અમદાવાદની ઉતરાણ – શ્યામલ મુનશી

તમે અમદાવાદમાં નથી ? તમે અગાશી પર નથી ?
નો પ્રોબ્લેમ.
આ ગીત તમને બેઉ જગ્યાએ લઈ જશે.

Amdavad ni Uttaran” , a Power-packed tune to get you hyped for the kite flying festival the city loves and celebrates. Go to your terrace with energy and enthusiasm with this fresh song and music created by Shyamal-Saumil.

અમદાવાદની ઉતરાણ, અમદાવાદની ઉતરાણ,
આકાશી મેદાને પતંગ દોરીનું રમખાણ. – અમદાવાદની ઉતરાણ

કોઈ અગરબત્તીથી પાડી કાણાં કિન્ના બાંધે,
કોઈ ફાટેલી ફુદ્દીઓને ગુંદરપટ્ટીથી સાંધે.
કોઈ લાવે, કોઈ ચગાવે, કોઈ છૂટ અપાવે,
કોઈ ખેંચે, કોઈ ઢીલ લગાવે , કોઈ પતંગ લપટાવે.
સૌને જુદી મસ્તી, જુદી ફાવટ, જુદી જાણ. – અમદાવાદની ઉતરાણ

રંગ રંગનાં પતંગનો આકાશે જામે જંગ,
કોઈ તંગ, કોઈ દંગ, કોઈ ઉડાડે ઉમંગ.
પેચ લેવા માટે કોઈ કરતું કાયમ પહેલ,
ખેલે રસાકસીનો ખેલ, કોઈને લેવી ગમતી સહેલ.
ખુશી ને ખુમારી વચ્ચે રંગીલું ઘમસાણ. – અમદાવાદની

સૂરજની ગરમીથી સૌના ચહેરા બનતા રાતા,
ઠમકે ઠમકે હાથ ઝલાતા, સઘળાં પરસેવાથી ન્હાતા.
કોઈ ટોપી, કોઈ ટોટી, પહેરે કાળાં ચશ્માં,
કોઈ ઢઢ્ઢો મચડી, નમન બાંધી, પતંગ રાખે વશમાં.
ઘીસરકાથી આંગળીઓના વેઢા લોહીલુહાણ – અમદાવાદની ઉતરાણ

નથી ઘણાંય ઘેર, સૌને વ્હાલું આજે શહેર,
ગમે છે પોળનાં ગીચીગીચ છાપરે કરવી લીલાલહેર.
વર્ષો પહેલાં ભારે હૈયે છોડયું અમદાવાદ,
તેમને ઘરની આવે યાદ, પોળનું જીવન પાડે સાદ.
પરદેશી ધરતીને દેશી આભનું ખેંચાણ. – અમદાવાદની
– શ્યામલ મુનશી

5 replies on “અમદાવાદની ઉતરાણ – શ્યામલ મુનશી”

  1. બહુ જ મજા પડી…લંડન માં ઉતરાણ ઉજવી આ ગીત જોઈ/સાંભળી ને અને અમદાવાદ ની વાઘેષ્વરી ની પોળ ને પણ યાદ કરી…આભાર!!!

    -શિવાની.

  2. મજાની સમયોચિત રમતિયાળ રચના
    શ્યામલ-સોમિલ વૃંદ ગાન સાંભળતા સાંભળતા ‘પંતગોત્સવનો અદ્દભુત આનંદ
    જયશ્રી કૃષ્ણ

  3. વાહ મજા આવી ગઈ ગીત અને સ્વરાન્કન બેઉ મોજીલું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *