બદલાવ દોસ્ત – અલ્પેશ ‘પાગલ’

birds 

બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત

જો તો ખરા આકાશ આખુ આવકારે છે તને
પણ શર્ત છે કે પૂર્વગ્રહનું પાંજરું બદલાવ દોસ્ત

કાંટો બની અંદરથી કાંટો કાઢવો પડશે હવે
મક્કમ રહી તારૂ વલણ થોડુંઘણું બદલાવ દોસ્ત

તું હારવાની બીકથી બાજી અધુરી મુકમાં
જીતી શકાશે માત્ર તારી ચાલ તું બદલાવ દોસ્ત

‘પાગલ’ તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા
અખબાર સામે છે હજી ગઈકાલનું બદલાવ દોસ્ત

– અલ્પેશ ‘પાગલ’

12 replies on “બદલાવ દોસ્ત – અલ્પેશ ‘પાગલ’”

  1. આ જીવનમાં બીજું કાંઇ કરતાં કાંઇ કરવાની જરૂર નથી – માત્ર
    ૧ તમારા માપ દંડોનું પુરાણું કાટલું બદલાવો
    ૨ તમારા પૂર્વગ્રહનું પાંજરું બદલાવો
    ૩ મક્કમતાથી તમારૂ જીદ્દી વલણ બદલાવો
    ૪ ને જીવનને જીતવા માત્ર તમારી ચાલ બદલાવો

    એટલે તમે આ દુનિયામાં સફળ થયા જ સમજો.

    ખુ બ જ સ ર સ ર ચ ના
    પુષ્પકાન્ત તલાટી તરફથી આભાર અને ધન્યવાદ.

  2. તું હારવાની બીકથી બાજી અધુરી મુકમાં
    જીતી શકાશે માત્ર તારી ચાલ તું બદલાવ દોસ્ત……

    જીવનમાં નાસીપાસ થનારને રસ્તો બતાવતી સુંદર ગઝલ!

    આભાર અને અભિનંદન!

  3. સરસ ગઝલ
    આપણે બધાં પૂર્વગ્રહથી પીડાઈએ છીએ ત્યારે આ શેર
    જો તો ખરા આકાશ આખુ આવકારે છે તને
    પણ શર્ત છે કે પૂર્વગ્રહનું પાંજરું બદલાવ દોસ્ત
    ઘણું કહી જાય છે
    વાહ્

  4. કાંટો બની અંદરથી કાંટો કાઢવો પડશે હવે
    મક્કમ રહી તારૂ વલણ થોડુંઘણું બદલાવ દોસ્ત
    -ખૂબસુરત શે’ર….

    આખી ગઝલ જ સરસ છે. અભિનંદન…

  5. બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
    તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત

    વાહ સરસ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *