Category Archives: વસંત/ફાગણ/હોળી

વસંત/ફાગણ/હોળી

વસંત/ફાગણ/હોળી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

अरे जा रे हट नटखट ....
केनू संग खेलू होली - મીરાંબાઈ
અમે ગુલમોર પીધો - દીપક બારડોલીકર
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા - સુરેશ દલાલ
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી - રાજેન્દ્ર શુક્લ
આંખ્યુંના આંજણમાં - સુરેશ દલાલ
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. - સુરેશ દલાલ
આવી વસંત મત્ત ફૂલોની રાણી - જયંત પલાણ
કે ફાગણ આયો - મેઘબિંદુ
કેસૂડાના રંગ ભરી... - અમિત ત્રિવેદી
ગુલમ્હોર
ગુલમ્હોર મ્હોર્યા એટલે - રમેશ પારેખ
ઘેલી વસંત આવી રે... - નીનુ મઝુમદાર
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ ! -વેણીભાઈ પુરોહિત
ચાલ વસંતમાં ગુલમહોર થઈએ - અમિત ત્રિવેદી
છેલછબીલે છાંટી મુજને - પ્રિયકાંત મણીયાર
પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી
પધારો વસંતો... આ આંગણ સજાવો..!! - કમલેશ સોનાવાલા
ફરી ઘર સજાવ તું - રમેશ પારેખ
ફાગણ - મનોજ શુક્લ
ફાગણ આયો ફાંકડો કોઇ ફાગણ લ્યો - રાજેન્દ્ર શાહ
ફાગણ ફટાયો આયો - બાલમુકુંદ દવે
ફાગણ ફેન્ટેસી - જય વસાવડા
ફાગણ ફોરમતો આયો...
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં - રમેશ પારેખ
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ... - મેઘબિંદુ
મને ફાગણનું એક ફૂલ આપો - સુન્દરમ્
મનોજ પર્વ ૦૧ : રસ્તા વસંતના
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ.... - નીનુ મઝુમદાર
મારો દેવરીયો છે બાંકો - અવિનાશ વ્યાસ
મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો... - અવિનાશ વ્યાસ
રસિયો ફાગણ આયો ! - જયંત પલાણ
રેડિયો ૨૨ - હોળી / ધૂળેટી
રોકો વસંતને - જયંત પાઠક
વસંતનું પદ - મણિલાલ હ. પટેલ
સાંવર થોરી અંખિયનમેં .... - રાજેન્દ્ર શાહ
હાલ ને દેવરીયા સંગે રંગે રમીએ હોળી....
હોરી આઇ હોરી કાના... - પિનાકીન ઠાકોર
Happy Holi..કેસૂડાના રંગ ભરી… – અમિત ત્રિવેદી

સ્વર – સ્વરાંકન : રવિન નાયક

(Picture from : Flicker.Com)

કેસૂડાના રંગ ભરી, સપનાનો સંગ કરી આવ્યો પવન
સાંવરિયો નેહ ભરી,ઘરનું સરનામું લખી લાવ્યો પવન

સર સર સરતો સમીરા ,
ફર ફર ફરતી ફોરમ
રંગ રંગ મ્હોર્યો ઊમંગ,
બારસાખે બાંધીને તોરણ

હૈયામાં ગીત ભરી, કોકિલ કંઠ બની આવ્યો પવન
સોનેરી રંગ ભરી સાંવરનું નામ લખી લાવ્યો પવન

ધોમ ધોમ વૈશાખી તાપનો ,
અગન ઠારતો પવન
અષાઢી મેઘલી રાતે,
રોમ રોમ છલકે મધુવન

મખમલિયા સપના, મનગમતા ઠામે દોરી લાવ્યો પવન
ખાલીખમ આંખોમાં, રેશમિયું અજવાળું લઇ આવ્યો પવન

- અમિત ત્રિવેદી

ફાગણ ફટાયો આયો – બાલમુકુંદ દવે

સૌ મિત્રોને હોળી – ધૂળેટીની શુભેચ્છાઓ..!! ગયા નવેમ્બર મહિનામાં કવિ શ્રી નીનુ મઝુમદારને સ્મરણાંજલી આપતો એક કાર્યક્રમ માણ્યો હતો – એમાં ઉદયભાઇએ એક ખૂબ જ મઝાનું ગીત સંભળાવેલું..!!

સમીર મંદ મંદ મંદ વાય પુષ્પકુંજમાં… ફાગ ખેલો હો હો રી ફાગ ખેલો..

બસ, ત્યારથી વિચાર્યું હતું કે કશેથી આ ગીત મેળવીને આવતી હોળી પર ટહુકો પર મુકીશ..! પણ મુકુલભાઇનો પેલો શેર યાદ છે?

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

બસ તો, મારી એ ગીત શોધવાની ઇચ્છા પણ હજુ સુધી નથી ફળી..! એટલે એ મઝાના ગીત માટે તો .. Stay Tuned! (તમને કશેથી મળે તો મોકલી આપજો!! Please !! :) )

પણ હોળી -ધૂળેટીની મઝા હોળીના ગીત વગર કંઇ પૂરી થાય? માણીએ આ મઝાનું ફાગણ ગીત..! અને હા, થોડું શેકેલું નાળિયેર મારા તરફથી પણ ખાઇ લેજો! હોં ને? :)

ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે............

ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે…………

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે

પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

-બાલમુકુંદ દવે

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી

સૌ મિત્રોને વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૈયામાં પણ કાયમી વસંત આવે/રહે એવી શુભકામનાઓ.

Happy 2nd Birthday to KhusheeFrom Masi & Masa

Happy 2nd Birthday to Khushee

સ્વર : નિરુપમા શેઠ
સ્વર-નિયોજન : અજીત શેઠ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો -
કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.

- ઉમાશંકર જોશી

(સૌજન્ય : લયસ્તરો / ઊર્મિસાગર)

મનહૃદયની ચેતના વસંતરૂપે ફરી નૂતન બનીને આવે ત્યારે એનાં ઓવારણા લેવાની વાત જ કેવી રોમાંચક લાગે !

રેડિયો ૨૨ – હોળી / ધૂળેટી

સૌ ને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ.. રંગભરી.. પિચકારીભરી.. ગુલાલભરી.. શેકેલું નારીયેળ અને ધાણીભરી શુભેચ્છાઓ.!

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


૦૧ અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા – સુરેશ દલાલ

૦૨ આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. – સુરેશ દલાલ

૦૩ છેલછબીલે છાંટી મુજને – પ્રિયકાંત મણીયાર

૦૪ મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો… – અવિનાશ વ્યાસ

૦૫ મારો દેવરીયો છે બાંકો – અવિનાશ વ્યાસ

૦૬ મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ…. – નીનુ મઝુમદાર

૦૭ હાલ ને દેવરિયા સંગે રંગે રમીએ હોળી….

૦૮ હોરી આઇ હોરી કાના… – પિનાકીન ઠાકોર

૦૯ अरे जा रे हट नटखट ….

૧૦ અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી – રાજેન્દ્ર શુક્લ

૧૧ મોરે કાન્હા જો આયે પલટ કે ……

૧૨ સાંવર થોરી અંખિયનમેં …. – રાજેન્દ્ર શાહ

૧૩ ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ ! – વેણીભાઈ પુરોહિત

केनू संग खेलू होली – મીરાંબાઈ

આજે હોળી…..સૌને હોળીની શુભેચ્છા….

સ્વર : લતા મંગેશકર
સંગીત : હ્રદયનાથ મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

- મીરાંબાઈ