ગઇકાલે અમારા Bay Area ના ગુજરાતીઓને Munshi Trio અને તુષારભાઇ સાથે ‘મસ્તી અમસ્તી’માં ખૂબ જ મઝા આવી..! Unforgettable Experience..! અને આજે અમે તૈયાર છીએ – ગુજરાતી ગીતો-ગઝલોનો બારમાસી વૈભવ માણવા ..!! તો એની જ પૂર્વતૈયારી રૂપે તમને સંભળાવું – આ મારું એકદમ ગમતું ગીત..! અને એમાં પણ આ શબ્દો –
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
અને એક નશા પર બીજો નશો ચડતો હોય એમ – સુરેશ દલાલના આ શબ્દો અને શ્યામલભાઇનો અવાજ..!!
સ્વર : શ્યામલ મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
.
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? આટલું બધું o
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? આટલું બધું o
– સુરેશ દલાલ
This is a poem about self love.
I am getting error ” file not found” . Kindly upload it again so that I can hear it. Thanks
I like it
બહુજ સરસ મજા આવી ગયી.
બહુજ સરસ્ ૫૦ વખત ગેીત સમ્ભદ્યુ અભિનન્દન્.
ગેીત મુન્શીજી પાસે સુન્દર રાગે અને સૂરે સાઁભળ્યુઁ.
ગેીત કોને સઁબોધીને ગવાયુઁ છે તે અસ્પષ્ટ રહ્યુઁ.
આભાર જ. ને અ .નો. ..ગેીત માણ્યુઁ.
ગેીત ઘણુઁ તૂટક ને ટુકડે ટુકડે વાગે છે.
સ્ગબ્દો સુન્દર્ આભાર !
you are doing a great job – keep it up – we far from
Gujrat ( Nairobi – Kenya) enjoy the site and keep in touch with our Matru -bhasa.If you ever come to Nairobi , will be pleased to meet you and your team
आमा शुं वात छे ते मने खबर नथी पडती।
हु तो एम कहु –
मा जेटलो प्रेम कदी कोई देतु हशे ?
प्रभु जेटलो प्रेम कदी कोई देतु हशे ?
જ્ય શ્રી ક્રિશ્ણ
સુરેશ વ્યાસ
વાહ !સરસ.
વ્હાલનો દરિયો,
કદી ખારો હોતો હશે?
જરા ચાખી તો જો,
મધ કદી,
ખારુ હોતુ હશે?
મજાના શબ્દો ,મજાનુ ગીત.
ખૂબ જ વહાલૉ જણાય અવાજ…
આજૅ જણાયુ…કે આટલું બધું સરસ કોઇ ગાતુ હશે.?