Category Archives: શ્યામલ મુન્શી

બા પેલા બાગમાં દોડી દોડી જાઉં….

સ્વર – અમી
સંગીત – શ્યામલ સૌમિલ મુન્શી
આલ્બમ – મેઘધનુશ

બા પેલા બાગમાં દોડી દોડી જાઉં (૨)
નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં

આંબાની ડાળે ટહુકે કોયલડી (૨)
કોયલની સાથી ગાઉં ગાઉં ગાઉં

વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો (૨)
હિંચકે હિંચકા ખાઉં ખાઉં ખાઉં

છોડવે છોડવે ઊડે પતંગિયા (૨)
હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં

હરિયાળી બાગમાં નાચે છે મોરલો (૨)
મોરલો બોલે મેં આઉં આઉં આઉં

હું તો લજામણીની ડાળી – તુષાર શુક્લ

સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
સ્વરાંકન : શ્યામલ-સૌમિલ મુન્શી

ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી.

મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી;
વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી;
આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી.

મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી;
કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી;
સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી.

એક ક્યારેથી બીજે ક્યારે રોપાવું ને ઊગવું મારે;
મહિયરની માટી સંગાથે આવી છું હું આંગણ તારે;
સ્નેહથી લે સંભાળી સાજન વ્હાલથી લે જે વાળી.

- તુષાર શુક્લ

ઢીંગલી મારી બોલતી નથી…

આજે આ મઝાનું બાળગીત સાંભળીએ..!! ઢીંગલી અને બાળકની દુનિયા પણ કેટલી અનોખી હોય છે? જેમ મમ્મી પપ્પા દીકરીની કાળજી રાખે, એમ દીકરી ઢીંગલીની કાળજી રાખે..! અને એક દિવસ જ્યારે વિચાર આવે, અરે! આ મારી ઢીંગલી તો ખાતી-પીતી નથી.. હું મમ્મી પપ્પા સાથે તો કેટલી વાતો કરું, પણ આ મારી ઢીંગલી મારી સાથે બોલતી પણ નથી..! પછી? ચિંતા તો થાય જ ને…! :)

સ્વર – ?
સંગીત – શ્યામલ-સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અને થોડા વખત પહેલા ‘ડગલો’ના દિવાળી કાર્યક્રમમાં એક મઝાની ઢીંગલીએ આ બાળગીત રજૂ કર્યું હતું. અને મને ખાત્રી છે, અમારા ડગલોના હવે પછીના કાર્યક્રમોમાં આર્યહીને વારંવાર સાંભળવાનો મોકો મળતો રહેશે..! તો તમે પણ માણો આર્યહીની આ મઝાની પ્રસ્તુતિ..!!

સ્વર – આર્યહી વૈદ્ય
YouTube Preview Image

 

ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.
બોલ મમ્મી બોલ એને કેમ બોલાવુ, કેમ બોલાવુ
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ડોલ મા બેસાડી એને નવડાવુ,
ચંપા ના ફૂલની વેણી ગુંથાવું. (2)
તો પણ આ ઢીંગલી મારી બોલતી નથી, બોલતી નથી.
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ઘંટી ને ઘુઘરો આપુ છું રમવા
સોનાના પાટલે બેસાડુ જમવા, (2)
તો પણ આ ઢીંગલી મારી ખાતી રે નથી, ખાતી રે નથી.
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ચાંદામામા તો આકાશે રમતા,
બાબાગાડીમાં ઢીંગલી બેન ફરતા, (2)
મારે પણ ઢીંગલી સાથે બોલવું નથી, બોલવું નથી
બોલવું નથી.. બોલવું નથી.. બોલવું નથી..
હ્મ્મ……હ્મ્મ…….., હ્મ્મ……હ્મ્મ……..
લા …..લા…… , લા …..લા……

આપો વીઝા રે – રઇશ મણિયાર

આજે ફરી એકવાર – રેડ રાસ (૩) માંથી આ માર્મિક ગીત..! કેટલાય ગુજરાતીઓની લાગણીઓને અહીં રઇશભાઇએ અક્ષરસ: વાચા આપી છે..!! :)

સ્વર : અમન લેખડિયા
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુનશી

આપો વિઝા રે...

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


રોટલો માંગે, કોઈ જગતમાં, કોઈ તો વળી, માંગે પીઝા રે
ગુજરાતી કે’, વેઠ કરીને, પેટ ભરીશું, આપો વીઝા રે

શક્તિથી હું, ભક્તિ કરું, માત ક્યારે, કળશ ઢોળે રે
એક દિવસ તો, જઈને પડું, હું લીબર્ટી-માના ખોળે રે
કેમ અમે રે આહીં પડ્યા, જઈ મહાસુખ માણે બીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

જર્સીના, ચોકમાં જોને, કેટલા બધા, પંખી ચણે રે
મા..માનું ઘર, કેટલે હજુ, દીવા બળે જો ને પણે રે
ઓલ્યા ઓબામા, મારા રે મામા, ઊંચકી લે! થઈ પગમાં ઈજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

મંગલ ફાઈલ, ખોલો દયામય, ખોલો ને વા’લા, જલદી ખોલો રે
હું ઘૂસું ને, મારી પાછળ, ખાનદાન આખું, કરે ફોલો રે!
ભાઈભત્રીજા, સાસુ સસરા, સાળા સાઢુ, બેન ને જીજા રે
ગુજરાતી કે’ વેઠ કરીને પેટ ભરીશું, આપો વીઝા રે

- રઇશ મણિયાર

ગરબાની રીતે તું ગરબાને ગા – શ્યામલ મુનશી

ગયા વર્ષે નવરાત્રી વખતે ફક્ત શબ્દો સાથે પ્રસ્તુત કરેલો આ ‘માર્મિક, not ધાર્મિક’ ગરબો – આજે શ્યામલ-સૌમિલના સ્વરાંકન અને શ્યામલભાઇના અવાજમાં ફરી.. ગરબો પણ એવો મઝાનો છે કે મારા જેવાઓની હૈયાવરાળ નીકળતી તો લાગશે જ – પણ મસમોટા ગ્રાઉંડમાં અને કાનતોડ સાઉંડમાં ગરબે રમવાવાળાઓને પણ આના પર ગરબા રમવાની મઝા આવશે..!!! :)

સ્વરાંકન :  શ્યામલ-સૌમિલ
સ્વર :   શ્યામલ મુનશી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અને હા … આ ગરબો જે આલ્બમમાંથી લેવાયો છે – અમદાવાદના Red FM નો Red Raas..!! છેલ્લા ત્રણ વર્ષથી નવરાત્રીમાં ‘માર્મિક’ ગરબાઓનું જે આલ્બમ બહાર પાડે છે – એમાં એવા ગીતો/ગરબા છે – જેની સાથે આજની પેઢીની આજની વાતો વણી લેવામાં આવી છે..!! અને એ આખા ખજાનાની ચાવી આ રહી..!! :)

Red Raas – 1 (2010)

Red Raas – 2 (2011) 

Red Raas – 3 (2012)

————————————————

Posted previously on September 28, 2011:

શ્યામલભાઇનું આ ગીત મારા જેવાઓની લાગણીઓને બખૂબી વાચા આપે છે..! (નવરાત્રીના મારા થોડા સંભારણા અહિં વાંચી શકશો). અહીં શ્યામલભાઇએ જે નવરાત્રી વર્ણવી છે – એનાથી કોઇ અજાણ્યું તો નથી જ… હું પણ એવા ઘણા મેળાવડાઓમાં ‘નવરાત્રી’ અને ‘ગરબા’ ના નામે જઇ આવી છું. અને દર વખતે એક અદમ્ય ઇચ્છા પૂરી કર્યા વગર પાછી આવી છું. એ ઇચ્છા એવી છે કે – જ્યારે સ્ટેજ પરથી ‘બાબુજી ઝરા ધીરે ચલો’ કે ‘રંગીલા રે’ શરૂ થાય ત્યારે ત્યાં જઇને એમને કહી દઉં..! – ઓ બેન (કે ભાઇ), તમે જરા ગરબાની રીતે ગરબા ગવડાવોને… !

હું ભલે એવી ‘નવરાત્રી’ઓમાં ગઇ છું, અને રાતે 3-4 વાગા સુઘી એક પણ તાળી વગર દોઢિયા કરીને રમી પણ છું. અને હવે તો વળી નવું – weekend to weekend..! દેશમાં રમાતી ૯ રાતોની નવરાત્રી અહીં ૪-૫ weekend સુધી ચાલતી હોય છે..!! પણ છતાં, મને અમારી સુવિધા કોલોની (અતુલ)ની નવરાત્રી જેવી મઝા કોઇ દિવસ નથી આવી.

કાનતોડ સાઉન્ડમાં.... કોઈ નથી રાઉન્ડમાં....

ગરબાની રીતે તું ગરબાને ગા,
આ કોઈ રેપ નથી, સાલસાનાં સ્ટેપ નથી, લોહીની લાલી છે, મેકઅપનો લેપ નથી.
આવડતું ના હોય તો શીખી લે જા. – ગરબાની

ડી. જે. નું બેન્ડ છે, સાથે ગર્લ-ફ્રેન્ડ છે, બોલીવુડ ટ્યુન્સ પર ફરવાનો ટ્રેન્ડ છે,
રમવા ક્યાંથી આવે જગદંબે મા !– ગરબાની

તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારી સંસ્કૃતિને તારો આધાર છે,
દસ દિવસ માટે તો ગુજરાતી થા. – ગરબાની

મસમોટા ગ્રાઉન્ડમાં, કાનતોડ સાઉન્ડમાં, અસ્તવ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં,
હાલ થયા ગરબાના સરવાળે આ !– ગરબાની

- શ્યામલ મુનશી