ધવલભાઇએ ‘યાદગાર ગીતો‘ શ્રેણીમાં કવિ શ્રી સુન્દરમ્ નું આ ગીત મુક્યું હતું, ત્યારથી જ એને અહીં મુકવાની ઇચ્છા હતી..! લો, આજે મુહુર્ત આવી ગયું. દિનેશઅંકલનું મઝાનું ગાડાવાળું ગીત સાંભળીને ગામડું.. અને બચપણ.. અને એવું બધું યાદ આવી જ ગયું, તો ચલો ને આ ઝાકમઝોળ બાળગીત સાંભળી જ લઇએ..!
અને હા – કવિ શ્રી સુન્દરમ્ ની જન્મતિથિ પણ ૨૨મી માર્ચે જ ગઇ..! તો એમને પણ યાદ કરી લઇએ..! મને સાચ્ચે અમદાવાદીઓની ઇર્ષ્યા થાય ઘણી વાર. જુઓ ને, ૨ દિવસ પછી ૪થી એપ્રિલે – કવિ શ્રી સુન્દરમ્ ના ગીતો સ્વરકાર અમરભાઇ પ્રસ્તુત કરશે (ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ – લલિતકલાકેન્દ્ર, અમદાવાદ). ચલો, મારા બદલે તમે જ જઇ આવજો 🙂
તો સાંભળો – કવિ શ્રી સુન્દરમ્ ના શબ્દો, રવિન નાયકનું એવું જ મઝાનું સ્વરાંકન – અને બાળમિત્રોની એટલી જ addictive પ્રસ્તુતિ.
સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ
હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
– સુન્દરમ્
(જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧)
અનઁતના ઓવારે જવાની કલ્પના આટલા રુડા બાળ ગીતમા આવી! અનંતના ઓવારે જવાના ઓરતા સહુ કોઈને હોય છે. રંગરંગ વાદળિયા ગાતા ગાતા રંગમા આવી જવાય છે. કવિવરની અતિસુંદર કલ્પના, રચના. આભાર જયશ્રી.
સરસ બાળગીત માણવા મળ્યુ, રવિન નાયકનુ સ્વરાંકન પણ આનંદદાયી, મઝા આવી ગઈ…………………..
It is beautiful song….Thanks…
જયશ્રીબેન
ખુબ સરસ ગીત
બાળકો ઍ ખુબ સરસ ગાયુ
ધન્યવાદ
રાયશીભાઈ ગડા
very nice song
ઝાકમઝોળ બાળગીત…
Though it is a BaalGeet, look at the progression..from ” gyaataa” to ” Naachyaa”..and the steps in which the song unfolds..!..when you GO some where,you Fly, you Stop, you Reach, you take Bath, you sleep for a while, than you Wake up, and you Dance and you realize that you are there where you wanted to BE..your ultimate Destination.Now read it again, please.
વાહ…
Jaishree ben ,
Two requests, I would like to know something more about Mr. Amit Trivedi.
and how can I read Mahabahrat and shreemad Bhagvat on this web site ?
મારું પ્રિય ગીત…. કેટલાક ગીતોને કદી ઉંમર નડતી નથી… નાના હોઈએ ત્યારે પણ ગમે અને મોટા થઈએ ત્યારેય એટલા જ ગમે…
રંગ રંગ વાદળિયા…!!! ખુબ મધુર કાવ્યો ના રચનાર ને સલામ ને નમ્ર શ્રધ્ધાંજલિ …!!!
ખૂબ મધુરું
અનિલાબેન,
રવિનભાઇના અવાજમાં થોડા ગીતો ટહુકો પર છે –
https://tahuko.com/?cat=601
અને હજુ તો એમના અવાજમાં બીજા ઘણા ગીતો સાંભળશું જ.
કવિશ્રી સુન્દરમ ના ગીતો અને કાવ્યો વિષેતો કાઈ કહેવાનુજ ના હોય, આગીત સ્વરકાર
રવિન નાયકે બાળકો પાસે રજૂ કરાવ્યુ કારણકે બાળગીતછેપણ જયશ્રી બેન્ , આપને ખબરછેકે
રવિન નાયકનો અવાજ પણ ઘણોજ મધુર છે, મે તો એમને બાળકોને ટ્રેનિન્ગ આપતા પણ સામ્ભ્ળ્યા
છે અને પ્રત્યક્ષ પણ અનેકવાર વડોદરામા સાભળ્યા છે અને તેમાય નવરાત્રીમા મધરાતે એમનો
કન્ઠ સભળવાની મજા કઈ ઑરજ આવેછે. કોઇવાર એમના પોતાના સ્વરનુ ગીત પણ ટહુકા ઉપર
મૂકવા વિનતી, આભાર.
જયશ્રી, આ ગીત શોધીને લાવવા માટે તમારો ઘણો આભાર. માધ્યમિક શાળામા આ કવિતા ગાતા હતા તે દિવસોની યાદ આવી ગઇ
ખુબ સરસ. હવે કવિ શ્રી સુન્દરમ્ ના ગીતોની અમર ભટ્ટ દ્વારા પ્રસ્તુતિ – April 4 (ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ – લલિતકલાકેન્દ્ર, અમદાવાદ)ના કાર્યક્રમનિ પ્રતિક્ષા કરિશું
ગુજરત નિ એક નવિ ઓલખ્. નવિ વિચાર સરનિ એક નવ ગુજરત નિ…….