ઓરડાની માલીપા બેસીને નીરખું – તુષાર શુક્લ

સ્વર : કલ્યાણી કૌઠાળકર
સંગીત : હસમુખ પાટડિયા

rain

.

ઓરડાની માલીપા બેસીને નીરખું
કે ચોમાસું કોની સોગાત છે?
ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની,
કે કોરા કુતુહલની વાત છે!

વરસાદી વાદળાએ ઘેર્યું આકાશ, અને
વર્ષાની ઝામી તૈયારી
તુફાની વાયરાના ભીના અડપલાએ હું
કેમ કરી બંધ કરું બારી

ત્રૂફેલા મોરલાઓ ગહેકી ઉઠે છે,
એવી વરસાદી વાતો રળીયાત છે

મનડું મુંઝાય અને હૈયું હિજરાઇ
લીલા તોરણ સુકાય મારે ટોડલો
પ્રિતમને કહી દો કે સૂના આકાશ મહીં
આષાઢી ગીતો ના મોકલે

તરસ્યો આ કંઠ મારો કોરોધારોક
છો ને લીંપણમા નદીઓની ભાત છે

ઓરડાની માલીપા બેસીને નીરખું
કે ચોમાસું કોની સોગાત છે?
ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની,
કે કોરા કુતુહલની વાત છે!

15 replies on “ઓરડાની માલીપા બેસીને નીરખું – તુષાર શુક્લ”

  1. મૂળ વાત …માલીપા……સુંદરતા અને સંગીતમયતા હોય તો……વરસાદ વધુ ભીનો ભીનો લાગે..અને વરસાદ …વરસાદ પછીનો ઉઘાડ વધુ મનભર…લાગે… કવિએ કહ્યુંજ છે નેઃ ” મન્ મજામાં હોય તો તડકો વધુ સોનેરી ભાસે! અને વરસાદ વધુ ભીનો-ભીનો ”

    આવું બધું પસંદીદા કાવ્યમય અને સંગીત સભર વસ્તુ પીરસવાનું ખુબજ કામ જયશ્રી અને અમિત દ્વારા થઇ રહ્યું છે. આપને વધામણા અને આપ સહુ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક અભીનંદન પણ… સેવાનું આ કામ…ચાલુ રહે… સફળતાને વરે…એવા શુભ-આશિષ અને સર્વ શુભેચ્છાઓ!
    -લા’કાન્ત / ૨૩-૬-૧૨

  2. “સુદર અદભુત “કોઇ સબ્દ નથિ ભૈઇ તુશાર્

  3. … ચોમાસું કોની સોગાત છે?
    ભીનપની.., ટહુકાની.., લાગણીના વહેવાની..,
    કે કોરા કુતુહલની વાત છે..!

    સરસ્!!!

  4. અતિ સુંદર સંગીત રચના, તુશારભાઇના અદ્દ્ભુત શબ્દો અને એટલી જ સુંદર ગાયકી…મઝા આવી ગઇ! વારંવાર સાંભળવુ ગમે એવુ ગીત છે. હસમુખભાઇના આવા બીજા compositions ટહુકો પર સાંભળવા મળે તો ખૂબ મઝા આવે.

  5. તુષારભાઈ ની આ રચના સુન્દર છે. એમા કલ્યાણી ના મીઠા અવાજ થી સાચે જાણે અન્તર લાગણી મા ભીન્જાય છે. આભાર

  6. અતિ સુન્દેર્..

    Loved the song, repeated …what a voice & composition !!

    After a long time enjoyed every line….too good to be true.

    And Falguni’s reply to poem is equally good.. Great taste…Thanks..

  7. તુષારભાઈની સુદર રચના—

    ઈશ્વરની સોગત છે આ,ચોમસાના આગમનની વેળા છે આ
    યુવાની પલળસે પ્રિતમના પ્રેમ થકી
    હથેળી ——- પલળશે પ્રિતમ ની યાદ થકી

    આભાર

  8. વરસાદ ની ઋતુ મા કૈક મારા તરફથી….
    પલળવાની મોસમ મા એક્મેક ને કોરા કર્યા નો આન્નદ એ પ્રેમ્,
    અન્ગે ચોટેલા અન્ગરખાથી આરપાર બન્યાનો આન્નદ એ પ્રેમ્.

    એ માને છે પાણીની એ વાછટ કુદરતી કોઇ ઘટના હતી
    ને મને એ જ છાલકે ભીન્જવ્યા નો ભ્રમ એ પ્રેમ્,
    ન સમજશે દુનિયા કવચિત એક બુન્દમા નીતરવુ શ હોય્?
    નીચોવી જાત ને એના અમ્રુત મહિ ઓસર્યા નો આન્નદ એ પ્રેમ્.

  9. તુફાની વાયરાના ભીના અડપલાએ હું
    કેમ કરી બંધ કરું બારી…….

    આકાશ વાદળોથી ઘેરાયું છે, ઠંડા તોફાની વાયરા વાય છે, વીજળી ઝબુકે છે, વર્ષાની તૈયારી થઇ રહી છે, એના આગમનમાં આજે ખૂબ જ સુંદર ગીત મળ્યું છે. કલ્યાણીના મધૂર અવાજમાં ગીત સાંભળવાની ખૂબ મઝા આવી.

  10. તુષાર શુક્લની સરસ રચના
    ઓરડાની માલીપા બેસીને નીરખું
    કે ચોમાસું કોની સોગાત છે?
    ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની,
    કે કોરા કુતુહલની વાત છે!
    બહુ જ સુંદર્
    કલ્યાણીની મધુર ગાયકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *