આજે 13th October… એટલે કે, ફરી એકવાર અલ્પેશભાઇને ગમતા ગીતો સાંભળવાનું એક વધુ બહાનું Happy Birhtday Bhai..!! અને અલ્પેશભાઇને ખુબ ગમતા ગીતો એટલે રિષભગ્રુપના ગરબા. આ નવરાત્રીની મૌસમમાં એ પણ તો વધુ યાદ આવતા હોય છે, બરાબર ને ?
અહીં અમેરિકામાં તો એક મહિના સુધી ચાલતી નવરાત્રી સિઝનની શરૂઆત તો થઇ ગઇ છે.. તો તમે પણ આ નોન-સ્ટોપ ગરબા સાંભળીને તૈયાર થઇ જાવ ગરબે રમવા..!! પણ હા – ગરબાની રીતે ગરબાને ગાજો !! 🙂
પ્રસ્તુત રચના ગરબાના ઢાળમા સ્વરબદ્ધ કરવાની શરુઆત કરી હતી અને અનાયાસ જે સ્વરાંકન થયું તે મરાઠી ભાવગીત જેવું બન્યું, તેથી ભાવગીતની અસર ઊભી કરવા શહેરના જાણીતા સંગીતજ્ઞ અને મિત્ર શ્રી ઉદય દડપેના કંઠમા રેકોર્ડ કર્યું. શ્રી માતાજીનો ગરબો – એક અલગ અંદાજમાં પ્રસ્તુત છે.
– વિહાર મજમુદાર
સ્વર: શ્રી ઉદય દડપે
શબ્દ અને સ્વર રચના : વિહાર મજમુદાર
કંકુવર્ણુ આભ ખુલ્યું ને
ઝગમગ પગલીના ઝાંઝરથી
ઠમકી, ધીમુ અવનિ ઉપર ઉતરી જગદમ્બા
સહસ્ત્ર નજરો જ્યાં પથરાઇ, એ ઝળહળતી કેડી
સૂર્યમુખીએ પાંદડીઓને આમ જ રમતી મેલી