ટહુકો માં શોધો..

વિભાગો

જૂની પોસ્ટ

આંખ્યુંના આંજણમાં - સુરેશ દલાલ

સ્વર : અનાર કઠિયારા, આરતી મુન્શી.
સંગીત : શ્યામલ - સૌમિલ મુન્શી.

This text will be replaced

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતા આ વરણાગી વારયાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

———-

સૌમિલભાઇએ જ્યારે હસ્તાક્ષરના દરેક આલ્બમમાંથી એક રચના ‘ટહુકા’ પર મૂકવાની પરવાનગી આપી, ત્યારે જે ખુશી થઇ એને શબ્દો આપવા મુશ્કેલ છે. કારણકે મારી સંગીતની દુનિયાની વાત થતી હોય, તો એ હસ્તાક્ષર વગર તો અધૂરી જ ગણાય. આજે ‘સુરેશ દલાલ’ના હસ્તાક્ષરમાંથી એક રચના મૂકવાનુ વિચાર્યું, ત્યારે ફરી એજ પ્રશ્ન, “બધા જ ગીતો જ્યારે masterpiece હોય, તો મારે કયું લેવું અને કયું ના લેવું ? ”

છેલ્લે ‘આંખ્યુંના આંજણમાં..’ પસંદ કર્યું, જેનુ એક કારણ અનાર કઠિયારા અને આરતી મુન્શીનો સ્વર. એટલી સરસ રીતે આ ગીત ગાયું છે, કે હિન્દી ફિલ્મોમાં બઉ ઓછા એવા ‘Female Duets’ યાદ આવી જાય. ‘મેરે મહેબૂબમેં ક્યા નહીં’, ‘મન ક્યું બેહકા’, ‘એ કાશ કિસી દિવાને કો’, ‘મોરે.. ઘર આયે સજનવા’ વગેરે મારા ઘણાં ગમતા ગીતો.

આશા છે કે ‘સુરેશ દલાલ ના હસ્તાક્ષર’માંથી પસંદ કરેલું આ ગીત તમને પણ ગમશે.

11 comments to આંખ્યુંના આંજણમાં - સુરેશ દલાલ

  1. વિવેક
    July 13th, 2006 at 11:52 pm

    મજા આવી ગઈ એવું કહેવું જરૂરી છે?

  2. radhika
    July 14th, 2006 at 12:46 am

    good choice
    nice song…

  3. vijayprakash
    October 13th, 2006 at 5:10 am

    moj pade evi kavitao shodhi ne aaswad karava badal aabhar

  4. ટહુકો.કોમ » તમે વાતો કરો તો … - સુરેશ દલાલ
    November 21st, 2006 at 6:30 pm

    [...] ટહુકા પર : આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ લયસ્તરો ડોસા-ડોસી સિદ્ધાર્થમાંથી બુદ્ધ [...]

  5. ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… « સહિયારું સર્જન
    March 2nd, 2007 at 9:20 am

    [...] આંખ્યુનાં આંજળમાં ફાગણનો કૈફ અને  અંબોડે કેસૂડો લાલ… રંગ ને સુગંધના સરવરીયે સંગ સંગ, સાંવરીયા રમવાને ચાલ… હો સાંવરીયા રમવાને ચાલ… સાંવરીયા રમવાને ચાલ… [...]

  6. સુરેશ જાની
    March 2nd, 2007 at 1:31 pm

    મને બહુ જ ગમતું અને વારંવાર સાંભળવાનું મન થાય તેવું ગીત….

  7. DINESH PATEL ATLANTA
    March 3rd, 2007 at 5:08 pm

    simply a feel for whole fagunian happiness. wah kesudo,wah manjaree,wah rang ,wah gulal,wah reshmi
    rumal ane wah SURESH DALAL AND CERTAINLY WAH
    JAYSHREE KRISHNA!

  8. Dinesh
    March 3rd, 2007 at 6:08 pm

    જયશ્રીબેન ,
    ટહુકા પર દરેક વખતે અભિપ્રાય ન આપવા છતાં હું દરરોજ ટહુકાની મુલાકાત અચૂક લઉં છું પ્રસંગ , તહેવાર કે ઉત્સવ ને અનુરુપ ગીતો મૂકીને વિદેશમાં વસતા લોકોને તમે વતનની યાદ અપાવો છો અને વતન સાથેના તાણાવાણા જોડી આપો છો તેનો ખૂબ આનંદ થાય છે ફાગણની ફોરમ ફેલાવતા ગીતો ખૂબ ગમ્યા આપને હાર્દિક અભિનંદન. અને પામરી એટલે દુપટ્ટો કે ઉપરણુ,એક ગીતમાં આ શબ્દ બાજુમા પ્રશ્નચિન્હ મૂક્યુ હતુ તેથી જાણ કરી. આપનો ટહુકો સદા ટહુક્યા કરે તેવી શુભેચ્છા.
    દિનેશ ગુસાણી

  9. tiku
    June 13th, 2007 at 9:26 am

    Amazing…..just soooooooo sweet…….thank you….

  10. Ravin Kapadia
    July 29th, 2007 at 12:56 pm

    એક વાર તુષાર શુક્લ સાહેબે કહ્યુ હતું, આરતી બહેન ગાતા નથી, ટહુકે છે. એક્દમ્ સાચી વાત છે. “હસ્તાક્ષર”નો ઉલ્લેખ કર્યા વગર ગુજરાતી સંગીતની વાત અધૂરી છે.

  11. sippu
    August 31st, 2007 at 4:52 am

    hello,
    taru geet sambhalyu ishaan my son heard his first gujarati song and that was urs…he is proud of u…
    i felt so good to hear ur song…
    send me links if ur songs are on internet..
    will keepon listening to grt gujarati songs.

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>