દસમા અને બારમાની તમારી પરીક્ષાઓ યાદ છે ? મારી સૌથી વધુ હાલત ખરાબ થતી સમાજવિદ્યા અને અર્થશાસ્ર્ત્ર જેવા વિષય વખતે. આજે ભલે યાદ કરતા થોડું હસવું આવી જાય, પણ ત્યારે તો એ પરીક્ષાઓ એટલે જાણે જંગ.. આખું વર્ષ બસ એક જ વાત… આ વખતે તો બોર્ડની પરીક્ષા. માનસિક તાણ શું હોય એ કદાચ એ વખતે પહેલીવાર સમજાયેલું.
આજે મને થાય છે કે મુકુલભાઇએ લખેલું અને મેહુલભાઇએ સ્વરબધ્ધ કરેલું આ ગીત એ વખતે સાંભળ્યુ હોત, તો જરૂરથી પરીક્ષાઓ વધારે સારી ગઇ હોત.
ટહુકો પર હવે એક પછી એક ફરમાઇશ થયેલા ગીતો મુકવાની ઇચ્છા છે… તો ચાલો… શરૂઆત આજથી જ…
આજનું આ ગીત ખરેખર ઘણી રીતે સ્પેશિયલ છે…. આ ગીતને જો વાંચતા આવડતુ હોત, તો મેં એને જરૂરથી એક પ્રેમપત્ર લખી દીધો હોત… 🙂
સૌથી પહેલા તો… એનું સંગીત… ટહુકોના નિયમિત મુલાકાતીઓ માટે મેહુલ સુરતીનું સંગીત અજાણ્યું તો ક્યાંથી હોય…!! મેહુલભાઇના પોતાના સ્વર સાથે જ્યારે આ ગીત શરૂ થાય છે, ત્યારે છેડાતો આલાપ જ મન ડોલાવી જાય… ઝડપી સંગીતની સાથે સાથે શાસ્ત્રીય સંગીતનો ખૂબ જ સરસ સમન્વય કર્યો છે એમણે.
ગીતનું શિર્ષક : તમારા સમ…. આમ જોવા જાવ તો આ બે શબ્દો કોઇ વાક્યનો અર્થ બદલતા નથી, પણ શબ્દોના ભાવ પર આ બે શબ્દોનો શો પ્રભાવ છે, એ આ બે શબ્દો કાઢીને આખુ ગીત વાંચશો તો તરત ખ્યાલ આવશે.
ગીતમાં મને સૌથી વધુ ગમતી કડી : તમારી યાદમાં વીતે… એક એક પળ… વરસ લાગે .. અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
અને હા… મારા માટે આ ગીત ફરી ફરીને સાંભળવાની વધુ એક લાલચ એટલે… મુકુલભાઇની જ કલમે લખાયેલી અને મારી ઘણી ગમતી ગઝલ ‘ચૂમી છે તને..’ ના બે શેર.. !! આમ એક ગીતની વચ્ચે બીજી ગઝલના શેર વાંચો તો કંઇક અજુગતુ લાગે કદાચ… પણ મેહુલભાઇના અવાજમાં એ સાંભળતી વખતે એટલી મજા આવે છે કે … વાહ વાહ….
અને હા… કોઇક વાર મેહુલભાઇને રૂબરૂમાં સાંભળવાનો લ્હાવો મળે, તો આ ગીતની ફરમાઇશ કરવાનું ભુલશો નહીં.
અને છેલ્લે, એક સંદેશ મેહુલભાઇ માટે :
તમારા સૂરની રેલાય છે મૌસમ….
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…
( બનું હું ફુલ, તો બનશો તમે શબનમ.. )
.
you gotta believe me…. !!!
liquid music with mehul….
તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ…..
તમારા સમ….
you gotta believe me…. !!!
come on ms….
તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..
અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘ બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને
બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે
બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…
————————–
ફરમાઇશ કરનાર મિત્ર : ડો. વિવેક ટેલર
વ્હાલા વિવેકભાઇ, Happy Birthday. 🙂
————————–
નીચે અભિપ્રાય વિભાગમાં ચિરાગની વાત વાંચીને યાદ આવ્યું…. આ ગીત ડાઉનલોડ કરવું છે ?
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
————————–
ગીતની લંબાઇને ધ્યાનમાં રાખીને રેકોર્ડ ન થયેલી પંક્તિ : ( આ પંક્તિની સાથે બીજી થોડી પંક્તિઓ પણ સાંભળવી હોય તો તક મળ્યે મેહુલભાઇના કોઇ કાર્યક્રમમાં અચૂક જશો. )
તમે પહેલા આગળ રહીને પછી નજદીક આવો છો,
રડાવેલી એ આંખોને જ ખુશીઓથી સજાવો છો,
તમે અમને ડૂબાડી પછી હોડી બચાવો છો,
ખરા માઝી તમે છો કેવા સંયમથી સતાવો છો,
ગઇકાલે મુકેલા ગીત – વગડાનો શ્વાસ – ની સાથે ચંદ્રકાંતભાઇએ આ ગીત યાદ કરાવ્યું, તો મને થયુ.. ચલો, शुभस्य शीघ्रम 🙂
ખરેખર… ઘણીવાર કુદરતના અમુક રંગોને જોઇને તો એમ જ પૂછવાની ઇચ્છા થાય – ये किस कविकी कल्पना का चमत्कार है… !!
Movie Name: Boond Jo Ban Gayee Moti (1967) Singer: Mukesh Music Director: Satish Bhatia Lyrics: Bharat Vyas Year: 1967 Director: V Shantaram
ये कौन चित्रकार है, ये कौन चित्रकार
हरी हरी वसुंधरा पर नीला नीला ये गगन
के जिस पे बादलों की पालकी उडा रहा पवन
दिशाएं देखो रंगभरी
दिशाएं देखो रंगभरी, चमक रही उमंग भरी
ये किसने फूल फूल से किया शृंगार है
ये कौन चित्रकार है, ये कौन चित्रकार
तपस्वियों सी हैं अटल ये पर्वतों की चोटियां
ये बर्फ की घुमेरदार घेरदार घाटियां
ध्वजा से ये खडे हुए
ध्वजा से ये खडे हुए है वृक्ष देवदार के
गलीचे ये गुलाब के बगीचे ये बहार के
ये किस कवि की कल्पना
ये किस कवि की कल्पना का चमतकार है
ये कौन चित्रकार है, ये कौन चित्रकार
कुदरत की इस पवित्रता को तुम निहार लो
इनके गुणो को अपने मनमे तुम उतार लो
चमका लो आज लालीमा
चमका लो आज लालीमा अपने ललाट की
कण कण से झांकती तुम्हे छवि विराट की
अपनी तो आंख एक है, उसकी हज़ार है
ये कौन चित्रकार है, ये कौन चित्रकार