મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત – ગૌરાંગ દિવેટિયા

ઘણીવાર વાચકમિત્રો તરફથી એટલા મીઠા પ્રતિભાવો મળે છે….થોડા દિવસો પહેલા રીષભગ્રુપના ગરબાની રેડિયો પોસ્ટ પર આવો જ કંઇ પ્રતિભાવ આવ્યો.

…૧૦૦ ટકા ડાયાબીટિસ થવાની શકયતા !!!! ટહુકો માના કેટલાય ગીતો ઘણા મીઠા છે, પણ આ તો જાણે સીધ્ધે-સીધ્ધી ચાસણી. રીષભ ગ્રુપ ગરબા ના વીશે સાંભળ્યુ હતું, પણ i cannot think why i missed listening to these garbas all this time….!

આમ તો એમના બધા જ ગીતો સાંભળવા ગમે છે, પણ નિશા ઉપાધ્યાયના સુમધુર સ્વરમાં આ ગીત તો બસ સાંભળ્યા જ કરવાની ઇચ્છા થાય… ગીતની શરૂઆત જ કેટલી સરસ… વણખુલ્યા હોઠની વાત…. એમ પણ, આપણે ક્યાં બધી વાતો કહી શકીયે છીએ..!! સાથે સાથે , વણગાયા ગીતનો ટહુકો, મુંગા પારેવાનો છાનો ફફડાટ, જેવા શબ્દો લાગણીની તીવ્રતા ખૂબ સચોટ રીતે પ્રદર્શિત કરે છે.

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : રીષભ Group


.

મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,
મારા થંભ્યા હિંડોળાને ઝૂલવું રળિયાત

ફૂલોના આંસુઓ લૂછે પતંગિયા
ભમરા તો રસમાં ચકચૂર;
પાંપણના ઝાકળને સૂરજની ઝંખના
ને આંખો તો સ્વપ્ને ભરપૂર

મારે વણખીલી કળીઓની કરવી છે વાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

રાધાની વેદનાનાં જંગલ ઊગ્યાં
ને એમાં રઝળે છે મોરલી ના સૂર,
આંખ અને આંસુને ઝીણો સંબંધ
કે કોઇ પાસે નથી ને નથી દૂર.

મારે મનગમતા સગપણની કરવી છે વાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

મૂંગા પારેવડાનો છાનો ફફડાટ
અહીં જગવે છે કેવું તોફાન!
વણગાયા ગીતનો ટહુકો ઊડે
અને ભૂલું છે કહાન સાનભાન !

હું તો ઘેનમાં ડૂબું અને વીતે છે રાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

24 replies on “મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત – ગૌરાંગ દિવેટિયા”

  1. ખુબજ સુન્દર શબ્દ રચના સે.(i m always using se for chhe.bcs.i doesn’t like ચે)શબ્દ માધુર્ય પન નિતરતુ જોવા મલે સે.મજા આવિ.

  2. પ્રિય મિત્રો

    મને ખુબ આનન્દ થૈ વચ્હે કે મારિ સ્વર્રરચના અને શબ્દો લોકો ને સ્પર્શિ રહ્ય ચ્હે.

  3. #
    મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત – ગૌરાંગ દિવેટિયા , ટહુકો , નિશા ઉપાધ્યાયને આભિનંદન …

    આમ તો એમના બધા જ ગીતો સાંભળવા ગમે છે, પણ નિશા ઉપાધ્યાયના સુમધુર સ્વરમાં આ ગીત તો બસ સાંભળ્યા જ કરવાની ઇચ્છા થાય… ગીતની શરૂઆત જ કેટલી સરસ… વણખુલ્યા હોઠની વાત…. એમ પણ, આપણે ક્યાં બધી વાતો કહી શકીયે છીએ..!! સાથે સાથે , વણગાયા ગીતનો ટહુકો, મુંગા પારેવાનો છાનો ફફડાટ, જેવા શબ્દો લાગણીની તીવ્રતા ખૂબ સચોટ રીતે પ્રદર્શિત કરે છે.

    . આવા સુંદર માવજત ભર્યા ગીત માટે ટહૂંકો અને આ ગીત રજૂ કરનાર ટીમને ફરી ફરી અભિનંદન.
    . આભાર ….
    . * જગશી ગડા – શાહ
    . * વિલેપાર્લે – મુંબઈ

  4. …ફૂલોના આંસુઓ લૂછે પતંગિયા
    ભમરા તો રસમાં ચકચૂર;
    પાંપણના ઝાકળને સૂરજની ઝંખના
    ને આંખો તો સ્વપ્ને ભરપૂર….

    સુંદર ગીત!…

  5. વણગાયા ગીતનો ટહુકો ઊડે
    અને ભૂલું છે કહાન સાનભાન !…..

    કે કોઇ પાસે નથી ને નથી દૂર………..
    કે કોઇ પાસે નથી ને નથી દૂર…………………

  6. રાધાની વેદનાનાં જંગલ ઊગ્યાં
    ને એમાં રઝળે છે મોરલી ના સૂર,
    આંખ અને આંસુને ઝીણો સંબંધ
    કે કોઇ પાસે નથી ને નથી દૂર………..
    કે કોઇ પાસે નથી ને નથી દૂર. રાધાના વિયોગને બહુજ સરસ ઊપમા આપી છે..

  7. સખત સુંદર રજૂઆત અને ખરેખર દિલ થી કહું તો રૂવાટા ઉભા થઇ ગયા અને સાચે મને તો બહુજ ગમ્યું છે.. આભાર અને આવું કરતા રેહજો..હું પણ લખું છું એટલે મને આ ગીત અત્યંત પસંદઆવ્યું..

  8. મારે મનગમતા સગપણની કરવી છે વાત
    મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

    ઘણી સુંદર રજુઆત….

  9. આંખ અને આંસુને ઝીણો સંબંધ,
    કોઈ પાસે નથી ને કોઈ દૂર.

    સારુ થયુ આખુ ગીત ના મુક્યુ નહી તો આ પણ નિશા ઉપાધ્યાય નો સુમધુર સ્વર ૧૦૦ ટકા ડાયાબીટિસ ક્રરાવત…

    …………………………..પણ પણ શુ ખરેખર આખુ ગીત નથી મુકાય તેમ્….

  10. Jayshreeben, Once more Tahuko proved it’s name! Whenever I listen these Garaba(s), I am realizing what I am missing! Thanks a lot for such a melodious music. I really admiring your test! Maa Arki and Rishabh group is THE BEST in the world!

  11. વણગાયા ગીતનો ટહુકો ઊડે
    અને ભૂલું છે કહાન સાનભાન……

    ગીતનો ટહુકો જો સાનભાન ભૂલાવે,
    તો આખું ગીત સાંભળીએ તો શું થાય?
    સુંદર ગીત!
    આભાર!

  12. jaishree ben sachu kahu mane savarna thodi j var no samay male tyare mane em thay k hu badha juna ane odkhita j gito sambhdu etle aatla divso hu mara roj na j gito sambhdti pan aa git na sabdo etla gamiya k thau k chalo sambhdu to khari ane sambhdiu to sache khub gamiu. have roj mukaytela badha gito sambhdis. thanks jaishree ben.

  13. રાધાની વેદનાનાં જંગલ ઊગ્યાં
    ને એમાં રઝળે છે મોરલી ના સૂર,
    આંખ અને આંસુને ઝીણો સંબંધ,
    કોઈ પાસે નથી ને કોઈ દૂર.

    superb lines…!!

  14. really, very nice song Jayshree

    હું તો ઘેનમાં ડૂબું અને વીતે છે રાત
    મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

    very good collection

  15. ખરેખર, રિષભ ગ્રુપના દરેક ગરબા એટ્લા સરસ છે. એક વખત સાંભળવાનુ શરુ કયાઁ પછી અડધેથી ઉઠાય પણ નહી. specially my favorite one is આજ પુનમના ચંદૂની સાથે ગોપીઓ નુ જોબન નાચે. અને મળિયારુ હાલુ હાલુ. thanks to posting those all.

  16. મધુર ગીત, મધુર સ્વર, મધુર સંગીત…..
    આભાર જયશ્રી

  17. અરે વાહ ! આ વણખૂલ્યા હોઠ ની તો વાત જ નીરાલી છે.
    રાધાની વેદનાનાં જંગલ ઊગ્યાં
    ને એમાં રઝળે છે મોરલી ના સૂર,
    આંખ અને આંસુને ઝીણો સંબંધ
    કે કોઇ પાસે નથી ને નથી દૂર.

    અને સાથે મધુર અવાજ અને music પણ સ-રસ છે.ખરેખર, sugar problem થાય તેવુ ગીત છે અને picture પણ fine છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *