નવરાત્રી હજી ચાલી રહી છે…..ગઇકાલે આપણ એક નવા જમાનાનો ગરબો સાંભળ્યો હતો. તો આ જે ગુજરાતનો એક પ્રાચીન અને બહુ જાણીતો લોકગીત ગરબો માણીએ….
સ્વર – પૂર્ણિમા ઝવેરી
સ્વર – મીના પટેલ અને વૃંદ
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબ્મ – ગરબાવલી
માતાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂઝડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી,
હાથડીએ હીરા જડ્યા રે લોલ.
ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી,
પગડીએ પદમ જડ્યાં રે લોલ.
ત્યાં છે મારા ધીરસંગ ભાઇની ગોરી,
મુખડલે અમી ઝરે રે લોલ.
માતાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂખડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
મારા માનીતા ગરબા સાઁભળવાની મજા માણી.
આભાર જ, ને અ. નો…
આપણી આ ગરબાની પરંપરા બહુ મઝાની છે. ગરબામા આવતો વ્યક્તિનો ઉલ્લેખ એ વ્યક્તિને વ્યક્તિવિશેષ બનાવી દે છે. ગરબાની રમઝટ ઓર વધારી દે છે.
આભાર સરસ સરળ રચના.
પારમ્પરિક ગરબો સામ્ભળવાની મઝા આવી. ગાવામા ક્રમ ફેરવઅઈ ગયો છે.પહેલા આવે છે ધીરસીન્ગ પઈ માનસીન્ગ અને પ રુપસિન્ગ.શબ્દોમા પણ થોડા ફેરફાર દેખાય છે.
અષ્ટમીના દિવસે નવરાત્રિમા, માતાજીના ઊંચા મંદિરની દિવ્યતા, ભવ્યતાના દર્શનની અનુભૂતી અનુભવવા મળી, આભાર…….
The singer is Purnima Jhaveri.