છેલછબીલે છાંટી મુજને – પ્રિયકાંત મણીયાર

સૌને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! ફાગણસુદ પડવોના દિવસે મુકેલો જય વસાવડા લિખિત લેખમાં આ ગીતના શબ્દો તો હતા.. પણ આ બંને સ્વરાંકનો આજના દિવસે તમારી સાથે વહેંચવા માટે બાકી રાખ્યા હતા.! 🙂

દેશથી દૂર રહેતા અમારા જેવાના નસીબમાં હોળી તાપવાનું – પ્રદક્ષિણા કરનાવું હોય ના હોય, એટલે તમને મોકો મળે તો અમારા બધા વતી પણ હોળી તાપી લેજો.. અને હા – શેકેલા નાળીયેરનો પ્રસાદ પણ !!

અને કાલે ફરી મળીશું – ધૂળેટીના રંગોભર્યા બીજા એક ગીત સાથે… 🙂

(છેલછબીલે છાંટી….Photo : Exotic India)

સ્વર : નિરૂપમા – અજિત શેઠ
સંગીત : અજીત શેઠ

This text will be replaced

સ્વર : ?
સંગીત : રિષભ Group (અચલ મહેતા)

.

છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી…

અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે

સળવળ સળવણ થાય
મોરે જમ
પેહરી પોરી હો ફાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું

જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી…

– પ્રિયકાંત મણીયાર

13 replies on “છેલછબીલે છાંટી મુજને – પ્રિયકાંત મણીયાર”

 1. સુંદર ગીત. વિલંબિત અને દૃત એમ બે પ્રકારનું ગાયન પણ માણ્યું. પહેલામાં કાવ્યનો ધ્વનિ છે તો બીજામાં ગરબાની ગતિ.

 2. જયશ્રીબેન,
  છેલછબીલે છાંટી મુજને – પ્રિયકાંત મણીયાર
  By Jayshree, on February 28th, 2010 in અચલ મહેતા , અજીત શેઠ , ગીત , ટહુકો , નિરુપમા શેઠ , પ્રિયકાંત મણિયાર , રિષભ Group , વસંત/ફાગણ/હોળી | બંને ગીત સાંભળનો આનંદ માણ્યો. પહેલામાં સ્પષ્ટ શબ્દો ઉચારણ અને બીજામાં સ્વરાંકન સાથે સુંદર સંગીતા અને જોશભરી ગતિ માણવાની મજા પડી ગઈ. વઘુમાં મને મારી પત્નિ મુખે નવો શબ્દ જાણવા મ્ળ્યો. શું આજે તમારા જયશ્રીબેન તમને “હોળી ના રસિયા” સંભળાવે છે. હા, મેં કહ્યું સાથે સાથે ટહુકોના પરિવારને રંગબેરંગી ‘Home Page’નું સુંદર અભિનંદન કાર્ડ પણ મોકલ્યું છે. ખુબ ખુબ અભિનંદન.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 3. kamlesh says:

  What a nice composition……Yes, Achal Mehta group, so it is for sure, Nice.

 4. આજે સોસાયટીના દરવાજે હોલિકા દહન કરવામા આવ્યું. મજા આવી ગઇ. હોળીની ખુબ શુભેચ્છા.

 5. dipti says:

  મારો સૌથી પ્રિય તહેવાર…..

  ભારતમા હતી ત્યા સુધી મનભરીને માણેલ હવે તો બસ યાદોમા માણવાનો….

 6. સુંદર રચના… થોડા દિવસો પહેલાં જ વાંચી, આજે સાંભળવી ગમી…

 7. ashalata says:

  સુન્દર રચના સાભળવાની મજા આવી ના

 8. Ranjit Ved says:

  When I was in primary school,I have studied this poem,viz..”Karata zad karodiyo…”and to day also I remember the lines…thank you Jayshreeben we also like holi geet and gone thru all the songs thanks once again “HAPPY HOLI”Ranjit and Indira Ved.JAYSHREEKRISHNA

 9. pragnaju says:

  જવા કરું ત્યાં એની નજરની
  અંતર પડતી આંટી…
  છેલછબીલે છાંટી…
  મધુરી યાદ આવી ગઈ

 10. Ravindra Sankalia. says:

  ઘણા વરસ પછી આવુ સરસ ગીત સાંભળવા મળ્યુ.સ્વરાંકનમાં બંગાળીની છાંટ.લાજવાબ.

 11. mosami says:

  going to take this song in coming marriage garba program.lovely song.

 12. Ravindra Sankalia. says:

  મારીોમેન્ટ ઉપર અપાઈ ગઈ છે.

 13. Girish L Parikh says:

  AA geet biji rite ghanu sunder gavayu chhe…Kaumudi Munshi e gayu hatu. Can you find that version? I will really appreciate it…Thank you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *