ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … – રાજેન્દ્ર શાહ

ચલો, આજે પાછું તમને હોમવર્ક આપું. આજે તમારા માટે એક ગીત તો લાવી છું, પણ સાથે કોઇ નામ નથી… એ કામ તમારું. શોધી આપો – કવિ, સ્વરકાર અને ગાયક….. !! 🙂

ગાયિકા : કૌમુદી મુનશી
સ્વરકાર : નવીન શાહ
indhana

.

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે
કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ
વનની વનરાઇ બધી નવલી તે કુંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ

જેની તે વાટ જોઇ રઇ’તી મોરી સૈયર
તેની સંગાથે વાટ વઇ’તી રે લોલ

સુકી મેં વીણી કંઇ ડાળી ને ડાખળી
સુકા અળૈયા ને વીણ્યા રે લોલ
લીલી તે પાંદળીમાં મેહકંતા ફૂલ બે
મારે અંબોડલે સોહ્યા રે લોલ

વક્ત્રક્ત વહેણમા ન’ઇતી મોરી સૈયર
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી રે લોલ

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

બદલાવ દોસ્ત – અલ્પેશ ‘પાગલ’

birds 

બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત

જો તો ખરા આકાશ આખુ આવકારે છે તને
પણ શર્ત છે કે પૂર્વગ્રહનું પાંજરું બદલાવ દોસ્ત

કાંટો બની અંદરથી કાંટો કાઢવો પડશે હવે
મક્કમ રહી તારૂ વલણ થોડુંઘણું બદલાવ દોસ્ત

તું હારવાની બીકથી બાજી અધુરી મુકમાં
જીતી શકાશે માત્ર તારી ચાલ તું બદલાવ દોસ્ત

‘પાગલ’ તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા
અખબાર સામે છે હજી ગઈકાલનું બદલાવ દોસ્ત

– અલ્પેશ ‘પાગલ’

મેલી મત જા મને એકલી વણજારા – કાજી મામદશા

સ્વર : ચેતન ગઢવી

dungar

.

મેલી મત જા મને એકલી વણજારા
મેલી મત જા, પરદેશમાં વણજારા
જીઓ વણજારા, જીઓ વણજારા….

સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા,
મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા…

ડુંગર માથે તારી દેરડી વણજારા,
હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા….

કાજી મામદશાની વિનંતી વણજારા,
તમે રહી જાઓ આજની રાત રે, વણજારા….
જીઓ વણજારા, જીઓ વણજારા…

ઉદાસી વેડફી જો નાખવાની હોય તો – ગુંજન ગાંધી

આજે ગુંજનભાઇની એક Oven Fresh ગઝલ… એમના જ સ્વર સાથે 🙂

udasi

.

ઉદાસી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું,
સુગંધી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું.

બધા સુખની, બધા દુ:ખની કથા તારે જ હસ્તક રાખ પણ,
કથા સંજોગની આલેખવાની હોય તો કહેજે મને તું.

કે જે શબરી એ ચાખ્યા’તા અને જે તે ન’તા ચાખ્યા કદી પણ,
એ ભક્તિ બોરની જો ચાખવાની હોય તો કહેજે મને તું.

હજી હમણાં સુધી ખુલ્લી હતી જે શક્યતાઓની, ને ક્ષણની,
એ બારી સહેજ અમથી વાખવાની હોય તો કહેજે મને તું.

નવેસરથી જ તારો ન્યાય કરવાની મને આપી છે સત્તા,
જરા શ્રધ્ધાને નમતી જોખવાની હોય તો કહેજે મને તું.

ઉદાસી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું,
સુગંધી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું.

——————-

અને હા, એમની બીજી રચનાઓ વાંચવા એમના બ્લોગની મુકાલાત લેતા રહેજો

http://gujaratikavita.blogspot.com/

ભીતરથી ભાંગેલો માણસ – ગૌરાંગ દિવેટિયા

depressed 

આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.

લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં.
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.

સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.

ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા સમણાંની વારતા.
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઇ નથી આવતા.

દ્રષ્ટિ વિનાની કોઇ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.

 

ભોળી રે ભરવાડણ – નરસિંહ મહેતા

.

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo

– નરસિંહ મહેતા

આભાર : લયસ્તરો

કોઇ કહે ગુલમહોર બરાબર – તુષાર શુક્લ

આ લ્યો… આજનું આ ગીત મારા માટે… (એટલે કે હું અને અમિત – બંને માટે)

કવિ તુષાર શુક્લની કલમનો જાદુ હોય, પછી ગીતની મીઠાશ માટે બીજું કઇં કહેવાનું બાકી રહે? અને આ ગીત સાંભળતાની સાથે જ કવિ તુષાર શુક્લનું જ એવું જ મઘમીઠું ગીત – એક હુંફાળો માળો… યાદ આવે ને?

સ્વર : સંજય ઓઝા, આરતી મુન્શી
સ્વરકાર : હસમુખ પાટોડિયા
gulmahor

.

કોઇ કહે ગુલમહોર બરાબર
કોઇ કહે ગરમાળો
મનગમતી એક ડાળ ઉપર
ચલ રચીયે, આપણો માળો

કોઇ કહે કે શ્યામ ગુલાબી
કોઇ કહે કે કાળો
કૃષ્ણ રંગ રચવામાં સૈયર
રંગ રંગનો ફાળો

તું ને હું, હું ને તું
બંને લઇ આવ્યા
મનગમતી કંઇ સળીઓ
સૈયરા સુખના સપનાંની
મઘમઘતી કંઇ કળીઓ

ગમે બેઉને એજ રાખશું
ફરી વીણશું ગાશું
અણગમતું ના હોય કોઇનું
પછી નહીં પસ્તાશું

વ્હેણ ગમે છે કોઇને વ્હાલમ
ગમે કોઇને પાળો
મનગમતી એક ડાળ ઉપર
ચલ રચીએ આપણો માળો

સમજણ નામે ફૂલ મહોરશે
પ્રિયે પ્રેમ સરવરમાં
ટહુકા નામે શબ્દ ગુંજશે
સ્નેહ નામના ઘરમાં

શ્રધ્ધાને વિશ્વાસ આપણો
મજબૂત માળો રચશે
ભલે ફૂકાતો પવન સમયનો
આપણો માળો ટકશે

કોઇ કહે કે મૂળ ઉખડશે
કોઇ કહે કે ડાળો
શંકા છેદી કરીયે સૈયર
સમજણનો સરવાળો

——————————-

અને હા, એક મહત્વની વાત કહેવાની તો રહી જ ગઇ… આ ગીતના કવિ તુષાર શુક્લ, અને ગાયક સંજય ઓઝા – પોતાની ટીમ સાથે હમણા અમેરિકામાં છે. એક-બે દિવસમાં એમના પ્રોગ્રામની વધુ માહિતી ટહુકો પર જરૂર મુકીશ.

ટહુકાને આંગણે આવી ઘેલી વસંત……

જુન ૨૦૦૬માં જ્યારે ટહુકો શરૂ કર્યો હતો, ત્યારે ખબર નો’તી કે ફક્ત શોખ માટે શરૂ કરેલો આ પ્રયાસ મારા માટે જીવનનું એક અભિન્ન અંગ બની જશે.

અને સપ્ટેમ્બર ૨૦૦૬માં જ્યારે San Francisco છોડીને Los Angeles ગઇ, ત્યારે પણ ખબર નો’તી કે આટલું જલ્દી આ શહેર, મને આટલા પ્રેમથી પાછી બોલાવશે.

તમારામાંથી ઘણાને ખબર હશે, કે એપ્રિલ, 2008 માં – હું અને અમિત – અહીં San Jose (CA) ના એક નાનકડા મંદિરમાં – પ્રભુ અને થોડા વડીલોના આશિર્વાદ લઇ લગ્નગંથ્રીથી જોડાયા, અને તમારા આ ટહુકોના જીવનમાં ઘેલી વસંત આવી..

જીંદગીનું એક નવું અને સૌથી મહત્વનું chapter શરૂ થઇ રહ્યું છે..  અને મને ખાત્રી છે કે આપની શુભેચ્છાઓ અને આશિર્વાદ હંમેશા મારી સાથે રહેશે 🙂

એક નવું સુમધુર ગીત આવતીકાલે – Specially for Me & Amit…

અને આજે – ટહુકો પર પહેલા મુકેલા, અને મારા ઘણાજ ગમતા યુગલગીતો…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંગાથે સુખ શોધીએ, રચીયે…  એક હુંફાળો માળો….
ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી….
કહી દો અમોને તમે… વારંવાર… તમોને પ્રેમ કરું છું હું….
પઘારો વસંતો, આ આંગણ સજાવો….
એક સથવારો સગપણનો.. મારગ મઝિયારો બે જણનો…
ચાલ! વરસાદની મૌસમ છે, વરસતા જઇએ…
અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે…
ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે..
ઘેલી વસંત આવી રે…
પ્રેમમાં ચાલને ચકચૂર થઇ ચાલ્યા કરીએ…
આહા એટલે આહા એટલે આહા….

ઊર્મિસાગર.કોમ, ટહુકો પર, અને ઇમેઇલથી ઘણા મિત્રોને શુભેચ્છાઓ મોકલી એના માટે સૌનો દિલથી આભાર, અને સાથે સાથે દરેકને સમયસર જવાબ ન આપી શકી એના માટે માફી પણ માંગુ છું.  નવી નોકરીની શોધ, ઘર બદલવાનું, વિઝાનું કામકાજ, ટહુકોના જન્મદિવસની તૈયારી, અને બીજી જવાબદારીઓ તરફ ધ્યાન આપવાની કોશિશમાં મિત્રો સાથે ઘણી ઓછી વાતો થઇ, અને આટલા મહત્વના ખબર આપવામાં મોડુ કર્યું, એ માટે મને માફ કરશો ને?

H दो दिवाने शहेरमें…

તમે જો ટહુકો-મોરપિચ્છ બે અલગ બ્લોગ હતા, એ વખતથી મને ઓળખતા હશો, અને ત્યારથી ટહુકોના મુલાકાતી હશો, તો તમને ખ્યાલ હશે કે લગભગ દોઢ વર્ષ પહેલા હું San Francisco થી Los Angeles આવી હતી… અને ત્યારે મેં આ ગીત સંભળાવ્યું હતું – एक अकेला इस शहेर में…

અને ગઇકાલે જે ગીત મુક્યું હતું – बीते हुए लम्हों की कसक साथ तो होगी.. – એ ખરેખર તો એ મિત્રો માટે હતુ, જેમાંથી ઘણાને આમ જુઓ તો ટહુકો સાથે એટલી નિસ્બત નથી… Los Angeles માં ડગલે ને પગલે સાથ આપનારા દરેક મિત્રને મારા દિલથી સલામ..!.

ગઇકાલે હું Los Angeles છોડીને ફરી પાછી San Francisco આવી. જીંદગીનું એક નવું અને સૌથી મહત્વનું chapter શરૂ થઇ રહ્યું છે.. અને એની વધારે વાતો આપણે કાલે કરીશું, પણ Los Angles જતી વખતે મેં જે સ્વપ્નની વાત કરી હતી…

ઇન ભુલ-ભુલૈયા ગલિયોંમેં, અપના ભી કોઇ ઘર હોગા..
અંબર પે ખુલેગી ખિડકીયાં, ખિડકી પે ખુલા અંબર હોગા..

એ સ્વપ્ન હવે ફરી મારી આંખોમાં ડોકાઇ રહ્યું છે…

અને ફિલ્મ ઘરોંદાનું એ ગીત પણ.. અને આ વખતે મને ખુશી છે કે મને યાદ આવતું ગીત ‘એક અકેલા…. ‘ નથી; પણ….

H बीते हुए लम्हों की कसक साथ तो होगी.. – हसन कमाल

આજે એક હીન્દી ગીત…  અને એ પણ મારુ ઘણું જ ગમતું ગીત…  પણ, આજે આ ગીત મુકવાનું એક ખાસ કારણ છે. એ કારણ તો હું તમને 1-2 દિવસમાં જણાવીશ જ, પણ આજ માટે તો બસ આ સુરીલી નઝ્મ સાઁભળીયે !

સ્વર : મહેન્દ્ર કપૂર ;  સંગીત : રવિ  

अभी अलविदा मत कहो दोस्तों
न जाने फिर कहाँ मुलाक़ात हो, क्योंकि

बीते हुए लम्हों की कसक साथ तो होगी
ख़्वाबों में ही हो चाहे मुलाक़ात तो होगी

ये प्यार ये डूबी हुई रँगीन फ़िज़ाएं
ये चहरे ये नज़ारे ये जवाँ रुत ये हवाएं
हम जाएं कहीं इनकी महक साथ तो होगी
बीते हुए लम्हों की …

फूलों की तरह दिल में बसाए हुए रखना
यादों के चिराग़ों को जलाए हुए रखना
लम्बा है सफ़र इस में कहीं रात तो होगी
बीते हुए लम्हों की …

ये साथ गुज़ारे हुए लम्हात की दौलत
जज़्बात की दौलत ये ख़यालात की दौलत
कुछ पास न हो पास ये सौगात तो होगी
बीते हुए लम्हों की …