માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ! – આદિલ મન્સૂરી

 rainy

કેટલી માદકતા સંતાઇ હતી વરસાદમાં !
મસ્ત થઇ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

કેટલો ફિક્કો અને નિસ્તેજ છે  બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઇ ચાંદની વરસાદમાં !

કોઇ આવે છે ન કોઇ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઇ છે ગલી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.

8 replies on “માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ! – આદિલ મન્સૂરી”

  1. Sunder rachna 6e!!!!!!!!!
    By This line I reminded my friends and my childhood!!!!!!!!!
    એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
    ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

  2. ઓલવાતા આંગણા ને ઠરતી આ ધરતી માથે
    સળગે ભીનો કોઈનો વાન આ વરસાદમાં !

    ડૉ હર્ષદ વૈદ્ય
    એમ ડી ( ગાયનેક )
    ખેરાલુ

  3. આદિલ ની યાદગાર ગઝલ
    એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
    ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.
    વાહ્

  4. રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
    માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
    -યાદગાર શેર…

    આદિલભાઈ આજે સુરત પધારે છે એ પ્રસંગે આ ગઝલના અભિવાદનથી એમનું સ્વાગત…

  5. મસ્ત થઇ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
    ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં……..
    વાંચતાં જ ઝૂમી ઊઠાય એવી વરસાદી ગઝલ!

  6. The poetry ends after the second Sher….!
    Subsequent Shers are good but not –
    TKIYA KALAM!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *