એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો.. – રમેશ પારેખ

aalap-1

આજે 27 ડિસેમ્બર. મારા ભત્રીજા – ‘આલાપ’નો જન્મદિવસ… આલાપ આવ્યો, અને ઘરની સૌથી નાની વ્યક્તિ તરીકેની મારી પદવી એણે લીધી.. સાથે સાથે ઘરના સૌથી જવાબદાર વ્યક્તિ તરીકેની પણ. ( એના આવ્યા પહેલા તો એવું હતુ ને, કે ઘરમાં કશે પણ કંઇ પણ આમ-તેમ થાય, એટલે એની જવાબદારી મારી જ હોય, એવું નક્કી.. ) એ ઘણો નાનો હતો ને, ત્યારે તો એના ઘણા બધા નામ હતા..હું કોઇકવાર ઢીંગલી કહીને બોલાવતી.. હવે જો એવું કહું તો છણકો કરે, “ફોઇ… હું કંઇ છોકરી છું ??”

મારુ ચાલે તો ઘણું બધું લખું આજે… પણ હવે તમારો વધુ સમય નથી લેવો…

ચાલો.. એક સરસ મજાનું બાળગીત સાંભળીયે.. આ ગીત સાંભળીને તમારું બાળપણ, તમારી સ્કૂલ, બાલમંદિર, કે બાળપણના એ મિત્રો યાદ ન આવે તો કહેજો..!!

સ્વર / સંગીત : ??

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ

28 replies on “એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો.. – રમેશ પારેખ”

  1. From my child hood, I loved this balgeet. I could not remember properly but I find it on your site. As I sing this song to my 6 year old son who is studying in English medium, he is enjoying this song & try to sing frequently.
    Jayshreeben, by your nice job, now I can give benefit of lovely Guajarati songs to my child.
    Thanks.

  2. ખૂબ સરસ બાલગીત… રાસબિહારી દેસાઈનો સ્વર અને સ્વરાંકન…. મજા આવી ગઈ

  3. આભાર…મારિ પાઁચ વર્ષ નિ માનસિ ને એક દિવસ અડધુ-પડ્ધુ આ ગિત સંભળાવ્યું…બસ ત્યાર થી આ ગિત મને આખુ લખિ દ્યો..એવુ રટણ હતું,હુ યે ઘણા દિવસ થિ શોધતો હતો …આભાર

  4. “હું ને ચંદુ” , “એક હતો ભોપો” અને પ્રસ્તુત ગીત વડોદરાના પશાભાઈ પાર્કના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોના કંઠે સારું એવું ગવાયું છે ! રિશીત જવેરી ની માહિતીને હું સમર્થન આપું છું. તેમનો હેતુ પરેશ ભટ્ટ કેહેવાનો છે તેમ જણાયું.આ ત્રણેય ગીત બાળકો (અને કદાચ મોટી ઉમરના બાળકોને પણ !)ને ખુબ ગમી જાય તેવી શબ્દ અને સ્વરરચના ધરાવે છે . વાહ રમેશ પારેખ અને વાહ પરેશ ભટ્ટ !!!

  5. આ ગીતનું સ્વરાંકન બે સ્વરકારો ધ્વારા કરાયુ છે. પહેલો હિંચ રિધમનો પાર્ટ શ્રી રાસબિહારી દેસાઇ ધ્વારા અને બાકિનુ ગીત શ્રી પ્રકાશ ભટ્ટ ધ્વારા થયુ છે. હુ 99% sure છુ.

  6. Many many happy returnsto Aalap(hope it is correct spelling). For abcd there is a song in Love in Semla. :Alip se aban , abi nbi hurban, babban babboa. It is a good song.

  7. Mitro,

    I would request to spell it correctly in postings. If you might have noticed it should be “Aathado” and not “Aadhado”.

    thanks

  8. હુ નાનો હતો ત્યારે “રપા” નુ આ બાળગીત ગાયા કરતો.”રપા”ના બીજા ઘણા બાળગીતો મને પ્રિય છે.”હુ ને ચંદ છાનામાના કાતરીયામા પેઠા”આ સૌથી વધુ ગમતુ બાળગીત છે..

    “રપા” સાહેબ માટે દુઆ..ખુબ ખુબ શુભકામઓ..

    જય જય ગરવી ગુજરાત………….

  9. ક્યારની આ ગીત શોધતી હતી . આજે મજા આવી ગઈ . thanx for it. બાલમંદિરમા હતા ત્યારે સ્કુલમા ગવડાવતા હતા. યાદો તજી થઈ ગઈ.

  10. પ્રિય જયશ્રિબેન્
    માર્રો દિકરો નાનો હતો ત્ય્રારે આ ગિત સાન્ભ્લતા હતા.હવે તો એ ૨૬નો થયો પન અનુ બચ્પન યાદ કરાવિ દિધુ.ખુબ ખુબ આભાર્

  11. રિયલી, મને તો ખુબ જ મઝા આવી ગઇ.વાહ!!!
    હું તો હજિ કોઇ વાર ગાઇ લઉં છું.CA કરું છું તોય બોલો.

  12. આ બાળગીત સાભળવાની મઝા આવી. બાળપળ યાદ આવી ગયુ.

  13. હુ મારી દીકરીને આ ગીત ઘણી વાર ગવડાવુ છુ. ને અમે બેય
    બહુ હસીયે.

  14. મારી દિકરી Urja આ ગીત સાભળી એટલી ખુશ થઇ કે પુછો નહિ

  15. હુ બહુ વાર આ ગીત ગાતો અને મારિ બહેન ને હસાવ્તો હતો. મજા આવિ ગઈ.

  16. આલાપને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ…

    આલાપ નામ પરથી કોલેજકાળના દિવસો યાદ આવી ગયા… મારા એક ખાસ મિત્ર સાથેની દોસ્તીમાં હું કાર્ડ, પત્રો કે વાતચીતમાં “આલાપ” – ALAP – As Long As Possible-નો લોગો વાપરતો રહેતો હતો… જોગાનુજોગ એ મિત્રની પણ આજે જ વર્ષગાંઠ છે…

  17. JAYASHREE….YOUR COUSIN IS LOOKING DASHING…ITS RARE TO SEE MATURITY AT SUCH A SMALL AGE!ANY WAY…..HE HAS ALSO REPLACED YOUR POSITION AS A PERSON TO BE WATCHED.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *