અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે
સ્વર – સંગીત : મનહર ઉધાસ
.
તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું
તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?
આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું
‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?
હજુ બે દિવસ પહેલા જ વાત કરી, કે ગુજરાતી ગીતોમાં ‘male duets’ અને ‘female duets’ બહુ ઓછા જોવા મળે છે. આજે ફરીથી એક ‘female duet’ ગીત, અને એ પણ ગુજરાતી સંગીત જગતની બે legendary ગાયિકાઓના કંઠે..
આ ગીત સમજવા માટે તો મને તમારી થોડી મદદ જોઇશે. પણ મારા તરફથી એક ખાત્રી આપું, કે ગીત સાંભળવાની એટલી મજા આવશે કે થોડુ ના સમજાયું હોય તો પણ કશો ફેર જ ન પડે….
દક્ષેશ ધ્રુવના સંગીતમાં સોલી કાપડિયા અને આલાપ દેસાઇએ એવો તો સુંદર આલાપ છેડ્યો છે કે વાહ…. વારંવાર સાંભળ્યા જ કરીયે… આમ પણ ગુજરાતી ગીતોમાં ‘male duets’ અને ‘female duets’ ઓછા જોવા મળે છે… એ રીતે પણ આ ગીત ખાસ કહેવાય..
સંગીતની સાથે સાથે ગાયકોનો એક-બીજા સાથેનો તાલમેલ પણ કેવો સરસ છે… !!
આજે એક ગઝલ કવિના પોતાના અવાજમાં.. કવિના પોતાના સ્વરાંકન સાથે.. (સંગીતની ગેરહાજરી જરા ન સાલે એવી સરસ રીતે આ ગઝલ કવિશ્રીએ ‘અસ્મિતા પર્વ – ૨૦૦૫’ વખતે આ ગઝલ રજુ કરી હતી)
સ્વર : વિવેક કાણે ‘સહજ’
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે
ટહુકો પર પહેલા આપણે ‘અમે યુ.એસ.એ’ના રહેવાસી… એ ગીત સાંભળ્યું હતુ, એ યાદ છે ને? હજુ ના સાંભળ્યુ હોય તો હવે જરૂર સાંભળી લેશો… તમે અમેરિકામાં રહેતા હો કે ના રહેતા હો, પણ તો એકવાર સાંભળવા જેવું છે એ ગીત… અને એજ ગીતની એક બીજી આવૃતિ એટલે આ ‘અમે યુ.કે ના રહેવાસી…’
બ્રિટનમાં વસતા ગુજરાતીઓની લાગણીને આ ગીતમાં ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી છે… (ચિત્રલેખામાં થોડા વખત પહેલા એક લેખ પ્રસિધ્ધ થયો હતો, જેમાં લેસ્ટરના ગુજરાતીઓની વાત હતી.. કોઇ પાસે હોય તો મોકલશો?) હાલ માટે આ એક ઓનલાઇન આર્ટિકલથી કામ ચલાવી લો 😀
અને હા…. બ્રિટનમાં વસતા ગુજરાતીઓને કોમેંટમાં પોતાના પ્રતિભાવો અને અનુભવો લખવાનું ખાસ આમંત્રણ છે. 🙂
મૂળ વતનના સંસ્કારોને જરી ન અળગા કરીયે
વોર્મથ મળેના વિટંરમાં જાતા વેધરથી ત્રાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી…
ઓક્સફર્ડ સ્ટ્રીટ ને થેમ્સ નદી વળી બકિંગહામ પેલેસ
બેલગ્રેવ રોડ ને ઇલિંગ રોડ પર ગુજરાતીનો ગ્રેસ (શોપિંગ કરવા હાલ્યા..!!)
સાડી સોનું કરિયાણું ને તેજ તમાકુ તમતમ
ભજીયા ભાજી ભરે થેલીમાં ગુજરાતી આ મેડમ (મરચા ક્યાં ?!)