ફાગણ – મનોજ શુક્લ

Photo from : http://www.cs.columbia.edu
Photo from : http://3.bp.blogspot.com

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કળી કનેથી કેસુડાની કુંજન શીખી કોયલ છૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

ગાન સુણીને કોયલનું
ભમરો જૈ ભુલતો ભાન અને,
તે બેઉની પાછળ ઘોડાપૂર
વછૂટે ફોરમ રે !
તે ધસમસતા વ્હેણ મહીં તરબોળ દિશાને કલરવ ફૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

પતંગિયાઓ ગુલમહોરને
પાંખે લઇને વનમાં ફરતાં,
ગરમાળાનાં ફૂલ ગીતની
ગલી ગલીમાં ફેરી કરતાં,
ભમરાનાં જૈ કાને પીટતાં ભેદભરમનાં ઢોલ તૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

– મનોજ શુક્લ

11 replies on “ફાગણ – મનોજ શુક્લ”

  1. Hi Amit & Jaishri

    unfortunatally why I am not getting updated new post as I was getting before.
    the last article (mail) i got it on 5/10/2011 .
    could you please continue sending regular mail/post….

    Hope U both in good health and wealth..

    Astoo
    Om shanti..
    Jaishrikrisnha

  2. આજે..જેનિ ઘન વખતથિ વિનન્તિ હતિ,શોધ હતિ..તેનો જવબ મલિ ગયો..ખુબ ખુબ વાર સામ્ભલ્યો..એજ જે હુન તમોને યાદ કરિ કરિ ને થક્યો…અને આખરે હુન્જ જિત્યો…સમ્ભલિને…?ીજ કોયલ નો તહુકો..!!આભાર્..જય્શ્રેી ક્રિશ્ન..”વોઇસ ઓફ કુકુ..” મા એવિ મઝ પદિ નહિન્…ગમેતેમ તોયે એતો …ગુગલ ભૈ હતા.!!

  3. અહીં મુંબઈમાં (અને લગભગ આખા ભારતમાં – હીલ-સ્ટેશન બાદ -)
    ગ્રીષ્મ ઋતુ જનુનપૂર્વક ત્રાટકી છે ત્યારે ફાગણનું આ સુંદર ગીત અને
    કોયલનું કુંજન શાતા આપે છે. જાણે ફરી વસંત આવી.

    ધન્યવાદ!

  4. આજે વહેલી સવારે કોયલનો ટહુકો સાઁભળ્યો !
    કોયલનો કલરવ કોને ના ગમે ?સઁગેીત વિના
    પણ કાવ્ય શોભતુઁ લાગ્યુઁ !આભાર સૌનો !!!

  5. ગાન સુણીને કોયલનું
    ભમરો જૈ ભુલતો ભાન અને,
    તે બેઉની પાછળ ઘોડાપૂર
    વછૂટે ફોરમ રે !….આવા ફોરમના ઘોડાપુર બહુ ગમે હો..!!!ઘણી ખમ્મા મનોજભાઈ ને..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *