ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો – અવિનાશ વ્યાસ

આ ગીત કહો કે ગરબો… પંખીઓના કલબલાટ અને વાંસળીના સૂરની સાથે શરૂઆત એવી મઝાની થાય જાણે ભર બપોરે પણ પરોઢનો વાયરો અડકી જાય…!! અને મહીડા લ્યો રે… ની સાથે સાથે જાણે આપોઆપ જ કમર અને પગ થરકવા લાગે.!!

સ્વર – હેમા દેસાઇ
સંગીત – ગૌરાંગ વ્યાસ

.

હે મહીડા લ્યો રે…
હે મહીડા લ્યો.. રે…
હે મહીડા લ્યો… રે…

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો
મહીયારણ મહી વેચવા જાય રે
માથે મટુકી મેલી..
સુરત સાંવરી, લીલી પીળી પામરી
વાયરે વિંઝાતી જાય રે
માથે મટુકી મેલી..

હો મહીડા લ્યો રે…

માથે મટુકી મેલી

ઉગતા સૂરજની છડી રે પોકારતો
બોલે રે મોર… બોલે રે મોર…
ગામને જગાડતો ઘરરર ઘરરર
ઘંટીનો શોર… ઘંટીનો શોર…

સાકરીયા સાદનો થાતો રે ઝણરો
આથમતા અંધારામાં ઝાંઝરનો ઝણકો
શેરીઓમાં પડઘા પથરાય રે..
માથે મટુકી મેલી

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો
મહિયારણ મહિ વેચવા જાય રે
માથે મટુકી મેલી

હો મહીડા લ્યો રે…
મહીડા લ્યો.. રે…
મહીડા લ્યો… રે…

ગાવલડીની કોટે, ઘંટડીયું રે વાગતી
વ્હાલાની વાંસળી ગામને જગાડતી
હું યે મીઠી ને મારા માખણીયા મીઠા
રૂપ તો અમારા એવા, કોઇએ ના દીઠા
મરક મરક મુખલડું મલકાય રે
માથે મટુકી મેલી

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો
મહિયારણ મહિ વેચવા જાય રે
માથે મટુકી મેલી

હો મહીડા લ્યો રે…
મહીડા લ્યો.. રે…
મહીડા લ્યો… રે…

11 replies on “ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો – અવિનાશ વ્યાસ”

  1. જયશ્રી
    અતિ કર્ણપ્રિય .. વધુ ને વધુ આવવા દેશોજી ..
    રાજેશ વ્યાસ
    ચેન્નાઈ(મદ્રાસ)

  2. સરસ ગીત, સરસ સ્વરાન્કન, નવરાત્રીમા એનો આનદ પ્રાપ્ત થયો, આભાર

  3. ઉગતાપરોધ્નો …વાયરો ..શુ સુન્દર શબ્દચિત્ર દોર્યુ ચે કવિએ! અને કાવ્યમા ગુન્થિને એને વધુ મનોહર બહનાવ્યુ ચે.
    હૈયામા વસિ ગયુ ચે.

  4. Hi all

    I’m in search in a song … that is sung by Diwaliben Bhill ( I’m not sure about it )

    the wordings of the song is something like following

    ” Nandi na vira vela aavjo ji ho

    keduni jovu tari vaat ….. vela valam gire aavjo ”

    can any one give me the above said song … may be download link

  5. ગાવલડીની કોટે, ઘંટડીયું રે વાગતી
    વ્હાલાની વાંસળી ગામને જગાડતી
    હું યે મીઠી ને મારા માખણીયા મીઠા
    રૂપ તો અમારા એવા, કોઇએ ના દીઠા
    મરક મરક મુખલડું મલકાય રે
    માથે મટુકી મેલી
    સુન્દર રચના છે!સંગીત પણ મધુરુ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *