ક્યારેક કલ્પનામાં તને એ રીતે મળું,
મારામાં પાંચ-સાત નદી વહેતી સાંભળું
બહુ મોડી રાત સુધી રહુ ખોવાયેલો અને,
કોઇ ઘસઘસાટ ઊંઘતા ચહેરામાં નીકળું.
તારામાં કમળ જેમ ઊઘડતો તને મળીશ,
ઇચ્છા તો કર ઓ પહાડ સરોવરમાં ઓગળું.
ઊંચકી જતું હો પહાડ બરફનો કોઇ કિરણ,
કૈં એમ ઉદાસીની વચ્ચે રોજ ઝળહળું.
ઘરને સજાવતો રહ્યો આ હાથ જડભરત,
મૂકી દઇ ખૂણામાં મને વાળી ગૂંચળું.
‘મિસ્કીન’ સવારે જે ગઝલો ઢગલો જૂઇનો,
રહી છે રાતભર એ લોહીમાં બળુંબળું.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Sari gazal chhe pan
Aa gazal ma chhand dosh chhe
સુંદર રચના…
મઝાની ગઝલ
‘મિસ્કીન’ સવારે જે ગઝલો ઢગલો જૂઇનો,
રહી છે રાતભર એ લોહીમાં બળુંબળું.
કેટલું સુંદર્
મારામાં પાંચ-સાત નદી વહેતી સાંભળું……
કૈં એમ ઉદાસીની વચ્ચે રોજ ઝળહળું………
આત્મા સાથે આત્મસાત થવાની આવી કેટલીય સુંદર કલ્પનાઓ કવિના લોહીમાં ઝળહળ થાય છે!
એક સુંદર ગઝલ!
આભાર!