સ્વર- કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ- હસ્તાક્ષર
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.
ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.
ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું
– માધવ રામાનુજ
Excellent lyrics sang by Kavitaji. She is my most favorite singer.
પ્રિય જયશ્રીબેન,
કવિતા કૃષ્ણમૂર્તિ નું ગયેલું શ્રી માધવ રામાનુજ નું “એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું” હૃદયના તાર ઝણઝણાવી ગયું. તમે જે ગુજરાતી સાહિત્યની સેવા નો ભેખ લીધો છે તેના માટે આભાર કેવી રીતે માનવો તે તો સમજણ નથી પડતી, પણ ઈશ્વર ને પ્રાર્થના જરૂર કરું કે તમારી આ સેવા નો લાભ અમને બધાને વર્ષો ના વર્ષો સુધી મળતો રહે.
અશોક ઠક્કર, જ્હોન્સ ક્રીક, Georgia , USA
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું
—————————————–
સાતસમન્દર પારથી સગપણ સાંભરે એતો વાત થઇ માધવ રામાનુજની પણ તેનો પ્રતિધ્વનિ Calgaryથી વડોદરા પહોંચ્યો કવિતા કૃષ્ણમૂર્તી ના ઓઠા નીચે ભાઈને !!
ઘણો આભાર કે તું મને યાદ કરતી રહેછે.
મજામાં હશે જ…જે કોઈ પ્રેમથી યાદ કરે તેને મારા યથાયોગ્ય …
શબ્દ અને સૂર નો અદ્ભુત ખજાનો.
How We Can Forward From Our compter to WhatsApp If We Want to Listen this Audio..??