ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા – અનિલ જોશી

હજુ બે દિવસ પહેલા જ વાત કરી, કે ગુજરાતી ગીતોમાં ‘male duets’ અને ‘female duets’ બહુ ઓછા જોવા મળે છે. આજે ફરીથી એક ‘female duet’ ગીત, અને એ પણ ગુજરાતી સંગીત જગતની બે legendary ગાયિકાઓના કંઠે..

(સૂની ડેલી…..        : Photo : Patricia Dorr Parker)

સ્વર : વિભા દેસાઇ – કૌમુદી મુંશી
સ્વરકાર : ક્ષેમુ દિવેટીઆ

.

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા
કાયા લોટ થઇને ઊડી
માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂના જાળિયા…

સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ
કે અવસરિયા કેમ નથી આવતા
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણ નથી બાંધતા…

છાપરે ચડીને મારું જીવતર બોલે
તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો
કાયાની પૂણીમાંથી નીકળે જે તાર
ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો…

એકલી સળીને કોયલ માળો મા નીને
જીવતર જીવી ગઇ હવે થાય શું
ઇ રે માળામાં કોઇ ઈંડું ના મૂકજો
મૂકશો તો હાલરડાં ગાઇશું….

26 replies on “ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા – અનિલ જોશી”

  1. બહુ જ સરસ. લાગણીઓ ભીંજાવી દે એવી રચના.

  2. Khub j sunder RACHANA> Sangharshmay jivan jivati ne potani kothasuz dwara Jivan na mota koyada ukelti harek bhartiy STRI ni Katha ne VYATHA. Hamesh sambhalti vakhate a j LAGNIO aankho bhinjavi jaay atli sunder rachana. AABHAR……….. ANIL JOSHI… KSHEMU DIVETIYA….. KAUMUDI MUNSHI & VIBHA DESAI

  3. very beautiful song but difficult to understand exact meaning, typical Anil Joshi and Ravji Patel flavour, shades of metaphysical poetry, can compete with any metaphysical poet like Donne

  4. Heart touching song, voice of two singers, music by foremost legendary Gujarati music director Late Shri Kshemubhai Devetia. ‘Kashi no Dikro’ was altogether a different Gujarati film who had won many awards during that time.

  5. મારું ખૂબજ ગમતું ગીત. જેટલી વાર વધુ સાંભળીએ એટલા વ્ધુ એમાં ઊંડાં ઊતરતા જઈએ.ગીતને વર્ણવવા માટે શબ્દો નથી. અદભૂત રચના!!

  6. I had seen this movie many years back, but today I enjoyed this beautiful duet more with reference to synopsis of the story.Soulful rendition of the song by both singers.Lyrics and music are also commendable.Thanks for presentation.

  7. Years ago I got the opportunity to come to know Shri Kantibhai Madiya who was very well known for his direction of gujarati stage plays. He was consulting on the movie ‘Lakho Fulani’. He was at time in the process of getting this movie into production. This movie ‘Kaashi no Dikro’ was made under his direction and the movie creates everlasting memories of characters as well as has superb direction. What a gift to our gujarati community from Shri Kantibhai? Everything about this movie is priceless.

  8. કોઈ પણ સદીમા સ્ત્રીની લાચારી, ખુમારી ,હૈયા ઉકલતથી સઁસાર સાચવી જાણે છે તેની કથા અને મૂગી વ્યથાને સુઁદર શબ્દો સુર મળ્યા છે.અવિસ્મરણીય ગીત્.

  9. દરેક સ્ત્રી ની કથા, એમાં એની વ્યથા,
    દાદી એના દીકરાની દીકરી ને
    એક જાણીતી વાર્તા સંભળાવતા.

  10. ગીત અને વાર્તા બદલ ખુબ ખુબ આભાર…રુવાટા ખડા થઈ ગયા!!!

  11. આ તે નારિ જિવન નિ કેવિ કરુણતા ?જેવુ જિવન મ ળે… તેવુ જિવિ નાખવુ પછિ ભલે હોય તે અમરત કે જહેર…….

  12. ખોૂબ જ મજ અવિ ગયિ ચેતન્ભૈ નો અવજ સમ્ભલિ ને મજ પદિ ગયિ

  13. Great web site ever made in a history please cal me i would like to talk with this person who hade made this web site.

  14. ગેીત અને કોમેઁટ વાઁચી ભાવ સમજવામાઁ સરળતા થઇ.
    ગેીત ગુઁજન અપૂર્વ છે.અભિનઁદન સહ આભાર !

  15. vibhadeasai and kaumudiben munsi nu one duate is still there. ekvar shyam tari murli vagadi de jankhanajagavide.please khb sambhalvanu man thayu che.

  16. વિભા – કૌમુદીના સ્વરમાં અનીલની મઝાની રચના

  17. આ ગીતને સમજવા માટે આ ગીત જે ફીલ્મનું છે એ ફીલ્મ “કાશીનો દીકરો” જોવું પડે, નહીં તો ગીતના શબ્દો ઉપરથી જશે. “કાશીનો દીકરો” એ one of the best ગુજરાતી ફીલ્મ હતી. વિનોદિની નીલકંઠ લિખિત આ ફિલ્મમાં અન્ય ગીતો પણ ખૂબ સરસ હતાં– એવા રે મળેલા મનના મેળ, ગોરમાને પાંચે આંગળિયે પૂજ્યા, રોઈ રોઈ ઊમટે આંસુની નદી, મારી આંખે કંકૂના સૂરજ આથમ્યા.

    હવે આપણે story જોઈએ અને પછી ગીત સાંભળીએ. આજથી ૭૦-૮૦ વરસ પહેલાની આ વાત હશે. કાશી નામની એક સમજુ રૂપાળી અને સારા બ્રાહ્મણ કુટુંબમાં પરણેલી સ્ત્રીને એની સાસુ પોતાના જ દીકરાની જવાબદારી સોંપીને મરણ પામે છે. કાશીને પોતાનો એક દીકરો પણ હોય છે. આમ, કાશી પોતાના નાનકડા દિયરને અને પોતાના દિકરાને બન્નેને ખુશીથી મોટા કરે છે. કાશીને ઘણા વરસે પોતાનો દિકરો થયો હોય છે એટલે એના માટે સમાજની નિંદા સાંભળવી પડે છે, અને વળી દિયરને પણ પોતાના દીકરાની જેમ જ ઊછેરે છે એટલે એના માટે પણ સમાજની નિંદા સાંભળવી પડે છે. કાશી પોતાના દિયરનાં લગ્ન રમા સાથે કરાવે છે (ગોરમાને પાંચે આંગળિયે પૂજ્યા, એવા રે મળેલા મનના મેળ ગીતો આ સમયે આવે છે).પણ લગ્નની પહેલી રાતે જ મધુર મિલન પહેલા દિયરને સાપ કરડવાથી મૃત્યુ પામે છે. “મારી આંખે કંકૂના સૂરજ આથમ્યા” ગીત પરિસ્થિતિનું વર્ણન કરે છે.રમાની કરુણ જિન્દગીની શરૂઆત અને આ વખતે ગીત “રોઈ રોઈ ઊમટે આંસુની નદી” આવે છે. કાશી રમાને દીકરીની જેમ રાખે છે, પણ એક સમયે પરિસ્થિતિના વશમાં આવીને કાશીનો પતિ સંયમ ગૂમાવે છે– રમાને એનાથી બાળક રહે છે! કાશીને આની ખબર પડે છે ત્યારે બધાની આબરૂ બચાવવા માટે એ રમાને લઈને જાત્રાએ ચાલી નીકળે છે અને બધાને તો એમ જ કહે છે કે એને (કાશીને) બાળક આવવાનું છે એટલે એ પિયર જાય છે. રમાની સુવાવડ પછી કાશી રમાને અને બાળકને ઘરે લાવે છે અને બાળકને પોતાના દિકરા તરીકે ઊછેરે છે…. એ દરમિયાન અહીં પ્રસ્તુત ગીત આવે છે જે રમા અને કાશી બન્ને સ્ત્રીઓની મનોવેદના દર્શાવે છે! આ પૂર્વભૂમિકામાં આ ગીત સાંબળીએ તો ખબર પડશે કે “સૂની મેડીએ અવસરિય નથી આવતા, કાગડો જાણી ના ઉડાડજો, ખાંપણ (કફન) નો ઉલ્લેખ, એકલી સળીનો માળો વગેરે વગેરે. વળી, માળામાં કોઈ ઈંડુ ના મૂકશો, પણ મૂકશો તો હાલરડાં ગાઈશું એમાં રહેલો વિરોધાભાસ પણ સમજાય છે.

    Story કદાચ કોઈને એટલી effective ના પણ લાગે, પણ ફીલ્મ જોઈએ ત્યારે એની વાસ્તવિકતા, નારીવેદના, માનવતા, ફીલ્માંકનની કલા વગેરે હ્રદયસ્પર્શી લાગે છે. આ ફીલ્મને ઘણાં awards મળેલા છે.

    • કાશિનો દિકરો ફિલ્મ નો ટુન્ક શાર વાચી ઘનો આનન્દ થયો ધન્યવાદ ખુબ મહેનત અને ખુબજ યાદ શક્તિ કહેવાય આટ્લા વર્શો બાદ જાણે ફિલ્મ નજ્રર સામે આવિ. ઘણો આભાર

    • Film no tunk sar apva mate khub khub aabhar! Ena par thi ghana badha gamta geeto no context samjay chhe. This film must have been ahead of its time:

  18. ઇ રે માળામાં કોઇ ઈંડું ના મૂકજો
    મૂકશો તો હાલરડાં ગાઇશું….
    ક્ષેમુ દિવેટીઆનું મધુરુ સંગીત અને
    બેઉ ગાયિકાઓનો કોકિલ કંઠ…….
    સુંદર ગીત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *