અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો? – અનિલ જોશી

આજે સાંભળીએ અનિલ જોશીનું આ મઝાનું ગીત – એટલા જ મઝાના સ્વરમાં…
અને હા, સોલીભાઇને રૂબરૂ સાંભળવાનો મોકો Los Angeles – San Diego ના ચાહકો ને ટૂંક સમયમાં જ મળશે… વધુ માહીતી માટે અહીં ક્લિક કરોઃ
Sunheri Yaadein – Soli Kapadia – LA – June 25, 2010
Sunheri Yaadein – Soli Kapadia – San Diego – June 26, 2010

સ્વર – સોલી કાપડિયા
સ્વરાંકન – ગૌરાંગ વ્યાસ

(આવળનાં ફૂલ Photo : Internet)

.

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો?
એમાં શું પડી ગઈ ધાડ,
તમારી નજર જો પડી જાય ઘાસમાં,
તો તરણું પણ બની જાય પ્હાડ.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
આંખોમાં થાક હજી એટલા.

અરીસાનાં ફૂટવાથી ચહેરો ફૂટે નહીં,
ખોટાં છે કાચનાં કમાડ… તમારી નજર જો..

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા,
પડતર જમીનનાં વેરાણ,
તમે આવળનાં ફૂલ સમું એવું જોતાં કે,
સૂકી ડાળખીને ફૂટી જાય પાન.

છણકાની છાલકથી જાશે તણાઇ
તમે બાંધેલી ઉંબરાની વાડ.. તમારી નજર જો..

26 replies on “અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો? – અનિલ જોશી”

  1. anilabhaini khubaja sunder shabda rachanaa chhe..tammari jo nazara padi jaaya to ghaasapan pahaada bani jaaya.shabdani potiki sreength chhe.arisaanaa futavaathi chahera fute nahi… pankti khub gami.

  2. તમારી પાસે “અમર છે ઈતિહાસમા ગીત છે.

  3. Very beautiful and lively song…A fine mixture of old rustic thoughts woven and expressed in brief…I liked the scale changing in between the stanza……( Riminded me of R.D Burman!!!) Soli Kapadiya has done full justice to the tune. Maja padi gayi.

  4. કોઇએ અમથું પુછ્યું તું હમણાં કેમ છો?…….

    જનાબ આ ગીતતો અદભુત લાગ્યું ને કંઇ.. આફરીન…

  5. ” ચિંતા ચણશે તુજ મકાન ” અને ” પ્રભુ નાના નથિ રહેવુ મને મોટૉ બનાવી દે ” આ બે કવિતા તથા કવિ ના નામ પ્રસિદ્ધ કરવા કે મારા ઈમેઈલ પર મોક્લવા વિનંતિ. આપનિ જાણકારિ માટૅ કે આ કવિતા ૧૯૭૦ થિ ૧૯૮૦ વરસ મા ગુજ્રરાતિ વિષય મા આવતિ હતી તેવિ મારિ જાણકારી મા છે.

  6. અમથુ જરાક મને પુછયુ તો એમા શુ ૫ડી ગઇ ઘાડ સરસ મજાની શરૂઆત અને તેવો જ મજાનો અંત .

  7. વાહ
    તમારો ખુબ ખુબ આભર જયશ્રીબેન
    ઘણો આનંદ થઈ ગયો

  8. અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
    ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
    ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
    આંખોમાં થાક હજી એટલા.
    ગ્રામ્ય જિવનથી પરિચિત હોય તેમને કવિતાના શ્બ્દો વધુ અર્થપુર્ણ લાગશે..સુન્દર રચના..

  9. Jyashree
    You are doing a superb job. I want to lesion or read this song which was i learn in std 5th or 6th. “Dungar keri khin ma gabu name gam khant thi kethi karto patel pancho name.” This poem is as similar as “Zaverchand Meganis’s CHARAN KANYA”.
    Poems brief is “one teenage girl was taking a mile for her father when she was passing by jungle one lion or tiger came out &…………………… ”
    Please try to find this poem I am waiting for it.

  10. A very good composition..But I think the music is not upto the words..and has not been sung to feel.

  11. સરસ કલ્પના અને શબ્દોની ગોઠવણ. “છણકાની છાલક” ગમી.
    આભાર જયશ્રી.
    અભિનન્દન અનિલભાઈ.
    કલ્પના લડઁનથી

  12. આ ગીતના સ્વરાંકનમાં સ્વરકારે ધાડ મારિ છે,
    ગીતને વધુ પડતુ ગંભીર બનાવ્યુ છે…અને ગાયકે તેને એક શૌર્યગીતની જેમ ગાયુ છે…કોઇક વાર જિન્ગલલાગે તો ક્યારે શૌર્યગીત.કવિને ખુશ કરવા ગાયુ હોઇ તેવુ લાગે છે
    ઉત્તમ રચના

  13. ગુજરાતી film નું song હોય એવું વધારે લાગે છે. કવિતામાં બી મજા આ આવી અને સંગીતમાં બી મજા આવી.

  14. અદભુત સ્વરાન્કન…

    અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો?
    એમાં શું પડી ગઈ ધાડ,
    તમારી નજર જો પડી જાય ઘાસમાં,
    તો તરણું પણ બની જાય પ્હાડ…

  15. આ ગીતમાં જે ભાવ છે એ સમજવામાં સંગીતકારે થાપ ખાધી હોય એવું લાગે છે… સંગીત વિશેની મારી જાણકારી શૂન્યથી પણ ઓછું છે છતાં મને આ ગીત સાંભળતી વખતે કંઈક ખટકતું હોય એવું લાગ્યું…

  16. બહુ જ સરસ ગીત, જયશ્રીજી, આજે ટ્વિટર પરથી આવવાનું થયું.
    આપ કોમેન્ટ નો રિપ્લાઈ કરશો તો આનંદ થશે.

  17. છણકાની છાલકથી જાશે તણાઇ
    તમે બાંધેલી ઉંબરાની વાડ.. તમારી નજર જો..

    વાહ ભાઈ વાહ……મઝા નુ ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *