ઉદાસી વેડફી જો નાખવાની હોય તો – ગુંજન ગાંધી

આજે ગુંજનભાઇની એક Oven Fresh ગઝલ… એમના જ સ્વર સાથે 🙂

udasi

.

ઉદાસી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું,
સુગંધી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું.

બધા સુખની, બધા દુ:ખની કથા તારે જ હસ્તક રાખ પણ,
કથા સંજોગની આલેખવાની હોય તો કહેજે મને તું.

કે જે શબરી એ ચાખ્યા’તા અને જે તે ન’તા ચાખ્યા કદી પણ,
એ ભક્તિ બોરની જો ચાખવાની હોય તો કહેજે મને તું.

હજી હમણાં સુધી ખુલ્લી હતી જે શક્યતાઓની, ને ક્ષણની,
એ બારી સહેજ અમથી વાખવાની હોય તો કહેજે મને તું.

નવેસરથી જ તારો ન્યાય કરવાની મને આપી છે સત્તા,
જરા શ્રધ્ધાને નમતી જોખવાની હોય તો કહેજે મને તું.

ઉદાસી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું,
સુગંધી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું.

——————-

અને હા, એમની બીજી રચનાઓ વાંચવા એમના બ્લોગની મુકાલાત લેતા રહેજો

http://gujaratikavita.blogspot.com/

10 replies on “ઉદાસી વેડફી જો નાખવાની હોય તો – ગુંજન ગાંધી”

  1. નવેસરથી જ તારો ન્યાય કરવાની મને આપી છે સત્તા,
    જરા શ્રધ્ધાને નમતી જોખવાની હોય તો કહેજે મને તું.

  2. Gunjan,
    The gazal was already superb,but while listening in your voice it explains a lot.It has reallly deep meanings and I like Shabari’s sher the most.Keep it up!!

  3. હજી હમણાં સુધી ખુલ્લી હતી જે શક્યતાઓની, ને ક્ષણની,
    એ બારી સહેજ અમથી વાખવાની હોય તો કહેજે મને તું.

    -ખૂબ સુંદર ગઝલ…

  4. સુંદર ગઝલ
    અને એમના અવાજ અને મિજાજમાં તો ઓર સુંદર બની ગઈ

  5. હજી હમણાં સુધી ખુલ્લી હતી જે શક્યતાઓની, ને ક્ષણની,
    એ બારી સહેજ અમથી વાખવાની હોય તો કહેજે મને તું.
    વાહ ………..

  6. ગુંજનની ગઝલ તેના જ ગુંજનમાં ગમી
    ઉદાસી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું,
    સુગંધી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું.
    વાહ્
    પરપોટો છું હું ફૂટી જવાનો,
    બે મીઠી વાતો’તો કહેજે મને.
    કે જે શબરી એ ચાખ્યા’તા અને જે તે ન’તા ચાખ્યા કદી પણ,
    એ ભક્તિ બોરની જો ચાખવાની હોય તો કહેજે મને તું.
    લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
    અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *