એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો – રમેશ પારેખ

આજે San Francisco ની Public Library ના Children section માં અચાનક ગુજરાતી અક્ષરોવાળી ચોપડી દેખાઇ ગઇ..! છ માળની એ Library માં આમ તો ચાર shelf ભરીને ગુજરાતી ચોપડીઓ છે એ ખબર હતી – પણ બાળકોના વિભાગમાં પણ આમ ગુજરાતી ચોપડી જોઇને મઝા મઝા આવી ગઇ..! તો થયું, ચલો આજે જ તમને પણ ફરી એકવાર એક મઝ્ઝાનું બાળગીત સંભળાવી દઉં..!

(Knees and toes! નું એક પાનું.. – SF Main Library)

****
સ્વર – સ્વરાંકન : પરેશ ભટ્ટ

એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો
ટોપો હતો બ્લ્યૂ, તેમાં હતી જૂ

જૂ ભરે ચટકો, લાગે મોટો ઝટકો
તો ય રાખે ભોપો, કાઢે નહીં ટોપો

ટોપો સાવ ગંદો, તેમાં એક વંદો
વંદો ફરે માથે, ટોપા સાથે સાથે

વંદો ભાળે જૂ, બોલે: સૂ સૂ સૂ
જૂને બીક લાગે, આમ તેમ ભાગે

જૂ સંતાય છે, વંદો ખિજાય છે
વંદો કાઢે ડોળા, કરે ખોળંખોળા

હડિયાપટ્ટી મચ્ચી, થાય ગલીપચ્ચી
ભોપો ખણવા બેઠો, ટોપો પડ્યો હેઠો

– રમેશ પારેખ

28 replies on “એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો – રમેશ પારેખ”

  1. ખુબ સરશ આવુ બાલ ગિત લખતા રહો. હજુ થોદા બાલગિત મોકલવા વિનતિ. આભાર

  2. જયશ્રી બેન ભોપાને જૂ ચટકો ભરે એ સાચું પણ હવેતો શેમ્પૂ આવ્યા એટલે જૂ ગઈ ,સાથે મા નો ખોળો પણ ગયો આ વાત મેં ટી.વી. પર આવતા કોઈક ડાયરામાં ઘણા સમય પહેલાં સાંભળી હતી. તે આજે આ ગીત વાંચીને યાદ આવી.પહેલાં ના સમય માં બાળક નિશાળે થી બપોરે ઘરે આવતો ત્યારે માં પોતાના બાળક ને ખેંચીને ખોળા માં લેતી જૂ શોધવા માટે અને એ બહાને બાળકને માં નુ વ્હાલ મળતુ હતું હવે શહેરની રફ્તાર માં ?????????????????.

  3. બળતા પગે ચાલતા હ્ર્દય નો ધ્રાસકો ના સામ્ભ્ળ્યો, ચાહુ છુ દિલોજાનથી એ શબ્દ જ ના સામ્ભ્ળ્યો…

    Saras Lakho Chho Rekhaben…Tamari Kavita-O Mokelsho? If you will, then my email address is himanshu@slingshot.co.nz please. Thanks.

  4. જયશ્રીબેન મમ્મી જ્યારે બાલકુન્જ્મા શીક્ષક હતા ત્યારે આવા ઘણા બધા બાળગીતો ગવડાવતા હતા તેમાનુ એકાદ ડોકિયુ કરે છે…”અન્તર મન્તર જન્તર હુ
    જાણુ છુમન્તર તને બગલો બનાવી દઉ કે તને કાગડો બનાવી દઊ…” “જીવરામ ભટ્ટ આવ્યા …જીવરામ ભટ્ટ આવ્યા…આકાશમા વીમાન ઉડે વીમાન જોવા જાય છે …આજુબાજુ ફાફા મારે ગધેડે અથડાય છે..” અને દીવાન બલ્લુભાઈ શાળા મા જયારે બાળકલાકારો પાત્ર ભજવતા અને શ્ટેજ પર કલાકાર કહેવાનુ ભુલી જાય તે, મમ્મી ની આગ્વી શૈલીમા પ્રવચન અને અભીનન્દન વિધી અને શ્રી ઠાકોર સાહેબ ની યાદ તાજી થઇ ગઇ….ફરી વાર બાળપણ ની યાદ માટે આભાર..!!!
    રેખા શુક્લ

  5. ખુબજ સરસ, મન્ડ્યા રહો….
    ગુજરાત નુઁ ગૌરવ વધારતા રહો…
    ભોપાને ટોપા પહેરાવતા રહો…
    વાચવા વાળા વાચતા રહેજો ..
    કહેતા નહિ કે રૈ ગયા……!!!

  6. સ્મ્રુતિની નાજુક આનગળીએ વીન્ટળાઈ સાકાર સ્વપ્ના કરી લે..
    વીસરાતી જતી રીસાઈને શ્રુશ્ટી લઇને…
    સ્મ્રુતિપટે સાનિધ્યમા યાદોના તાતણે ગુથી લે…
    ઘુન્ઘટની આડે શરમાઇ લજ્જા આવી રુપકડી…
    વાવીયે સ્વપ્ના ને મનગમતા માનવી ઉગી લે…
    રન્ગાયા ચેહરા મેધધનુશ્ય ના પાકા રન્ગમા…
    પકડમા પડછાયા હકીકતમા બથ ભરી લે…
    કોતરેલા જુના કિલ્લાના દરવાજે ચડી લે…
    લીલાછમ ઘાસને મોટા ડુન્ગરો ખુન્દી લે…
    તલાશે ઈશ્કની આછી રોશની કરી હશે…
    સ્મરણે હૈયામા હામ ને આશ તુ ભરી લે….
    સન્સ્ક્રુતિની સમજે કરીલે તેહવારની ઉજવણી….
    વાક્છટાના પ્રભાવે મોભે ઉજાણી કરી લે…
    -રેખા શુક્લ

  7. બહુજ સરસ્ તોપો અને ભોપો મજા આવિ .આવુ સરસ લખાન્ લખતા રહેજો.

  8. બાળગીત સાંભળવાની મઝા પડી ગઈ….. આભાર……!!!

  9. આ ભોપા નુ ગિત વચવાનિ ખુબ મજા આવિ muli dr. d.c.ranpara

  10. ભોપે પહેર્યો તોપો બાલ ગિત વાચવાનિ ખુબ મજા

    આવિ આવા સુન્દર ગિતો આપસો.dr.d.c. ranpara muli

  11. જય શ્રી કૃષ્ણ…
    જયશ્રીબેન, ખરેખર આપની પાસે ખુબ જ સુંદર ગીતોનો સંગ્રહ છે. આશા રાખું કે આપ મારી પસંદનું એક બાળગીત અથવા પ્રાર્થના ટહુકો.કોમ ઉપર રજુ કરશો. પ્રાર્થનાના શબ્દો છે. ” અમે તો નાના નાના બાળ અમારી તું લેજે સંભાળ ” ગાયક: આશિત દેસાઈ

    લિ.
    આપનો આભારી
    મનિષ પટેલ

  12. કેટલું સુંદર બાળગીત છે! વાંચવાની મજા પડી ગઈ, પણ ગીત ગવાયું છે તે જાણે બાળગીત ગવાતું હોય તેમ નથી લાગતું. આડઆવળા લયમાં ગાવાને બદલે સીધું ગાયું હોત તો પણ અહીંના કે ભારતના બાળકોને બરાબર સમજાત અને વધારે મજા પડત. તમે આજે બાળકાવ્ય મુક્યું તે ઘણું સારુ કર્યું. સરસ ગીત છે. યુ.એસ.ની બધી લાઈબ્રેરીમાં નથી પણ ઘણી બધી લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો છે, જે આપણી ભાષા પ્રત્યે અમેરીકાને માન છે તે બતાવે છે.

  13. જયશ્રીબેન ઘેર બેઠા ગન્ગાજળ મળે તો મરવાનુ મને પસન્દ છે..કવિતાઓનુ રસપાન મળે તો કવિસમ્બેલન મને પસન્દ છે…
    શિકાગોના પ્રાન્ગ્ણે પગ તમારા પડ્યા છે..હરખથી હૈયા નાનેરા ધબ્ક્યા છે…આભાર સાથે નાની મઝા…

    અન્ધકારના આછા પ્રકાશમા છબી તારી મળી ગઇ, આન્સુ બની ટપકી ન પડે માટે નજર મારી થમ્ભી ગઈ…
    સુર્યને સન્તઇ જઇને તને નીહાળ્વુ પડે, ચાન્દની ના પ્રકાશમા તુ વાદળી થઇ વરસી ગઇ…
    આમ્બાની ડાળે ઝુલે ઝુલતી આ મારી કવિતા, પ્રણયની ભિનાશથી આજ જોને પલળી ગઈ…
    -રેખા શુકલ

  14. I have in New Zealand with me the book of “complete works” of Ramesh Parekh (not the plays written by him but all the poems) … it is “Chha Akshar Nu Naam” … he has written so many different types of poems … one has to read them to enjoy the humour, the subtle observations about mankind, he will use simple “deshi talpadi” language to point out a human weakness (Alaa Khachar Poems are those ones … he has identified a character and in every society of human beings, you will find so many people like ALAA KHACHAR…).

    A great poet who immensely contributed quality literature to my (our) mother tongue … we all Gujaratis will always be indebted to Rameshbhai Parekh and many others, who do some wonderful service by their imaginations and pens to enrich our lives.

    Thanks TAHUKO for bringing closer to all these and making this life full and more enjoyable.

    Regards to all listeners everywhere in the world.

  15. મારી કવિતા છે …હુ છુ તુ છે…છતાય ક્શુક દુર છે…ભલે તુ ના છુપાવે તો પણ ઍ કોઇ નો ભ્રહ્મ્ છે…
    જીન્દગીના અરણયે મારા પગેરુ પડ્યા છે… અર્ધડુબેલી પાન્પણે આન્સુડા કૈ પડ્યા છે…

    મારા આપેલ શ્વાસે તારો ધડકાર ના સામ્ભળ્યો , મધુર અવાજ નો અરે રણકાર ના સામ્ભ્ળ્યો…
    મધદરિયે ડુબતી નૈયા માનો પોકાર ના સામ્ભ્ળ્યો, લોહીની સગાઇએ મારો ઉહ્કાર ના સામ્ભ્ળ્યો…
    હ્ર્દય ભિન્જ્વે તે રુદનનો અવાજ ના સામ્ભ્ળ્યો, જવાબ નથી જ્યારે તે સવાલ જ ના સામ્ભ્ળ્યો…
    બળતા પગે ચાલતા હ્ર્દય નો ધ્રાસકો ના સામ્ભ્ળ્યો, ચાહુ છુ દિલોજાનથી એ શબ્દ જ ના સામ્ભ્ળ્યો…
    -રેખા શુકલ (શિકાગો)

    જયશ્રીબેન કેહવુ પડે …ઍક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો…આભાર …

  16. AME PAHELI VAKHAT AA BALGEET SAMBHALYU..!! BAHUJ MAZA AAVI GAI…AAVA BAAL GEETO AAP MUKATA RAHESHO TO AMONE BALPAN NI YAAD AAVI JAY….HAJI VADHARE SHAN SHODHAN KARI AMARE MATE GHAT TU KARSHO EVI AASHA SATHE…..KHUB KHUB AABHAR JAYSHREEBEN ANE AMIT BHAINO…JAYSHREE KRISHNA…AAVJO MAZAMA RAHEJO ANE AM SAUNE AANADIT KARSHOJI…RANJIT & INDIRA VED.

  17. જયશ્રીબેન,
    તમારી પાસે અંચબો પમાડે તેવું કલેક્શન છે. ભોપાનું ગીત મુકવા માટે ધન્યવાદ.
    યુ. કે અને યુ.એસ. એ. માં જેટલી પબ્લિક લાઇબ્રેરી છે તેવી ભારતમાં થઇ જાય તો મઝા પડી જાય. પણ તે શક્ય દેખાતું નથી. નાની નાની કાઉન્સિલોમાં જે સાહિત્ય છે તે અત્રે મળવું મુશ્કેલ છે.

    પરેશભાઇ ભટ્ટે ગાયેલું ગીત વચ્ચે વચ્ચે છુટી ગયું હોય તેવું લાગે છે.આથી ગીતની સાચી પંક્તિઓ કઇ છે તે ખબર નથી. પરંતુ જે પંક્તિ તેમણે ગાઇ છે તે આપણા લખાણથી જુદી પડે છે.

    જૂ ભરે ચટકો, લાગે મોટો ઝટકો
    તો ય રાખે ભોપો, કાઢે નહીં ટોપો

    પંક્તિમાં ભોપો અને ટોપો Interchange થઇ ગયા છે. તો ય રાખે ટોપો, કાઢે નહીં ભોપો વધારે જચે છે. યોગ્ય લાગે તો બદલાવ કરશો.

    આ બધાને બાજુએ રાખીને ફરી વાર ગુજરાતી સાહિત્યની નિસ્વાર્થભાવે સેવા કરવા બદલ અત્યંત ધન્યવાદ.

  18. ગગને પુનમ નો ચાન્દ્….માથી , કાલ્પનીક દુનિયામાથી વાસ્તવિક્તાની ધરતી પર રુમઝુમ્ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે…!!!

    “જિબ્રાલટર” ના કાવ્યો ને “ગીતાન્જ્લી” ની વાતો, “ગીતા” ના શ્લોકો ને “લિયો ટોલસ્ટોય”ની વાતો…
    સ્વાદ ના સમવાદો ને મૈત્રિના સમ્બન્ધો, ગીત ગુન્જનની રાત્રીઓ ને જાગરણની વાતો…
    રન્ગોળી ની યાદો ને ખો-ખો ની રમતો, યાદ પિન્જ્રે બુલ્બુલ ને સન્ગ્રેલી વાતો..
    ભોગાવાની પાદરે વીરડો ઉલેચવાની વાતો, છલકતી ગાગરે ભીન્જાયેલી ઘાઘરીની ઘુઘરીઓ…
    ઘુન્ધળી ઝાખી “પનિહારી “ની ગઇ જોને વાતો, મમળાવુ હુ યાદો ને બસ રહી ગઈ વાતો…

    -રેખા મ શુકલ

    જયશ્રીબેન આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *