જિંદગી – ખલિલ ધનતેજવી March 25, 2007 વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે તરણું ઊખડી જાય તો કે’જે મને જિંદગી તારાથી હું થાક્યો નથી તું જો થાકી જાય તો કે’જે મને Share on FacebookTweetFollow us
જિંદગી તારાથી હું થાક્યો નથી તું જો થાકી જાય તો કે’જે મને.. તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ, જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે. Nice One… Reply
Hu khalil bhai no fen chu mane am ni ak rachna bahuj game che jo shakya hoy to aakhi rachna mukva vinnati Zer to hu jane pi gayo aa badhane akj vandho che hu jivi gayo Reply
ત્યાગમાં ક્યાં કંઇ મહિમા જેવું લાગે છે? ભઇ આમાં તો હસવા જેવું લાગે છે. આજે કોઇ જોઇ રહ્યું છે મારા તરફ આજે કંઇ ઝળહળવા જેવું લાગે છે. એક દિવસ તો ખાબોચિયાએ પૂછ્વું મને, મારામાં કંઇ દરિયા જેવું લાગે છે? ભઇ આ તો છે મંદિર મસ્જિદ જેવું કશું, પાછો વળ, અહિં ખતરા જેવું લાગે છે. આપણો દેશ ‘ને રાજ પણ આપણું પોતાનું, એ સાચું છે પણ અફવા જેવું લાગે છે. ચાલ ખલિલ, આ અંધારાને ખોતરીએ, આમાં કંઇ અજવાળા જેવું લાગે છે. Reply
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે, મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે. તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ, જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે. છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને, માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે. કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’, જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે. Reply
Inspiring and imaginative… Is it the same author who wrote a gazal for Jagjit Singh’s album “Cry for CRY” ?? અબ મેં રાશન કિ કતારોં મેં નઝર આતા હૂં અપને ખેતો સે બિછદને કિ સઝા પાતા હૂં અપનિ નિંદો કા લહૂ પોંછને કિ કોશિશ મેં જાગતે જાગતે થક જાતા હૂં, સો જાતા હૂં. Reply
ખલિલ ધનતેજવી નૉ એક ખુમારીભર્યો શેર – કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે, હું એનાથી અઘરી જિંદગી જીવી ગયો છું. Reply
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને..
તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.
Nice One…
ખુબજ સરસ મુક્તક
Hu khalil bhai no fen chu mane am ni ak rachna bahuj game che jo shakya hoy to aakhi rachna mukva vinnati
Zer to hu jane pi gayo
aa badhane akj vandho che hu jivi gayo
ત્યાગમાં ક્યાં કંઇ મહિમા જેવું લાગે છે?
ભઇ આમાં તો હસવા જેવું લાગે છે.
આજે કોઇ જોઇ રહ્યું છે મારા તરફ
આજે કંઇ ઝળહળવા જેવું લાગે છે.
એક દિવસ તો ખાબોચિયાએ પૂછ્વું મને,
મારામાં કંઇ દરિયા જેવું લાગે છે?
ભઇ આ તો છે મંદિર મસ્જિદ જેવું કશું,
પાછો વળ, અહિં ખતરા જેવું લાગે છે.
આપણો દેશ ‘ને રાજ પણ આપણું પોતાનું,
એ સાચું છે પણ અફવા જેવું લાગે છે.
ચાલ ખલિલ, આ અંધારાને ખોતરીએ,
આમાં કંઇ અજવાળા જેવું લાગે છે.
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.
વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.
તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.
છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે.
કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.
ખરેખર પ્રેરણાદાયી બની રહ્યુ સર્વ સાહિત્ય પ્રેમી માટે
Inspiring and imaginative…
Is it the same author who wrote a gazal for Jagjit Singh’s album “Cry for CRY” ??
અબ મેં રાશન કિ કતારોં મેં નઝર આતા હૂં
અપને ખેતો સે બિછદને કિ સઝા પાતા હૂં
અપનિ નિંદો કા લહૂ પોંછને કિ કોશિશ મેં
જાગતે જાગતે થક જાતા હૂં, સો જાતા હૂં.
Nothing Word else…
nice
સુન્દર
આભાર
saBdo jyAre purNa roopey kheeLey chhey tyAre man trupT thaaye che……….
ખલિલ ધનતેજવી નૉ એક ખુમારીભર્યો શેર –
કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથી અઘરી જિંદગી જીવી ગયો છું.
વાહ ખૂબ
ખરી ખુમારીનું મોતી…
બહેનશ્રી જયશ્રીબેન,
મુક્તકના સાગરેથી ખલિલે નીપજાવેલું એક સુંદર મોતી !
ચાંદસૂરજ
ખુબ સુંદર,
વાહ વાહ
મીઠું મુક્તક
આભાર
વાહ! અતિ સુંદર… Thank you for your wonderful posts, Jayshree.