મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ…. – નીનુ મઝુમદાર

સોનેરી રંગ સાંજનો
ફૂલ ગુલાબી પ્રભાત
નીલ રંગનું આભલું
શ્યામલ વરણી રાત

સઘળા રંગો મેં રળ્યા
દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી
કોઇ અનોખી ભાત

( આ એક જ ગીત બે અલગ અલગ સ્વરમાં સાંભળવું ચોક્કસ ગમશે. )

paaghadie
સ્વર : કમલ બારોટ

This text will be replaced

સ્વર : બંસરીવૃંદ

This text will be replaced

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

રંગ તો એવો જાલીમ જાણે જમદૂતે ઝંખેલો હો..
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો હો..
એના ઝેરની ઝાપટ લાગી મુને ફુટ્યો અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

રંગની ઉપર રંગ ચડે તે મુળનો રંગ ધોળો હો..
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો..
હે કોઇ ભીલડીએ એને ભરમાવી એના તપનો કીધો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

43 thoughts on “મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ…. – નીનુ મઝુમદાર

  1. ALIMOHAMMED

   I THINK THAT THIS SONG WAS FROM GUJARATI FILM ” LANKA NI LADI ANE GHOGHANO VAR ” SUNG BY ” RAJUL MEHTA….

   Reply
 1. mansi shah

  હજિ થોડા સમય પહેલા જ આ સોન્ગ એક કોન્સર્ટમા સામ્ભળ્યુ. અને આજે અહિ. સરસ સોન્ગ!

  Reply
 2. Vihang Vyas

  આ ગીત થોડા વર્ષો પહેલા સૂરતનાં સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમિયાન રેખા ત્રિવેદીનાં અવાજમાં સાંભળેલું, ખુબજ ગમ્યું. હું હજી આ ગીતની ફરમાઈશનું વિચારતો હતો, ત્યાં ટહુકો પર નજરે ચડ્યું. તમારો હ્રદયપૂર્વક આભાર. તમે ગમતાનો ગુલાલ કરો છો, આનંદ પ્રાપ્ત કરીને મારા જેવા અગણિત ભાવકોને તેમાં હિસ્સેદાર બનાવો છો તે બદલ અભિનંદન અને શુભકામનાઓ………

  Reply
 3. ashmi

  nice!!,savar sudhari gai ek farmaish :bansari vrund nu “rutu rudi rudi mora raj ” male to site par mukava vinanti,

  Reply
 4. Manoj Shah

  You made me cry today. Great collection. My hats off to you.
  I did not know how much I missed, my home town. We NRI (You gave us a name) come to ‘Mare Vatan” every year. Never have enough time to go back to old memories (It is always old, when you are 55 years young) Since school and college ‘Gazal is my life’

  Reply
 5. Harsha Patel

  It was great to here this song after so many years. It ‘s really some thing unique experience which can take you back in your young age.

  Reply
 6. Pranav R Mehta

  ઍક્ષેલ્લેન્ત્….
  રર્જુલ મેહ્તા નુ નામ કોઇ ને કેમ ના સુજ્યુ તે નવાઇ લાગે ચ્હે.

  બનિ શ્્કે તો “તમ્ને જોય ને હુન તો રસ્તે રોકાઇ ગયો..” ગેત ગુન સુન્દરિ નો ઘર સન્સાર ફિલ્મ નુ મુક્વા વિનન્તિ…..

  પ્રનવ મહેતા અમદાવાદ્…..હાલ યુઅએસઅએ નિ મુલાકાતે્

  Reply
 7. Dhananjay Shah

  છેલ્લિ કડિ
  ” રંગની ઉપર રંગ ચડે તે મુળનો રંગ ધોળો હો..
  સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો..
  હે કોઇ ભીલડીએ એને ભરમાવી એના તપનો કીધો ભંગ
  મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

  મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ …. ”

  સ્ામ્ભલવ નથિ મલતિ.

  Reply
 8. hemangini

  મેતો રન્ગ્યો હતો ગેીત કેમ સામભદવા નથિ મલતુ. આવુ ghana geeto ma thai chhe what to do. kindly help me.

  Reply
 9. Asha

  …મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ
  તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
  મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ…

  sundar geet..maja aavi

  Reply
 10. Nisha Patel

  very nice song,, i heard this song on u r site, and so glad as well.
  kamal didi is my didi and i have learnt a lot from her. i did her birthday programe on the radio, in london.
  pls do add more of her songs, as i tried hard to find more as well.
  tx for sharing the songs.
  nisha patel
  [london]

  Reply
 11. JATIN

  GREAT GUJARATI SONG…..

  રંગની ઉપર રંગ ચડે તે મુળનો રંગ ધોળો હો..
  સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો..
  હે કોઇ ભીલડીએ એને ભરમાવી એના તપનો કીધો ભંગ
  મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

  WHAT A LYRICS- GREAT WORK NINU MAJAMUDAR….

  Reply
 12. Naishadh Pandya

  પહેલા ગીત મા અવાજ ચ્હે તે રાજુલબહેન નો ચ્હે તેઓ નીનુભાઇ ના મોટા પુત્રી હતા. અને એમના ઘણા ગીતો તમે સાભળ્યા પણ હશેજ આ ફરીથી ગાવામા આવેલુ ચ્હે અને મુળ ગીત AIR નુ સુગમ સન્ગીત હતુ.

  Reply
 13. Sharad Radia

  આપણને બધાને બાળપણ અને જૂવાની ની ઍટલી બધી યાદ આવૅ વાત ન કરો. આપણને વિચારોમા જોઈ ને બાળકૉ શુ વિચારતા હશે.

  Reply
 14. Pingback: મારો દેવરીયો છે બાંકો - અવિનાશ વ્યાસ | ટહુકો.કોમ

 15. hema

  આના ઉપર આમે ગરબો કરેલો!!!!!મજા આવી ગઈ…મીઠા સભારણા ..આભાર

  Reply
 16. Viral Sheth

  આ મધુર ગીત “લંકાની લાડી ને ઘોઘાનો વર” ચલચિત્રનુ છે જેના સર્વે ગીતો મધુર હતા.

  Reply
 17. Ajitgita

  તમારો હ્રદયપૂર્વક આભાર. તમે ગમતાનો ગુલાલ કરો છો, આનંદ પ્રાપ્ત કરીને મારા જેવા અગણિત ભાવકોને તેમાં હિસ્સેદાર બનાવો છો તે બદલ અભિનંદન અને શુભકામનાઓ………
  ઍક્ષેલ્લેન્ત્ ઍક્ષેલ્લેન્ત્ ઍક્ષેલ્લેન્ત્

  Reply
 18. narendrasinh gohil

  પહેલા ગીતમાં અવાજ કમલ બારોટ નહી પ્‍ણ રાજુલ મહેતાનો છે. ફિલમ છે લંકાનીલાડી ને ઘોઘાનો વર. સંગીત-ધીરજ ધાનક નું છે. બને ગીતો સારા છે.

  Reply
 19. manvant patel

  અવાજની વાત અસ્થાને છે.જેણે ગાયુઁ
  તે ઘણુઁ જ સુન્દર ગવાયુઁ છે.શરુઆતની
  કડીઓ જાણતાઁ આનઁદ થયો.મનમોહક
  ગેીત મૂકવા બદલ અભિનઁદન સહિત
  આ……..ભા……….ર.

  Reply
 20. rohit

  excellent touchy wounderful…….i was reading news paper and my wife was lisning the same song which i was waiting for a long time

  Reply
 21. Maulesh Oza

  બંન્ને ગિતો સરસ છે, પણ પહેલુ ગિત રાજુલ મહેતાના અવાજ માં છે?

  Reply
 22. Maulesh Oza

  જયશ્રીબેન,મારી ગઇ કાલની નોંધનો ખુલસો કરશો? પહેલું ગીત કમલ બરોટે ગાયું છે કે રાજુલ મહેતાઍ?

  Reply
 23. hema

  મજા આવી ગઈ..અંમે બારમા ધોરણમા આના પર ગરબો કરેલો.શુ દિવસો હતા..આભાર

  Reply
 24. nandu.m.varu

  તમારો હ્રદયપૂર્વક આભાર. તમે ગમતાનો ગુલાલ કરો છો, આનંદ પ્રાપ્ત કરીને મારા જેવા અગણિત ભાવકોને તેમાં હિસ્સેદાર બનાવો છો તે બદલ અભિનંદન અને શુભકામનાઓ……

  Reply
 25. SANATKUMAR DAVE

  dear neenu mazumdar ji vah….
  Yes First is sung by Kamal Barot once a very much in Demand….
  Bansri Vrund swaar is very nice and one can u/s as SPASTA UCHHAR…and Composition too good…Vachhe Vachhe Tabla ni Thaap…
  Really Tahuko.Com had a very good Collections of Gujarati songs..
  Special Thanx to Damnibahen second consecutive Day for Sharing UN-HEARD song….
  God bless us all..
  Jay shree Krishna
  Sanatkumar Dave..

  Reply
 26. sonal girish

  ખુબ સરસ ચ્હે. ૪૦ વરસ બાદ આ સાભલ વાનિ મઝા આવિ.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *