ચકીબેન ! ચકીબેન !….

સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ

ચકીબેન ! ચકીબેન !
મારી સાથે રમવા
આવશો કે નહીં ?

બેસવાને પાટલો ને
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા આપીશ તને
હું આપીશ તને…

પહેરવાને સાડી મોરપીછાં વાળી
ઘમ્મરિયો ઘાઘર આપીશ તને
હું આપીશ તને…

બા નહીં વઢશે
બાપુ નહીં લડશે
રમવાને ઢીંગલો આપીશ તને
હું આપીશ તને…

62 replies on “ચકીબેન ! ચકીબેન !….”

  1. અરે ભાઈ ચકલીને પહેરવા સાડી અને ઘેરદાર ઘાઘરો આપો તો એ આપણી બાલ્કની તો શું આપણું શહેર છોડીને ભાગી જ જાયને !!

  2. ઘનુ જુનુ ગેીત, thanks. એક આવુજ ગિત ચ્હે. પુરુ નથિ આવદ્તુ . સબ્દો આ પ્રમઆને ચ્હે. chhone rahya ame na na bal,mota thasu aavatikal.
    aavani uchhange ramta bhamta, shikhta sambalta daglu bharata.
    mandu koru kori jaat… chhone rahya ame na na bal.

    If you could lay your hand on this song pls put up on tahuko.It is beautiful bal geet.
    thanks.

  3. વષૌ પછી ગીત સાંભળયુ… સ્કુલ મા આ ગીત પર મે ડાન્સ કર્યો હતો એ યાદ આવી ગયુ….

  4. આજ પાછુ બચપન ને યાદ દેવરાવવા માટે આપનો ખુબ ખુબ આભાર આમ તો હુ ૪૦ વર્ષ નો થયો પરતું ઈટપથ્થર ના જંગલ મા બધુજ ચણાય ગયુ હતુ આજે જ ચકીબેન ને યાદ અવતાસ સહેજે ઘર નિ બહાર નજરો દોડિ જાય છે અને ચકલિ ને ગોતવા મંડે છે પરતું નિરાશા જ હાથ લાગેછે અરે ! અત્યારે તો એવી સ્થિતિ છે કે બાળકો ને ચિકલી જોવા માટે ચિડિયાઘર લઈજાવા પડેછે.

  5. આ ગીતૉ થી બચપણ યાદ આવી ગયુ …બની શકે તો હજી વધુ ગીત મુકશો….ખુબ ખુબ આભર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *