આજ મારું મન માને ના – ઉમાશંકર જોષી

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્રેયા ઘોષાલ

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :

આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
– ઉમાશંકર જોષી

2 replies on “આજ મારું મન માને ના – ઉમાશંકર જોષી”

  1. જોશી સાહેબ ગુજરાતી કાવ્ય વસુંધરા નો શીરતાજ હતા
    આજે પણ ગુજરાતી સંગીત અને ગઝલ સ્વરૂપે મહેંકી રહ્યા છે
    કવિતા કાવ્યો ગઝલો નો રસથાળ આપી ગયાછે
    વંદન કરુંછું ……કે બી

  2. સરળ શબ્દોની ગુંથણી, ઉમાશંકરદાદાની
    સ્વરરચના તેનાથી પણ વધારે કોમળ શ્યામલ-સોમિલ સખાની
    વિશેષ ઉપસ્થિતિ ક્ષેયાની
    જયશ્રી કૃષ્ણ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *