સૌ મિત્રોને વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૈયામાં પણ કાયમી વસંત આવે/રહે એવી શુભકામનાઓ.
સ્વર : નિરુપમા શેઠ
સ્વર-નિયોજન : અજીત શેઠ
કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
કે પંચમી આવી વસંતની.
મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.
આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.
– ઉમાશંકર જોશી
(સૌજન્ય : લયસ્તરો / ઊર્મિસાગર)
મનહૃદયની ચેતના વસંતરૂપે ફરી નૂતન બનીને આવે ત્યારે એનાં ઓવારણા લેવાની વાત જ કેવી રોમાંચક લાગે !
Cannot play the song for some technical reasons (note that I can hear other songs). FYI. ~ Himanshu Trivedi, Auckland, New Zealand
સરસ ગીત,વસંતની વધાઈ આપને અને આપના સૌ સ્નેહીઑને………..
ઉપર મારી કોમેન્ટ માં જે “બસંત આ રહા હૈ!” નામ ના મનનીય લેખની વાત છે , તે, ખરેખર શ્રી કાકા કાલેલકર નો લખેલ છે! શરતચુકથી શ્રી વિનોબા ભાવેનું નામ લખાઈ ગયું છે.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.
શબ્દો ઓછા પણ પડે ,અને અનુભુતિ ને શબ્દો વ્યાવ્ખ્યાંતિક કરવા માં પણ શબ્દની પોતાની એક મર્યાદા હોય છે! વસંત વ્યક્તિગત અનુભુતિ નો વિષય છે!
કોકિલ, પંચમ બોલ બોલો, કે, ઊઘડે લતાઓનાં યૌવનનાં સપનાં, કે પછી, મંજરી, મત્ત થઈ ડોલે, અથવા ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ. છેવટ તો …
ચેતના આ આવી, ખખડાવે છે બારણાં, હેતે વધાવી એને લો રે ઓવારણાં.ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
શ્રી વિનોબા ભાવે એ ‘ બસંત આ રહા હૈ !” નામ ના મનનીય લેખમાં બહુ યોગ્ય લખ્યું છે , કે, ” બસંત આતા નહીં , લાયા જાતા હૈ!!”
ખુબ ખુબ આભાર માસી !
I love you Jayshree Masi and Amit Masa !
ખુબજ સરસ ગિત છે
ટહુકો.કોમ ના નામે જો કોઈ મારો જીવ માગે ,તો આપવા તૈયાર છુ.
Very well written and very well sung.It makes a day and cheers one up.
ચિ. ખુશી ને બીજા જન્મદિવસ પર ખુબ ખુબ શુભેચ્છાઓ.