જોવાની, સાંભળવાની મજા આવે એવું સુંદર ગીત, એ પણ સિમ્ફનીમાં…. !
શ્યામલ મુનશી દ્વારા લખાયેલ અને રચિત “વરદાન” નું ગુજરાતી વિડિઓ ગીત.
અનુપ્રીત ખાંડેકર દ્વારા સિમ્ફની ગોઠવણ.
શ્યામલ-સૌમિલ દ્વારા કલ્પના
વોકલ સપોર્ટ: અનિકેત ખંડેકર અને અમદાવાદના વિવિધ યુવા પ્રતિભાશાળી ગાયકો.
મૌલિક શાહ અને ઇશિરા પરીખ દ્વારા કથક નૃત્ય નિર્દેશન
ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોર દ્વારા ભરતનાટ્યમ નૃત્ય નિર્દેશન
તબલા વિભાગ અમદાવાદના તબલા તાલિમ સંસ્થાની મુંજલ મહેતા દ્વારા સંચાલિત.
દીક્ષિત ઘોડા દ્વારા વીડિયોગ્રાફી.
તું તત્વનું જ્ઞાન દે, તું લક્ષ્યનું ધ્યાન દે,
તું અસ્તિનું ભાન દે, તું દૃષ્ટિનું દાન દે .
તું ચિત્તમાં તાન દે, તું કંઠમાં ગાન દે
તું સૂરમય કાન દે, તું નાદ સંધાન દે.
તું સૂર્યની દિવ્યતા, તું વ્યોમની ભવ્યતા,
તું રાતની રમ્યતા તું સોમની સૌમ્યતા.
તું શક્તિસભર વાન દે, તું ભક્તિસભર ગાન દે,
તું પ્રેમરસ પાન દે, તું શૌર્યની શાન દે,
જય મા.. સૌ જનનો સંતાપ હરતી ,
જય હે….મન અંતર ઉલ્લાસ ભરતી,
કર અંતર કુસુમિત, આનંદિત, મન મુકુલિત,
સુરભિત ઉર ઉદ્યાન..
તું અમ માનવમનને ઉન્નત વિચાર દે,
તુજ નેત્રોથી વહેતી કરુણા અપાર દે.
હે શક્તિ, રૂપ, જ્ઞાન દાત્રી, હે વિશ્વની વિધાત્રી,
હે પ્રભાવતી સાવિત્રી, હે કરાલી કાલરાત્રી.
આ વિશ્વ સકલને યોગ-ક્ષેમનું, શાંતિ-પ્રેમનું
દે વરદાન, વરદાન, વરદાન
– શ્યામલ મુનશી
Waah…a fabulous composition and so very professionally presented by the whole team, the song-writer, the composer(s), the arrangers, the players, the singers, the dancers. One of the MILESTONE in Gujarati Vrindagan/Samuhgan presentation in modern era. The Kathak dancers have added an altogether different dimension. The lights used and the effects created do add a great visual appeal. All in all, great imagination, well conceived and presented.
ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ગમ્યું, ખૂબ સુંદર, મહાદેવ અને મહાશક્તિ ની મનોરંજન પ્રાર્થના.જય હાટકેશ
Excellent, wonderful, admirable…..It is ” Divya, Bhavya, Ramya, Saumya,. “. Hearty Congratulations.
Excellent production! અભિનંદન
ખુબ જ સુંદર શ્યામલભાઈ ની રચના અદભુત સ્વર નિયોજન કથક,ભરત નાટયમ્ ગુજરાતી તખ્તા પર ત્રિવેણી સંગમ
ખુબ ખુબ અનુમોદના શ્યામલ સૌમિલ આરતી મુન્શી