જમુનાને કાંઠે….ગોપીઓ રાસ રમે….
સ્વર/સંગીત – અચલ મહેતા (રિષભ Group)
…
તારી વાંસળી વાગી જમુનાને કાંઠે આજ શ્યામ હો…
વાંસળીના સૂર સુણી ગોપીઓ રાસ રમે આજ હો…
વાંસળી વાગી આજ વનમાં હો…
મોરલો નાચે મારા તનમાં હો…
હે મારું મનડું નાચે તનડું નાચે
નાચે અંગ-અંગ કે
શ્યામ સંગ રાસ રમું આજ રે
વાંસળી વાગી ગગનમાં હો…
મન રહે ના આજ તનમાં હો…
હે મારું મનડું નાચે તનડું નાચે
નાચે અંગ-અંગ કે
શ્યામ સંગ રાસ રમું આજ રે
gud composion n mind blowing song……kirit thakor.ankleshwer
સ્ર્ર્સ ગ
ડૉ. નાણાવટીની રચના બહુ સારી લાગી.અભિનઁદન !
ગીત કરતાઁ ગાન ઊણપવાળુઁ જણાયુઁ.આભાર !
વાસળી ખરેખર બહુ સરસ વાગી.વાસળીવાદકને ધન્યવાદ્.સ્વરાન્કન કોનુ છે?
Music is by Achal Mehta (રિષભ Group)
મધુર ગિત મજા આવિ
હમણાજ લખેલું ગીત…..
વાંસળીનો નાતો દઈ હોઠે અડાડો પછી રોમ રોમ મહેકો થઈ શ્વાસ
આડબીડ જંગલમાં ખુણે ઉગેલ સાવ જાત મારી લીલુડો વાંસ
શ્યામ તમે ભાળ્યુ શું મારામાં ખાસ..?
પીંછાના ઝુંડ મહી મોરલામાં ગુંથાયો, નર્તનની ઝાઝી ઝંઝાળ
સપને પણ આવે નહીં ખ્યાલ એવા મોર મુકુટ ઉપર તેં દઈ દીધો વાસ
શ્યામ તમે ભાળ્યુ શું મારામાં ખાસ..?
ગંધાતી પોટલીમાં વાસી રે ધાન સમો, લટકાતો ભેરૂની કેડ
મુઠ્ઠીભર આરોગી હૈયાના હેત તમે અંધારે કીધો અજવાસ
શ્યામ તમે ભાળ્યુ શું મારામાં ખાસ..?
વાંસળીનો નાતો દઈ હોઠે અડાડો પછી રોમ રોમ મહેકો થઈ શ્વાસ
આડબીડ જંગલમાં ખુણે ઉગેલ સાવ જાત મારી લીલુડો વાંસ
શ્યામ તમે ભાળ્યુ શું મારામાં ખાસ..?
ખુબ સરસ રચના…! અહીં મુકવા બદલ આભાર.
ખુબજ સરસ ગેીત સ્વર રચ્ના, બકિ મારો કનો તો કાયમ વગાદે ……..ફક્ત મન થિ ….સુર મ્લવા જોઇઅએ………..મહુર રચ્ન્ના ………આબ્બ્ભાર ………….ધન્ય્વાદ ……………………………………
ખુબ જ કર્ણપ્રિય ગરબ