સ્વર – સોલી કાપડિયા, હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ (?)
ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,
વસંત આવ્યો વનવેલ ફૂલી;
મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ,
કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.
પહેર શણગાર ને હાર, ગજગામિની,
ક્યારની કહું છું જે ચાલ ઊઠી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,
આજ તો લાજની દુહાઈ છૂટી.
હેતે હરિ વશ કરી લ્હાવો લે ઉર ધરી,
કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;
નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,
ખોયેલા દિવસનો ખંગ વળશે.
– નરસિંહ મહેતા
શૃંગારરસથી વૈરાગ્યરસની સફર…
અદભુત…..
This is Truely a very very Melodius Beautifully sung by 2 Stalwerts.Outstandingly Beautiful Feel like Listening again & again.
શ્રવણના માધ્યમથી કોઈ પણ ઋતુમાં વસંતનો અનુભવ કરાવતી સુંદર રચના !
બહુ જ સુન્દર્
શુદ્ધ premlakshana ભક્તિ નું પ્રેમ્લ્ક્ષી સ્વરાંકન.
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે, આ પરથી સ્પષ્ટ થાય છે કે; વાસ્તવમાં નરસિંહ પરંપરા વિરોધી કવિ હતા.ઓશો પણ, આજ વાત કરતા। નરસિંહના જીવનના 3 તબ્બકા હતા. જુવાનીમાં તેઓ શૃંગાર રસના કવી હતા. ઊપર્નિ ક્રુતિ આ વાત્નિ સઅક્ષિ પોૂરેચ્હે તે પચિનો
સમય ભક્તિ રસનો હોઈ શકે (જો કેટલીક કૃતિઓ તેમના નામ પર ના ચડી હોય તો!) પણ, તેમના જીવનનો અંતિમ કાલ આધ્યાત્મ દ્રષ્ટાનો હતો. તે સમયે તેમને ધર્મ અને જીવન વિષેનું સ્પષ્ટ વિશ્લેષણ કર્યું છે.
સુંદર મજાની રચના, સ્વરાંકન અને ગાયકી….
વાહ….
Beautiful lyrics, and musical composition in the raga Basant.
– S. Trivedi
ખુબ સુંદર પોષ્ટ. વસંતની પ્રતિકૃતિ સમાન. ખુબ ખુબ આભાર.
આ ગેીત નરસિહ મેહ્તા ના ઉત્ત્ત્મ પદો ભાગ ૨ નો છે. સ્વર્કાર આશેત દેસાઈ છે. એમના નામ આગલ ? મુકવા નિ જરૂર નથિ.
સરસ……