લગભગ ૨ વર્ષ પહેલા (Nov 16, 2009) ફક્ત શબ્દો સાથે પ્રસ્તુત કરેલ આ ગીત – આજે ગૌરાંગભાઇના અદ્ભૂત સ્વરાંકન સાથે ફરી એક..! ગમશે ને? 🙂
અને હા, આ ગીતની સાથે જ યાદ આવે, એવું રમેશ પારેખનું બીજું એક ગીત છે :
હાથીમતીનું પાણી રમતું પરપોટો પરપોટો,
છાનો છપનો મેં તો એનો પાડી લીધો ફોટો.
થોડા દિવસમાં એ ગીત પણ ચોક્કસ સંભળાવીશ..! પણ એ ગીત સાથે મુકવા માટે કવિ શ્રી રમેશ પારેખે પાડેલો ફોટો મારી પાસે નથી. કવિ શ્રી ની જેમ જ તો તમે હાથમતી નદીનો છાનો છપનો કોઇ ફોટો પાડી લીધો હોય, અને ટહુકોના મિત્રો સાથે વહેંચવાની ઇચ્છા હોય, તો એ ફોટો મને મોકલશો?
ચલો, આજે તો મઝા લઇએ આ મઝાના વૃંદગાનની!
સ્વર – ? (વૃંદગાન)
સ્વરાંકન – ગૌરાંગ વ્યાસ
( . … Photo: Shaders.co.uk)
સ્વર : ભારતી વ્યાસ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત
.
પરપોટો પાણીમાં મુંઝાય હો ખલાસી,
પાણીમાં મુંઝાય હો રે, પાણીથી મુંઝાય,
પાણીથી કેમ કરી અળગા થવાય?
પરપોટો પાણીમાં મુંઝાય..
પાણીમાં બંધાણું એનું પોત હો ખલાસી,
અને પાણીમાં છપાણું એનું નામ.
સામગામ પરપોટા સોંસરો દેખાય,
અને પરપોટો ફૂટ્યો અહીંયા,
અરે પાણીમાં રહેવાને કાળીમાં ના રહેવા..
હો ખલાસી.. હો ખલાસી…
પરપોટો પાણીમાં મુંઝાય..
પાણીમાં દેખાય આખું આભ હો ખલાસી,
એમાં કેમ કરી ઉડવા જવાય,
પાંગળા તરાપા ને હોડીયું પાંગળી,
તે પાણીમાં તો એ ઉડે ભાઈ.
અરે પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય..
પરપોટો પાણીમાં મુંઝાય..
– રમેશ પારેખ
ખુબ જ આભાર્.ઘણા વરસ પહેલા એક જુદુ જ સ્વરાન્કન…………..
Years back I heard a different composition in the voice of Vibha Desai in a Shraddhanjali function which I used to compere in Ahmedabad. I exactly don’t remember the composer. Can you find out and put it here. please?
This one is also good.
પાણી નો હું પરપોટો, ખરેખર ક્ષણ ભંગુર જીવન ની આ વાત છે,રમેશભાઇ એ કમાલ કરી છે.
I am oblige.. Thanks for great song….
ગેીત તો સુન્દર ચ્ચે જ બહેનો શ્રુઆત મા ઘનુ બેસુરુ ગાય્ ચ સ્વ્રરાક્ન સુન્દર ચે
ક્ષણભંગુરતાની સરસ વાત, રપાને સલામ, સરસ સ્વરાંકન માટે શ્રી ગૌરાંગભાઈને અભિનદન, આપનો આભાર……………..
સાચે જ જીવનના પરપોટાની સુંદર રચના. સાથે સાથે થોડુક મારું.
પાણીનો હું પરપોટો કાચો,
એનું ફૂટવાનું નિર્માણ.__પાણીનો હું
શાને ધરવી બળતરા તનમનમાં,
જાણી જાણી એનું કાચું બંધાણ
સૂરજના ઝળહળ ઝળહળ અજવાળે
ઉજ્જવળ કરી દેશું આજનું પરભાત.__પાણીનો હું
પવન જળના જલતરંગ સ્વર ગાન
ભરીપૂરી લેશું તનમન ઉલ્લ્હાસ.
ભરીપૂરી દેશું પંખીના ટહુકે ટહુકે
મહેકાવી દેશું અમ અંતર અવકાશ .__પાણીનો હું
વ્હેલ મચ્છની નિતની આવનજાવન
સાચવી લેવી આપણ નિજ જાત.
સમય કાલ તણાં મરજાદી બંધન
છોડને એની સઘળી આળપંપાળ .__પાણીનો હું
ક્ષણભન્ગુર જીવનને અને ક્ષણભન્ગુર પરપોટાને કવિએ શબ્દાન્કન કરીને અને શ્રી ગૌરાન્ગ વ્યાસે સ્વરાન્કન કરીને
જીવન્ત અને અમર બનાવી દીધુ.જીવનની વાસ્ત્વિકતાની કઠોરતા પણ શબ્દ અને સ્વર દ્વારા આટલી મધુર આલેખી
શકાય એતો કવિ સિવાય કોણ સમજાવે?
પાણીમાં દેખાય આખું આભ હો ખલાસી, એમાં કેમ કરી ઉડવા જવાય,પરપોટો પાણીમાં મુંઝાય હો ખલાસી,પાણીમાં મુંઝાય હો રે,
પાણીથી મુંઝાય,પાણીથી કેમ કરી અળગા થવાય? પરપોટો પાણીમાં મુંઝાય..અતિસુન્દર રચના…ર.પા હવે તો હદ થાય છે…
બેશક બેમિસાલ અને લાજવાબ…મહામુલુ આ માનવ જીવન ને આ આપણી ક્ષણભંગુર કાયા ની કઠોર વાસ્તવિકતા..!!
ગેીત ગમ્યુઁ. આભાર !
બહુ સુન્દર, હ્રુદયને સ્પર્શી ગઈ. મહામુલુ આ માનવ જિવન પણ પર્પોટા જેવુ જ છે ને?
શ્રુતિ એ ગાએલ કેટ્લાક યાદ ગાર વ્રુન્દ ગાન પૈકિ નુ.શ્રુતિ ના ગાયક્માનો એક્.બહોત અચ્ચ્હ.
પરપોટા પાણીમાં મુંઝાય , વાહ સરસ વિચાર છે.
This song is very well composed by Shri Gaurangbhai Vyas,, if you can find it, we all will be oblige…
અમારા ગ્રુપ ને આ ગિત બહુ ગમ્યુ
પરપોટો પાણીમાં મુંઝાય..???!! સરસ મજાનું ગીત !!
સુંદર મજાનું ગીત…
પરપોટાની વાત કે આપણી ક્ષણભંગુર કાયાની વાત?
પાણી કે વિશ્વની માયા?
ખુબ જ સરસ રચના ર’પા સાહેબની..