ટહુકો શરૂ કર્યો અને થોડા જ વખતમાં સ્મૃતિપટમાં કશેક સંતાઇ ગયેલું આ ગીત યાદ આવેલું.. એને મેળવવામા પ્રયત્નોમાં અમદાવાદ દૂરદર્શનમાં ફોન પણ કરેલો, પણ કોઇક કારણસર આ ગીત ન મળ્યું. ત્યારનું શોધતી હતી આ ગીત – જે થોડા દિવસ પહેલા જ જપને શોધી આપ્યું!!
૯૦ના દસકામાં થોડા થોડા દિવસે અમદાવાદ દૂરદર્શન પર દરરોજ આવતું આ ગીત.. (ત્યારે આ ઝી-સ્ટાર-સોનીનો જમાનો નો’તો! લોકો પ્રેમથી દૂરદર્શન જોતા..!) અને જેટલીવાર આવતું એટલીવાર સાંભળવાનું – જોવાનું ગમતું..! ત્યારે તો મમ્મી-પ્પપા પણ હજુ અમદાવાદ નો’તા ગયા.. પણ તો યે – આ અમદાવાદી ગીત કંઇક ખાસ વ્હાલું લાગતું..!! અમદાવાદની સૌથી પહેલી મુલાકાત કદાચ આ ગીતે જ કરાવેલી
બાળપણની કેટકેટલી યાદો ફરી તાજી થઇ જાય આ એક ગીત સાથે….
અને આજે આ અમદાવાદી ગીત સાથે બીજા એક મજેદાર સમાચાર (ઘણાને જેના વિષે ખબર હશે જ).
અમદાવાદ શહેર પોતાની ૬૦૦મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે આ ફેબ્રુઆરીની ૨૬ તારીખે..
અને ૬૦૦ વર્ષનું આ લાડીલું શહેર છેલ્લા ૧૦ વર્ષમાં કેટલું બદલાયું છે – એ ‘આજના અમદાવાદ’થી પરિચિત કોઇ પણ વ્યક્તિ આસાનીથી જોઇ શકશે આ વિડિયોમાં (જપને દેશગુજરાત.કોમ પર એની summary આપી જ છે).
અને હા, બીજા એક મીઠ્ઠા ખબર :
આ ૬૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૮૫૦ કિલોની મજેદાર કેક કાપવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે – જે જોવા તમને પણ આમંત્રણ છે ![🙂](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f642.svg)
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો..
સ્વર – સંજય ઓઝા
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગીત – ચીનુ મોદી
http://www.youtube.com/watch?v=GQF1sr3EWFA&feature=autoshare
(in case you are unable to view this video, double click on the video to go to You Tube)
આટાપાટા આટાપાટા..
આટાપાટ આટાપાટા..
કરે શ્વાસના સાટાપાટા
લાભ સદાયે કભી ન ઘાટા
રોજ રમીને આટાપાટા
દાંત કરી દે સૌના ખાટા
શહેર નહીં યે હૈ સન્નાટા
રોજ રમે છે આટાપાટા
અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…
આટાપાટા આટાપાટા..
પાંચ બનાવયા સેતુ
તો પણ કઈ ન વળતો હેતુ
એક બીજાને જરી ન સંમજે
જાણે રાહુ-કેતુ
શહેર નહીં યે હૈ સન્નાટા…
શેરબજારે ભીડ જમાવે
લક્ષમીજી ને પગ નમાવે
(લીધા.. દીધા… લીધા.. દીધા..)
પૂરી પકોડી ખાય ચવાણુ
ઓછે પૈસે ભુખ શમાવે
શહેર નહીં યે હૈ સન્નાટા…
વ્હાલ કરીને પાતા તોલા
નામ પુછો તો સાબરકોલા
(પ્રેમમાં થોડી ફરેબી જોઇએ… ફાફડા સાથે.. જલેબી જોઇએ..
)
ચા અડધી પીવડાવીને
એ ગામમાં પાડે મોટા રોલા
શહેર નહીં યે હૈ સન્નાટા…
દીવસે ગલ્લે પાન બનાવે
રાતે સિરિયલ શૂટ કરાવે
(રોલ વિસિઆર.. સાઉન્ડ.. કેમેરા.. એક્શન)
જૂની ગાડી માંડ ખરીદે
ધક-ધક-ધક ધક
ધક્કા મારી રોજ ચલાવે
શહેર નહીં યે હૈ સન્નાટા…
હૂલ્લડ ના હેવાયા માણસ
કર્ફયુથી ટેવાયા માણસ
લાભ વગર ન કદી એ લોટે
લોભે બહુ લલચાયા માણસ
શહેર નહીં યે હૈ સન્નાટા…
કરે શ્વાસના સાટાપાટા….
******
ધન્યવાદ : deshgujarat.com
——-
અને હા.. અમદાવાદ માટેના આ બીજા ગીત પણ ફરી ફરી સાંભળવા ગમે એવા છે.