સ્વર – સંગીત : ઇસ્માઈલ વાલેરા
સ્વર : ?
સંગીત : ?
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
નંદકુંવર શ્યામકુંવર લાલકુંવર
ફુલકુંવર નાનો રે ગેડીદડો કાનાના હાથમાં
નટવર નાનો રે…..
ક્યો તો ગોરી ચિત્તળની ચૂંદડી મંગાવી દઉં
ચૂંદડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે…..
ક્યો તો ગોરી નગરની નથડી મંગાવી દઉં
નથડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે…..
ક્યો તો ગોરી ઘોઘાના ઘોડલા મંગાવી દઉં
ઘોડલાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે…..
ક્યો તો ગોરી હાલારના હાથીડા મંગાવી દઉં
હાથીડાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે…..
(આભાર – માવજીભાઈ.કોમ)
ખૂબ જ સરસ
મને મળેલી માહિતી મુજબ આ ગીત શ્રી ઇન્દુભાઇ ગાંધીનું રચેલું છે તેમને મોરબી હોનારત સમયની કોઈ સત્યઘટના કે લોકવાયકાનાં આધારે આ ગીત રચેલું. ભૂલ થઇ હોય તો સુજ્ઞજનો ધ્યાન દોરે…
વાહ કાનાની ક્ંઇ વાત થાય? કાના માટૅ શુંશું મ્ંગાવૅ!!!!!!!!!!!!!!
ગરબો સરસ મજાનો
જુનુ મજાનુ ગીત સંભળાવવા માટે ખુબ ખુબ આભાર.
ખુબજ સરસ મજા આવિ આભાર
આ ગરબો મને ખુબ ગમતો હતો. કોઇ ગુજરાતેી ફિલ્મમા પણ હતો તેથેી ગુજરાતેી ચિત્રહાર મા પણ જોયુ છે તેવુ લાગે છે.સમ્ભળાવવા બદલ આપનો આભાર્.
જાણીતુઁ ને માનીતુઁ ગેીતે ગમ્યુઁ.
આભાર.
કાઠિયાવાડી લહેકામા ગીત સાન્ભળ્વાની મઝા આવી.
Feel so happy to hear this beautiful song
ગુજ્રરાત ;ભારત નિ પ્રતિમા આ ભજ લોક્ગિતો વ્યક્ત કરે ;;;;;;;;;;ગાયક ઇસ્મૈલ્ભૈ વલેર્રા ;;;;;;ગેીત કન્યલલ ……………સન્સ્ક્રુતિ નો પરમ મેલ ……….