM નો Red Raas..!! છેલ્લા ત્રણ વર્ષથી નવરાત્રીમાં ‘માર્મિક’ ગરબાઓનું જે આલ્બમ બહાર પાડે છે – એમાં એવા ગીતો/ગરબા છે – જેની સાથે આજની પેઢીની આજની વાતો વણી લેવામાં આવી છે..!! અને એ આખા ખજાનાની ચાવી આ રહી..!! 🙂

Red Raas – 1 (2010)

Red Raas – 2 (2011) 

Red Raas – 3 (2012)

————————————————

Posted previously on September 28, 2011:

શ્યામલભાઇનું આ ગીત મારા જેવાઓની લાગણીઓને બખૂબી વાચા આપે છે..! (નવરાત્રીના મારા થોડા સંભારણા અહિં વાંચી શકશો). અહીં શ્યામલભાઇએ જે નવરાત્રી વર્ણવી છે – એનાથી કોઇ અજાણ્યું તો નથી જ… હું પણ એવા ઘણા મેળાવડાઓમાં ‘નવરાત્રી’ અને ‘ગરબા’ ના નામે જઇ આવી છું. અને દર વખતે એક અદમ્ય ઇચ્છા પૂરી કર્યા વગર પાછી આવી છું. એ ઇચ્છા એવી છે કે – જ્યારે સ્ટેજ પરથી ‘બાબુજી ઝરા ધીરે ચલો’ કે ‘રંગીલા રે’ શરૂ થાય ત્યારે ત્યાં જઇને એમને કહી દઉં..! – ઓ બેન (કે ભાઇ), તમે જરા ગરબાની રીતે ગરબા ગવડાવોને… !

હું ભલે એવી ‘નવરાત્રી’ઓમાં ગઇ છું, અને રાતે 3-4 વાગા સુઘી એક પણ તાળી વગર દોઢિયા કરીને રમી પણ છું. અને હવે તો વળી નવું – weekend to weekend..! દેશમાં રમાતી ૯ રાતોની નવરાત્રી અહીં ૪-૫ weekend સુધી ચાલતી હોય છે..!! પણ છતાં, મને અમારી સુવિધા કોલોની (અતુલ)ની નવરાત્રી જેવી મઝા કોઇ દિવસ નથી આવી.

કાનતોડ સાઉન્ડમાં.... કોઈ નથી રાઉન્ડમાં....

ગરબાની રીતે તું ગરબાને ગા,
આ કોઈ રેપ નથી, સાલસાનાં સ્ટેપ નથી, લોહીની લાલી છે, મેકઅપનો લેપ નથી.
આવડતું ના હોય તો શીખી લે જા. – ગરબાની

ડી. જે. નું બેન્ડ છે, સાથે ગર્લ-ફ્રેન્ડ છે, બોલીવુડ ટ્યુન્સ પર ફરવાનો ટ્રેન્ડ છે,
રમવા ક્યાંથી આવે જગદંબે મા !– ગરબાની

તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારી સંસ્કૃતિને તારો આધાર છે,
દસ દિવસ માટે તો ગુજરાતી થા. – ગરબાની

મસમોટા ગ્રાઉન્ડમાં, કાનતોડ સાઉન્ડમાં, અસ્તવ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં,
હાલ થયા ગરબાના સરવાળે આ !– ગરબાની

– શ્યામલ મુનશી

હાં રે માં આરાસૂરથી આવ્યા – મેઘલતા મહેતા

સ્વર – માધ્વી મહેતા અને વૃંદ
સ્વરાંકન – વિક્રમ પાટીલ

હાં રે માં આરાસૂરથી આવ્યા
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

સૂર તેજ માને નેણલે ચમકે
ચંદાની શીલી છાય છલકે
નવલખ તારાના મોતી માંની વાણીથી ઝરે
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

દૂર દૂરથી માં ચોક માં ઊતર્યા
ઝુકી ઝુકી ને માં ગરબે ઘુમતા
રણઝણ ઝાંઝર વાગે ઢોલીના તાલે તાલે
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

તાળી દૈ માડી ફરે ગોળ ફુદડી
વાયરે ઊડે એની લાલ ચટક ચૂદડી
ઝગમગ જ્યોતીની સેર સોના દિવડી યે સેજ
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

– મેઘલતા મહેતા

ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

નવરાત્રીન સૌને શુભેચ્છાઓ સાથે આજે માણીએ આ ગરબો….

સ્વર / સંગીત – ધ્વનિત જોષી

આવો ને અંબે માં….આવો ને અંબે માં
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

ગરબે રમવા, દર્શન દેવા
ગરબે રમવા, દર્શન દેવા
આવોને અંબે માં….આવોને અંબે માં
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

પગના ઝાંઝરીયા છમ છમ છમ છમકે
ભાલે દામણી જો દમ દમ દમ દમકે
કુમકુમ પગલા થાય….કુમકુમ પગલા થાય
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

લાલ ચટક ચુંદડીમાં હીરલાઓ ચમકે
નભમાં જાણે કે તારલીઆ ટમકે
પાલવમાં વ્યોમની છે ભાત….પાલવમાં વ્યોમની છે ભાત
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

નવ નવ સાહેલી, ગરબે ઘૂમતી જાય
ચાંચર ચોકે રે, જાણે અવની ઝુમતી જાય
જન ગણ ગદૂગદૂ થાય….જન ગણ ગદૂગદૂ થાય
ઓ મારી અંબે માં….ગરબે રમવાને આવો

રિષભ Group ના ગરબાઓ… – 3

આજે 13th October… એટલે કે, ફરી એકવાર અલ્પેશભાઇને ગમતા ગીતો સાંભળવાનું એક વધુ બહાનું :) Happy Birhtday Bhai..!! અને અલ્પેશભાઇને ખુબ ગમતા ગીતો એટલે રિષભગ્રુપના ગરબા. આ નવરાત્રીની મૌસમમાં એ પણ તો વધુ યાદ આવતા હોય છે, બરાબર ને ?

 

  • વેણુ વગાડતો..
  • .

  • કાન્હા ગોકુળ તે ગામ આજ આવ રે..
  • .

  • મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત
  • .

  • વ્હાલમની વાંસળી વાગી
  • .

  • તમે ટહુક્યાને આભ મને ઓછું પડ્યું
  • .

  • મારો ગરબો ઘૂમ્યો રે લોલમલોલ…
  • .

  • હું તો ગરબે ઘૂમું ને ગોપી થઇ જાઉં
  • .

  • મા તારો ગરબો ઝાકમઝોળ
  • .

  • માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
  • .

  • વ્હાલમની વાત કંઇ વહેતી કરાય નઇ
  • .

  • અલબેલો મને અડકે રે આંખથી
  • .

  • ઝીણા ઝરમરિયા મેહુલિયો વરસે
  • .

  • સાહ્યબો મારો રતુંબડો ગુલાલ રે
  • .

  • પનઘટે ઝલકતી ગાગર સાંભરે
  • .

  • ચાલો પાવાગઢ જઇએ
  • .

  • આજ તો ગોકુળ ગામને ગોંદરે
  • .

  • ઘેરું ઘેરું નગારું બોલે રે…
  • .

  • લેંબુડાના લીલા પીળા પાન..
  • .

  • રાધા ગોવાલડીના ઘર પછવાડે
  • .

પહેલા મુકેલી રિષભ Group ના ગરબાઓ ની રેડિયો પોસ્ટ અહી જુઓ –

રિષભ Group ના ગરબાઓ… – 1

રિષભ Group ના ગરબાઓ… – 2

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ? – સુરેશ દલાલ

ગઇકાલે અમારા Bay Area ના ગુજરાતીઓને Munshi Trio અને તુષારભાઇ સાથે ‘મસ્તી અમસ્તી’માં ખૂબ જ મઝા આવી..! Unforgettable Experience..! અને આજે અમે તૈયાર છીએ – ગુજરાતી ગીતો-ગઝલોનો બારમાસી વૈભવ માણવા ..!! તો એની જ પૂર્વતૈયારી રૂપે તમને સંભળાવું – આ  મારું એકદમ ગમતું ગીત..!  અને એમાં પણ આ શબ્દો –

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?

અને એક નશા પર બીજો નશો ચડતો હોય એમ – સુરેશ દલાલના આ શબ્દો અને શ્યામલભાઇનો અવાજ..!!

કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? ...!

સ્વર : શ્યામલ  મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ  મુન્શી

.

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?     આટલું બધું  o

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?      આટલું બધું  o

– સુરેશ દલાલ