મૃગજળની મિત્રતા – મનોજ ખંડેરિયા

(ઝાકળની મિત્રતા…  Mystery Spot, CA – Nov 2011)

*****

શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.

આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.

પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
માણી છે એની મેલી સળેસળની મિત્રતા.

આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઇ દિવસ જળની મિત્રતા.

ચિરકાળ એની છાપ ફૂલો પર છવાઈ ગઈ,
નહીં તો રહી’તી બે ઘડી ઝાકળની મિત્રતા.

હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.

આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગૂંજતા કાગળની મિત્રતા.

– મનોજ ખંડેરિયા

13 replies on “મૃગજળની મિત્રતા – મનોજ ખંડેરિયા”

  1. અતિ સુન્દર ગઝલ.

    શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
    એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.

    આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
    કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.

  2. શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
    એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.
    લજવબ્……
    સુરેશ કુમાર વિઠલનેી કહે એવુ બને એવિ આશા.

  3. સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર ગમી જય એવા પણ આ ત્રણ વધુ ગમી ગયા:

    આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
    કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.

    પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
    માણી છે એની મેલી સળેસળની મિત્રતા.

    આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
    ડુબાડી દેશે કોઇ દિવસ જળની મિત્રતા.

  4. શ્રી મનોજભાઈએ એમના કેટલા બધા મિત્રોને યાદ કરી લીધા આ સુન્દર રચનામાં અને પાછું મૃગજળની મિત્રતા…!!
    આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
    કાયમની લીલી ગૂંજતા કાગળની મિત્રતા….

    દરિયે નાહવા જાતા ઘણા ડુબી ગયા ના કિસ્સા વાંચ્યા છે…

    આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
    ડુબાડી દેશે કોઇ દિવસ જળની મિત્રતા….

  5. An excellent gazal, indeed! Wish Manoj would find some kind of ‘Divya Internet’ and would continue writing and sending more gazals from Heaven !

  6. “ચિરકાળ એની છાપ ફૂલો પર છવાઈ ગઈ,
    નહીં તો રહી’તી બે ઘડી ઝાકળની મિત્રતા.”

    સાથે તો ફક્ત બે જ દિવસ રહ્યા હતા પણ જીવનભર ચાલે એટલી સૌરભ, ખુશબુ પાથરી ગયા. હરિ ઓમ!

  7. શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
    એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.

    આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
    કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.સુઁદર રચના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *