શ્વાસ ને નિશ્વાસમાં, વરસોવરસ વીતી ગયાં
દેહના આવાસમાં, વરસોવરસ વીતી ગયા
પ્રીતના પ્યાલા છલોછલ આંખ સામે તે છતાં
કો મધુરી પ્યાસમાં, વરસોવરસ વીતી ગયા
છે ખુલ્લુ આકાશને ચારે દિશા ધરતી ખુલી
મુકત કારાવાસમાં, વરસોવરસ વીતી ગયા
ઊરના ઊંડાણની ઘેરી પળો વીતે નહીં
ને નયન અજવાસમાં, વરસોવરસ વીતી ગયા
રે ગરીબી આંગણું ઉંબર નહીં ને છત નહીં
આભના આવાસમાં, વરસોવરસ વીતી ગયા
‘ગુલ’ ગઝલના દેહને કંડારતાં કંડારતા
શબ્દના સહવાસમાં, વરસોવરસ વીતી ગયા
આ ગઝલકારનુ નામ જ પહેલીવાર સામ્ભળ્યુ, પણ સરસ ગઝલ. નિશ્ક્રિયતામા આખી જિન્દગી વિતી જાય છે એ ભાવ બહુ સારી રીતે પ્રકટ કર્યો છે.
વરસો વરસ વિતિ ગયા ખુબજ સુન્દર રજુઆત
વરસોનેી વાત એક પલમા ખતમ કરેી દેીધેી!
Life is labyrynth, Abhimanyu also could not come out as a winner!
મુક્ત કારાવાસ મા વરસો વરસ વિતિ ગયા
દેહ્ નુ પિન્જરુ ,પુરાયેલો આત્મા ,મુક્ત તો પન બન્ધન મા
પ્રીતના પ્યાલા છલોછલ આંખ સામે તે છતાં
કો મધુરી પ્યાસમાં, વરસોવરસ વીતી ગયા.
Eternal, unending search for something that can not even be named is the subject of countless poems! It is very well presented here.
Rajesh Bhat, Ahmedabad.
ખુબજ સુન્દર્
કે, વરસોવરસ વીતી ગયા…..
સુંદર ગઝલ..
સુંદર ગઝલ…….
પ્રીતના પ્યાલા છલોછલ આંખ સામે તે છતાં
કો મધુરી પ્યાસમાં, વરસોવરસ વીતી ગયા
જામ સામે હતો અને હોઠ કોરા રહી ગયા….
શબ્દો મળ્યા નહી ‘મુકેશ’ અને કાગળ કોરા રહી ગયા…
ઊરના ઊંડાણની ઘેરી પળો વીતે નહીં…..
ને વરસો વીતી જાય પળમાં!
સુંદર ગઝલ.
હાશ ! વરસોવરસ વીતી ગયાઁ….!
સરસ ગઝલ
આ શેર ગમ્યો
‘ગુલ’ ગઝલના દેહને કંડારતાં કંડારતા
શબ્દના સહવાસમાં, વરસોવરસ વીતી ગયા