સૌ મિત્રોને હોળી – ધૂળેટીની શુભેચ્છાઓ..!! ગયા નવેમ્બર મહિનામાં કવિ શ્રી નીનુ મઝુમદારને સ્મરણાંજલી આપતો એક કાર્યક્રમ માણ્યો હતો – એમાં ઉદયભાઇએ એક ખૂબ જ મઝાનું ગીત સંભળાવેલું..!!
સમીર મંદ મંદ મંદ વાય પુષ્પકુંજમાં… ફાગ ખેલો હો હો રી ફાગ ખેલો..
બસ, ત્યારથી વિચાર્યું હતું કે કશેથી આ ગીત મેળવીને આવતી હોળી પર ટહુકો પર મુકીશ..! પણ મુકુલભાઇનો પેલો શેર યાદ છે?
ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.
બસ તો, મારી એ ગીત શોધવાની ઇચ્છા પણ હજુ સુધી નથી ફળી..! એટલે એ મઝાના ગીત માટે તો .. Stay Tuned! (તમને કશેથી મળે તો મોકલી આપજો!! Please !! 🙂 )
પણ હોળી -ધૂળેટીની મઝા હોળીના ગીત વગર કંઇ પૂરી થાય? માણીએ આ મઝાનું ફાગણ ગીત..! અને હા, થોડું શેકેલું નાળિયેર મારા તરફથી પણ ખાઇ લેજો! હોં ને? 🙂
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે
પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!
-બાલમુકુંદ દવે
મધમીઠું, માદક, છતાં આછકતા વિનાનું આ ગીત આપણા બધાંના મનની વાત કહી જાય છે.
ગીત સાંભળવા કાગને ડોળે રાહ જોઈએ છીએ.
– સુરેશ શાહ, સિંગાપોર
જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ દવે નુ કાવ્ય / ગિત જો સામ્ભળવા મળે તો બહુ મજા આવે.
ઘણે વખતે હોળી પર ગીત વાચવા મ્ળ્યુ. બાલમુકુન્દનુ આ સરસ ગીત મુકવા બદલ ખુબ ખુબ અભિનન્દન.
સુંદર હોળી ગીત સાથે સૌને હોળી-ધૂળેટીની શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
આપને અને સૌ “ટહુકૉ” પ્રેમી રસિક મિત્રોને ધુલેટીની શુભકામનાઓ………………………………………..
કોઇએ ગાયુઁ હોત તો વધુ ગમત આ ગેીત ! આભાર્.
ગઈ કાલે ભવનસ ના હોળી કાર્યક્રમ માં ગયા ત્યારે ઉદયભાઈ ના કાર્યક્રમ માં તેં ઉપર લખેલ ગીત સાંભળ્યું હતું તેની યાદ તાજી થઈ.ફરી ફરી સાંભળવું ગમે તેવું એ ગીત છે.આશા રાખીએ કે ઊદયભાઈ દિલ ઉદાર કરી તને તે ગીત ટહુકો પર મુક્વા આપે.