સૈયર તારા કિયા છૂંદણે – માધવ રામાનુજ

સંગીત :શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરઃ દિપાલી સોમૈયા ,સાધના સરગમ

Audio Player

.

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર,
મંન ભરીને મોહે એવો કિયો ટૂચકો સૂઝયો સૈયર.

કૂવાને કાંઠે કઈ ઘડીએ રહી ગઈ વાત અધૂરી,
સૈયર તારા ઉજાગરાની કિયા તારલે સાખ્યું પૂરી.
-માધવ રામાનુજ

3 replies on “સૈયર તારા કિયા છૂંદણે – માધવ રામાનુજ”

  1. પૂર્ણ રચના:

    સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
    સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

    કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર,
    મંન ભરીને મોહે એવો કિયો ટૂચકો સૂઝયો સૈયર.

    સૈયર તું તે કિયા મલકની છલક છલકતી હેલ કહેને,
    સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

    કૂવાને કાંઠે કઈ ઘડીએ રહી ગઈ વાત અધૂરી,
    સૈયર તારા ઉજાગરાની કિયા તારલે સાખ્યું પૂરી.

    સૈયર તું તે કઈ સુવાસે મહકે રેલમછેલ કહેને,
    સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.
    — માધવ રામાનુજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *