ગઇકાલે ૧૪મી નવેમ્બર એટલે વ્હાલા સ્વયમ્ નો જન્મદિવસ… અને સાથે બાળદિન પણ..!! તો સ્વયમ્ ને ખૂબ ખૂબ વ્હાલ સાથે Happy Birthday..! 🙂 અને આપની અંદર હજુ પણ રહેતા બાળકને બાળદિનની શુભેચ્છાઓ સાથે માણીએ થોડા બાળગીતો..!!
- હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં – રમેશ પારેખ
- રંગ રંગ વાદળિયાં – સુન્દરમ્
- મારા પ્રભુ તો નાના છે….
- એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો – રમેશ પારેખ
- કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય…
- નાની મારી આંખ એ જોતી કાંક કાંક…
- અમે ફેર ફુદરડી ફરતા તાં….
- શીંગોડા શીંગોડા….
- ચકીબેન ! ચકીબેન !….
- ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ
- એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો.. – રમેશ પારેખ
- આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે – કૃષ્ણ દવે
જયશ્રીબેન… મને ગમતા ઘણા બધા ગીતો મને અહીથી મને મળ્યા… ખુબ… ખુબ આભાર
અમે સ્કુલમાં હતા ત્યારે એક કવિતા અમને હતી…
દૂધવાળો આવે, દૂધ મીઠા લાવે, ઘંટડી વગાડે…
આના લીરીક્સ (lyrics) મળી શકે
નમસ્તે જયશ્રીબેન
રેડિયો ૨૦ પર એક બાળગીત હતુ, શબ્દો હતા
દરિયાને તીરે એક રેતી ની ઓટ્લી……………ઉચી અટુલી મે તો ……….
આગળના શબ્દો યાદ નથી, મહેરબાની કરી ને જણાવશો કે ક્યાછે?
આભાર
સાધના
દરિયાના બેટમાં રે’તી
પ્રભુજીનું નામ લે’તી
હું દરિયાની માછલી!
હાં રે મને બારણે કઢવી નો’તી,
હું દરિયાની માછલી!
જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી,
મરજો પ્રીત્યોના તોડનારા,
હું દરિયાની માછલી! -દરિયાના…
દરિયાનાં નીર મને પાતાળે ગોતશે,
આભ લગી મારશે ઉછાળા,
હું દરિયાની માછલી! -દરિયાના…
તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે,
ચંદ્ર કેને પાશે અજવાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…
છીપલીની છાતીઓથી કોણ હવે ઝીલશે,
મોં ઊઘાડી મોતીડાં રૂપાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…
દરિયાના દેશથી વિછોડી,
દુનિયાસું શીદ જોડી !
હું દરિયાની માછલી!
-ઝવેરચંદ મેઘાણી
Rekha shukla(Chicago) અને YOGESH CHUDGARના વિચારો સાથે સહમતિ સહ આપ્ને ખુબ ખુબ અભિનન્દન્.
જયશ્રીબેન,
બધા જ બાળગીતો માણવાની મઝા આવી. મારા પૌત્રને સંભળાવ્યા.તેને પણ મઝા આવી.
પણ તેણે જે વાત કરી તે મને સ્પર્શી ગઇ. ” દાદાજી,આ બધા ગીતો તો તમે નાના હતા,
તે વખતનાં છે, શું અત્યારે કોઈ આવા મીઠા ગીતો લખાતા જ નથી ?” મને પણ વિચારતો
કરી દીધો. પ્રશ્ન થાય છે કે બાળદિન અને મધર્સ ડે એવા દિવસો આવે છે, પણ શું બાળકો
માટે સાહિત્ય સર્જન માં ઓટ આવી છે. શું જીવરામ જોષી,હરિપ્રસાદ વ્યાસ,જેવા બાળ સાહિત્યના
સર્જકો નવી પેઢી ને જોવા નહિ મળે ?
જયશ્રી બેન અને તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન.
આભાર !
બહુ જ મઝા આવી. અલગ પ્રકાર તરીકે INDEX મા રાખજો.ધન્યવાદ
જયશ્રેીબેન
અતિ આહલાદક્… સુમધુર્… અતિપ્રિય…
આભાર્
રાજેશ વ્યાસ્
ચેન્નાઇ
આપણે કેમ મોટા થઈ ગયા??? આ બધા બાળગીતો ખુબ સરસ છે…આપણા બાળપણમાં ડોકિયુ કરાવી ગયા ને આગળ ભાગતા સમયની પરવા કર્યા વગર કહી ગયા બાળકો ક્યાં ચાલ્યા ગયા???
બેન જયશ્રી બેન,
રેડિયો 20: બાળગીતો By Jayshree, on November 15th, 2011 in Radio , બાળગીત ખૂબ જ સુંદર સુયોગ. ૧૪ નવેમ્બર ભારતના સર્વ બાળકો ને ચાચાદિન ની ભેટ ભારત સરકાર આપે ને તેજ સમયે તમારા તરફ થી ગુજરાતી માતૃભાષાના બાળકોના લાભાર્થે વિશેષ ‘બાળગીતો ની રેડિયો’ ભેટ મળે છે. આપે આ રીતે દુનિયાભર ના ગુજરાતી કુટુંબોના બાળકોને ભારત સાથે જોડી દઈ રાષ્ટ્રીય સેવા ને ફરજ બજાવી છે. હવે જવાબદારી દુનિયાભરના ગુજરાતી કુટુંબોની વધી જાય છે, તેમના બાળકોને માતૃભાષા વ્દારા રાષ્ટ્ર સાથે જોડી ભારતિય સંસ્કૃતિ ની સેવા કરવાનો.
ચન્દ્રકાન્ત લોઢવિયા.